android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: કતારગામ બ્રિજ પર AMNS ની બસ ડિવાઈડર પર ચડી, સેફ્ટી ગ્રીલને કારણે મોટી જાનહાનિ ટળી
calendar_today May 10, 2026

Surat: કતારગામ બ્રિજ પર AMNS ની બસ ડિવાઈડર પર ચડી, સેફ્ટી ગ્રીલને કારણે મોટી જાનહાનિ ટળી

શહેરના કતારગામ બ્રિજ પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. AMNS કંપનીના કર્મચારીઓને લઈ જતી એક બસ અચાનક વળાંકમાં બેકાબૂ બની હતી અને બ્રિજની સાઈડના ડિવાઈડર અને ગ્રીલ પર ચડી ગઈ હતી. આ અકસ્માત એટલો જોખમી હતો કે બસનું એક ટાયર હવામાં લટકતું જોવા મળ્યું હતું.મોટી દુર્ઘટના ટળીબસ જ્યારે વળાંક લઈ રહી હતી ત્યારે અચાનક ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે બ્રિજ પર લગાવવામાં આવેલી મજબૂત સેફ્ટી ગ્રીલને કારણે બસ નીચે ખાબકતા બચી ગઈ હતી. જો બસ ગ્રીલ તોડીને નીચે પડી હોત તો મોટી જાનહાનિ થવાની શક્યતા હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી અને બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.અકસ્માત ઝોન બન્યો બ્રિજસ્થાનિકોના જણાવ્યા અનુસાર, કતારગામ બ્રિજ પર આવેલો આ વળાંક અકસ્માતો માટે કુખ્યાત બન્યો છે. અગાઉ પણ આ સ્થળે અનેક નાના-મોટા અકસ્માતો થઈ ચૂક્યા છે. ડ્રાઈવરો દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવવામાં આવતા હોવાને કારણે વળાંકમાં કાબૂ જળવાતો નથી અને અકસ્માત સર્જાય છે.આ પણ વાંચો: Surat: ભાઠેનાના શિવરાજસિંહ ઝાલાએ વેપારી પાસે હપ્તો માંગી જાનથી મારવાની ધમકી આપી, માથાભારે ટપોરીની ધરપકડ

Read Full Story arrow_forward
Ahmedabad: ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક પલટી મારતા લાખોનો વિદેશી દારૂ રસ્તા પર વેરવિખેર
calendar_today May 10, 2026

Ahmedabad: ધોળકા-બગોદરા હાઈવે પર ટ્રક પલટી મારતા લાખોનો વિદેશી દારૂ રસ્તા પર વેરવિખેર

બગોદરાને જોડતા હાઈવે પરથી દારૂની હેરાફેરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે અંદાજે 5:00 વાગ્યાની આસપાસ ધોળકા-બગોદરા હાઈવે પર ગાંગડ પાટિયા નજીક દારૂ ભરેલી એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી.વહેલી સવારે સર્જાયો અકસ્માતમળતી માહિતી મુજબ, આ ટ્રક પૂરપાટ ઝડપે બગોદરા તરફ જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો ઉપરનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને અંદર છુપાવેલો દારૂનો જથ્થો નજરે પડવા લાગ્યો હતો.સ્થાનિકોએ પોલીસને કરી જાણવહેલી સવારે હાઈવે પરથી પસાર થતા લોકોએ જ્યારે ટ્રકમાં દારૂ ભરેલો જોયો, ત્યારે તુરંત જ બગોદરા પોલીસને આ અંગે બાતમી આપી હતી. અકસ્માત બાદ દારૂની બોટલો રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. પોલીસ પહોંચે તે પહેલા કેટલાક લોકોમાં દારૂ મેળવવાની ઉત્સુકતા પણ જોવા મળી હતી, પરંતુ પોલીસે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.આ પણ વાંચો: Surat: કતારગામ બ્રિજ પર AMNS ની બસ ડિવાઈડર પર ચડી, સેફ્ટી ગ્રીલને કારણે મોટી જાનહાનિ ટળી

Read Full Story arrow_forward
Ahmedabad News: વિદેશ ગયેલા ગોમતીપુરના પરિવારને એજન્ટોએ બંધક બનાવ્યો, દોઢ કરોડની ખંડણી માંગી
calendar_today May 10, 2026

Ahmedabad News: વિદેશ ગયેલા ગોમતીપુરના પરિવારને એજન્ટોએ બંધક બનાવ્યો, દોઢ કરોડની ખંડણી માંગી

અમદાવાદના ગોમતીપુરનો પરિવાર લંડન જવાની લાલચમાં એજન્ટોના જાળમાં ફસાયો છે. પરિવારને દિલ્હીથી શ્રીલંકા અને દુબઈ લઈ ગયા બાદ સંપર્ક તૂટી ગયો. પુત્રનો લોહીલુહાણ ફોટો મોકલી કરોડોની ખંડણી માંગવામાં આવી છે. પરિવાર કેન્યા અથવા ઈથોપિયામાં બંધક હોવાની આશંકા વચ્ચે અમદાવાદ પોલીસે એજન્ટોને ઝડપી તપાસ શરૂ કરી છે. આ મામલે ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે અને સરકાર પીડિત પરિવારને મદદ કરશે તેવી હૈયાધારણા આપી હોવાની વિગતો સામે આવી છે. લંડન જતા પરિવારને બંધક બનાવામાં આવ્યો એજન્ટ મારફતે વિદેશ જતા લોકો સાવધાન થઈ જજો. અમદાવાદનો વધુ એક પરિવાર વિદેશમાં ફસાયો છે. ગોમતીપુરના પરિવારને 20 એપ્રિલે દિલ્હીથી શ્રીલંકા અને ત્યાંથી દુબઈ લઈ જવામાં આવ્યો હતો. આ પરિવારના પુત્રનો ફોટો અમદાવાદમાં રહેતા પરિવારજનોને મોકલવામાં આવ્યો હતો. લોહિથી લથપથ દેખાતા પુત્રનો ફોટો જોઈને પરિવાર ચોંકી ગયો હતો. પરિવારને બંધક બનાવનારાએ પુત્રનો ફોટો મોકલીને એક કરોડની ખંડણી માંગી હતી. ત્યાર બાદ એજન્ટોએ 1.50 કરોડ અને બાદમાં 70 લાખ રૂપિયાની માગ કરી હતી. ગોમતીપુરમાં રહેતા દંપતી અને બે પુત્રો દુબઈ પહોંચ્યા બાદ ગુમ થયાં છે. અમદાવાદ પોલીસે એજન્ટોને ઝડપી પૂછપરછ શરુ કરી ગોમતીપુરનો આ પરિવાર લંડન જવા માટે નીકળ્યો હતો પણ તેમને દિલ્હીથી શ્રીલંકા અને ત્યાંથી દુબઈ લઈ જવાયો હતો. ખંડણીખોરોએ પૈસા તેમના માણસો થકી મોકલવા સૂચના આપી હતી. આ પરિવારને કેન્યા કે ઈથોપિયામાં બંધક બનાવવામાં આવ્યો હોવાની આશંકા છે. લંડન પહોંચવા પ્રતિ વ્યક્તિ 25 લાખની ખંડણી માંગવામાં આવી છે. અમદાવાદ પોલીસે એજન્ટોને ઝડપી પૂછપરછ શરુ કરી છે. આ પણ વાંચોઃ Ahmedabad News: PCR વાનના પોલીસકર્મીએ કિશોરને લાફો માર્યાનો વીડિયો વાયરલ, જાહેરમાં દાદાગીરી કરતાં લોકોમાં રોષ

Read Full Story arrow_forward