Banaskantha: ધાનેરા શહેરમાં બાળકો અને અપંગ વ્યક્તિઓ માટે ડે કેર સેન્ટરનો પ્રારંભ
ઉત્તર ગુજરાતમાં સમાવિષ્ટ વિકાસ અને પુનર્વસન સેવાઓ તરફ્ એક મહત્વપૂર્ણ પગલું 9 મે 2026 ના રોજ ધાનેરા ખાતે બાળકો અને અપંગ વ્યક્તિઓ માટે રત્નમણિ ફઉન્ડેશન પુનર્વસન ડે કેર સેન્ટરના ઉઘ્દાટન કરવામાં આવશે.આ કેન્દ્ર રત્નમણિ ફઉન્ડેશનના નાણાકીય સહાયથી શક્ય બન્યું છે અને અપંગતા પુનર્વસન ક્ષેત્રમાં કાર્યરત ભારતની અગ્રણી સંસ્થાઓમાંની એક, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન(BPA)દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. કેન્દ્ર માટે જગ્યા શાહ રામચંદ્ર સ્વરાજભાઈ જનરલ હોસ્પિટલ - ધાનેરા આરોગ્ય સમિતિ દ્વારા ઉદારતાથી પૂરી પાડવામાં આવી છે, જે સમુદાય કલ્યાણ માટે સહયોગની મજબૂત ભાવનાને પ્રતિબિંબિત કરે છે. 80 અપંગ બાળકો અને પુખ્ત વયના લોકોને સ્થાનિક સ્તરે હસ્તક્ષેપ, મૂલ્યાંકન અને ઉપચારની સેવાઓ મળશે. ઉઘ્દાટન સમારોહમાં માનનીય ગુજરાત સરકારના વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પરિવહન મંત્રી પ્રવિણ માળી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોમાં ધારાસભ્ય માવજી દેસાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલનો સમાવેશ થાય છે. રત્નમણિ ગ્રુપ ઓફ્ કંપનીઝના પ્રમોટર્સ પ્રકાશભાઈ અને જયંતિભાઈ સંઘવી, રત્નમણિ ફઉન્ડેશનના પ્રતિનિધિઓ, ટ્રસ્ટી શૈલેષ મોરખિયા, ધાનેરા આરોગ્ય સમિતિ અને મ્ઁછના ટ્રસ્ટીઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમ સવારે 11ઃ00 વાગ્યે મહેમાનોના આગમન સાથે શરૂ થશે, ત્યારબાદ રિબન કાપવામાં આવશે અને કેન્દ્રની મુલાકાત લેવામાં આવશે.આ કાર્યક્રમ દરમિયાન, મંત્રીના હસ્તે 56 વિકલાંગ વ્યક્તિઓ (દિવ્યાંગજન) ને સ્વરોજગાર કીટ અને સહાયક ઉપકરણો આપવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward