android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: શિનોર હનીટ્રેપ કૌભાંડમાં 28 લાખ રિકવર થયા પણ મુખ્ય સૂત્રધાર હજુ ગાયબ, પોલીસ તપાસ સામે ઉઠ્યા ગંભીર સવાલો
calendar_today May 10, 2026

Vadodara: શિનોર હનીટ્રેપ કૌભાંડમાં 28 લાખ રિકવર થયા પણ મુખ્ય સૂત્રધાર હજુ ગાયબ, પોલીસ તપાસ સામે ઉઠ્યા ગંભીર સવાલો

વડોદરાના શિનોર વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલા ₹75.75 લાખના હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કૌભાંડને ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસ હજુ સુધી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી. જોકે, અત્યાર સુધીની તપાસમાં પોલીસે લાખોનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મેળવી છે.મુખ્ય આરોપી મનીષા હજુ પોલીસથી દૂરઆ સમગ્ર હનીટ્રેપ કૌભાંડની માસ્ટરમાઇન્ડ ગણાતી મનીષા ઉર્ફે શાંતા વસાવા (રહે. રાજપારડી) હજુ પણ પોલીસ પકડથી બહાર છે. પોલીસ દ્વારા અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હોવા છતાં, મુખ્ય આરોપી પોલીસને થાપ આપીને નાસતી ફરે છે. આટલી મોટી રકમની બ્લેકમેઇલિંગના કેસમાં મુખ્ય આરોપી ન પકડાતા પોલીસની કાર્યક્ષમતા પર શંકાની સોય સેવાઈ રહી છે.28.68 લાખનો મુદ્દામાલ રિકવરબ્લેકમેઇલિંગ દ્વારા પચાવી પાડેલા કુલ ₹75.75 લાખમાંથી પોલીસે અત્યાર સુધીમાં ₹28.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ કેસમાં અગાઉ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓ વેપારીઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતા હતા.શિનોરમાં ચર્ચાનો વિષયશિનોર તાલુકામાં આ કેસને લઈને ભારે ચર્ચા જાગી છે. લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે મુખ્ય આરોપીને કોઈ રાજકીય કે અન્ય પીઠબળ મળી રહ્યું છે કે કેમ? કારણ કે ત્રણ-ત્રણ મહિના સુધી મુખ્ય આરોપી પોલીસને ન મળે તે વાત પચાવવી મુશ્કેલ છે. હાલમાં સ્થાનિકોમાં પોલીસ પ્રશાસન સામે આક્રોશ અને અવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Narmada: રાજપીપળા સિવિલના યુવા તબીબનું રહસ્યમય મોત, તબીબી આલમમાં ખળભળાટ

Read Full Story arrow_forward
Surat: ભાઠેનાના શિવરાજસિંહ ઝાલાએ વેપારી પાસે હપ્તો માંગી જાનથી મારવાની ધમકી આપી, માથાભારે ટપોરીની ધરપકડ
calendar_today May 10, 2026

Surat: ભાઠેનાના શિવરાજસિંહ ઝાલાએ વેપારી પાસે હપ્તો માંગી જાનથી મારવાની ધમકી આપી, માથાભારે ટપોરીની ધરપકડ

સુરતના સલાબતપુરા વિસ્તારમાં કાપડના વેપારીઓને ડરાવી-ધમકાવી હપ્તો ઉઘરાવતી ટોળકીનો આતંક સામે આવ્યો છે. ભાઠેના વિસ્તારના માથાભારે શખ્સ શિવરાજસિંહ ઝાલા અને તેની ટોળકીએ એક વેપારી પાસે હપ્તાની માંગણી કરી ₹1.20 લાખ પડાવી લીધા હતા. જોકે, સલાબતપુરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.હપ્તાની માંગ અને ધમકીમળતી માહિતી મુજબ, શિવરાજસિંહ ઝાલા અને તેના ભાઈ રામ ઝાલા સહિત અન્ય ત્રણ સાગરીતોએ વેપારીને આંતરીને ધમકી આપી હતી કે, "જો અહીં કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને ₹50,000 નો હપ્તો આપવો પડશે." આરોપીઓએ વેપારીને ચાકુ બતાવી ડરાવ્યો હતો અને અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે ₹1.20 લાખ વસૂલ્યા હતા. એટલું જ નહીં, જો વેપારી પોલીસમાં જશે તો તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.આરોપીનો ગુનાહિત ઈતિહાસશિવરાજસિંહ ઝાલા સુરત પોલીસના ચોપડે જાણીતું નામ છે. અગાઉ સુરત SOG પોલીસે તેની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. તે સમયે આરોપી પોલીસની હિલચાલ પર નજર રાખવા માટે પોતાના ઘરની બહાર 50 થી વધુ CCTV કેમેરા લગાવીને બેઠો હતો, તેમ છતાં પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી હતી. જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ તેણે ફરી ગુનાખોરીનો માર્ગ અપનાવ્યો હતો.પોલીસ કાર્યવાહીવેપારીની હિંમત અને સલાબતપુરા પોલીસની સતર્કતાને કારણે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે શિવરાજસિંહ ઝાલા, રામ ઝાલા અને અન્ય સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધીને મુખ્ય આરોપી શિવરાજસિંહની ધરપકડ કરી છે. હાલ પોલીસ અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે અને આરોપી વિરુદ્ધ કડક ચાર્જશીટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો: Vadodara: શિનોર હનીટ્રેપ કૌભાંડમાં 28 લાખ રિકવર થયા પણ મુખ્ય સૂત્રધાર હજુ ગાયબ, પોલીસ તપાસ સામે ઉઠ્યા ગંભીર સવાલો

Read Full Story arrow_forward
Ahmedabad News: PCR વાનના પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યાનો વીડિયો વાયરલ, જાહેરમાં દાદાગીરી કરતાં લોકોમાં રોષ
calendar_today May 10, 2026

Ahmedabad News: PCR વાનના પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યાનો વીડિયો વાયરલ, જાહેરમાં દાદાગીરી કરતાં લોકોમાં રોષ

અમદાવાદમાં પોલીસ કર્મીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. એક પોલીસ કર્મચારી કેટલીક મહિલાઓ સાથે બોલાચાલી કરી રહ્યો હોવાનું વાયરલ થયેલા વીડિયોમાં જોવામળી રહ્યું છે. આ પોલીસ કર્મીએ એક કિશોરને લાફો માર્યો હોવાનો પણ વીડિયોમાં લોકો આક્ષેપ કરી રહ્યાં છે. પીસીઆર વાનમાં આવેલા પોલીસ કર્મીએ હાથ ઉપાડ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદના વાસણા વિસ્તારનો આ વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ કર્મીએ કેટલીક મહિલાઓ સાથે બોલાચાલી કરી અમદાવાદમાં રાતના સમયે પીસીઆર વાનમાં આવેલા એક પોલીસ કર્મીએ કેટલીક મહિલાઓ સાથે બોલાચાલી કરીને એક કિશોરને લાફો માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. બે કિશોર રાત્રે ગાર્ડનમાં ફરવા ગયા હોવાથી પોલીસની પીસીઆર વાનમાંથી એક પોલીસ કર્મીએ એક કિશોરને લાફો માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મચારી લોકો સાથે દાદાગીરી કરી ગેરવર્તણૂંક કરી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ કર્મી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો આ પોલીસ કર્મચારીએ કિશોરના પરિવારજનોનો ફોન લઈને કાયદેસરની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ કર્મી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા છે. દોષિત પોલીસકર્મી સામે પગલાં લેવા લોકોએ માગ કરી છે. સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.આ પણ વાંચોઃ Indian Railway: ગુજરાતથી તિરુપતિ જવા નવી સીધી ટ્રેનની જાહેરાત, જાણો કેટલું છે ભાડું

Read Full Story arrow_forward