android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: પાલનપુરમાં પથિકાશ્રામ તોડી પડાતા ભાજપના સભ્યો નારાજ
calendar_today May 9, 2026

Palanpur: પાલનપુરમાં પથિકાશ્રામ તોડી પડાતા ભાજપના સભ્યો નારાજ

બનાસકાંઠા જિલ્લા પંચાયતનું પથિકાશ્રામનું બિલ્ડિંગ તોડી પાડવાનો વિવાદ વકર્યો છે.વિગત એવી છે કે જિલ્લા પંચાયતમાં હવે ભાજપની બોડી આવી છે અને ભાજપ શાસિત જિલ્લા પંચાયતના સભ્યો અહિં સત્તા સંભાળે તે પહેલા જ જિલ્લા પંચાયતના પથિકાશ્રામની બિલ્ડિંગ તોડી પાડવામાં આવી છે. નવાઈ એ વાતની છે કે જિલ્લા પંચાયતના કોંગ્રેસના શાસન સમયે કલેકટર કચેરી બહાર લઈ જવા અંગે નિર્ણય લેવાતા કોંગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કરી અને જરૂર પડે તો પથિકાશ્રામની જમીન આપી અને તેની સામે અન્ય જગ્યાએ જમીન ફાળવવા માટે ઠરાવ કર્યો હતો પરંતુ છેલ્લા અઢી વર્ષથી જિલ્લા પંચાયતમાં વહીવટદાર શાસન આવ્યું અને વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરની નિમણુંક કરવામાં આવી હતી ત્યારે વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરે આ બિલ્ડિંગ તોડી પાડવાનો નિર્ણય લીધો અને તેની સામે કોઈ નવી જગ્યા ફાળવવામાં આવી નથી આથી હવે બીજી તરફ જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યુ છે. આમ તો 21 વર્ષ બાદ જિલ્લા પંચાયતમાં ભાજપને સત્તા મળી છે તેવા સમયે જ જિલ્લા પંચાયતનું પથિકાશ્રામ તોડી પાડવામાં આવતા હવે વિવાદ સર્જાયો છે અને ભાજપના સભ્યોમાં નારાજગી પ્રવત્તિ રહી છે. આ બાબતે ભાજપના જ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ભગવાનભાઈ પટેલે આ મામલે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે અને જવાબદારો સામે પગલાં લેવા અને પથિકાશ્રામ માટે ઝડપથી નવું પથિકાશ્રામ બને તે માટે લેખિતમાં રજૂઆત કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: ભાભરના હિરપુરા વિસ્તારમાંથી 1,169 બોટલ દારૂ ઝડપાયો
calendar_today May 9, 2026

Banaskantha: ભાભરના હિરપુરા વિસ્તારમાંથી 1,169 બોટલ દારૂ ઝડપાયો

પેરોલ ફ્લો સ્કોડ વાવ થરાદ પોલીસ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી એક સ્વીફ્ટ કાર માંથી રૂ.2.68 લાખનો પરપ્રાંતિય દારૂ ઝડપી પાડયો છે કાર મુકીને આરોપી ફ્રાર થઈ ગયો છે.જાણવા મળતી વિગત મુજબ વાવ થરાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડના ઈનચાર્જ પીઆઈ એ.જી. રબારી, પીએસઆઇ એસબી રાજગોર, પીએલ આહીર અને પોલીસ સ્ટાફ્ના માણસો ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો , વચગાળાના જામીન ઉપરથી ફ્રાર આરોપીઓની તલાસ ઉપર હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભાભર થી હિરપુરા જવાનાં રસ્તા પાસે સ્વીફ્ટ કાર નંબર GJ-38BA5747 ના ચાલક પોલીસને જોઈને કાર મુકીને તકનો લાભ લઈ ભાગી ગયો હતો પોલીસે કારની તલાશી લેતા કારમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ મળી આવ્યો હતો. પકડાયેલ મુદામાલને ભાભર પોલીસ સ્ટેશન ખાતે લાવીને ગણતરી કરતા પરપ્રાંતિય દારૂની બોટલો નંગ 1169 જેની કિ.રૂ. 2,68,581 અને કારની કિંમત રૂ 3 લાખ મળી કુલ કિ રૂ.5,68,581 નો મુદામાલ કબ્જે કરી ફ્રાર થયેલા આરોપી સામે ભાભર પોલીસ સ્ટેશનને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: મુંબઈથી પોતાના વતન આવેલા આધેડને ગાયે 15 મિનિટ સુધી લાતો અને શીંગડા મારી ઈજાગ્રસ્ત કર્યા
calendar_today May 9, 2026

Palanpur: મુંબઈથી પોતાના વતન આવેલા આધેડને ગાયે 15 મિનિટ સુધી લાતો અને શીંગડા મારી ઈજાગ્રસ્ત કર્યા

મુળ પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલમાં મુંબઈ ખાતે રહેતા અમૃતભાઈ શંકરભાઈ પટેલ તેમના પાલનપુર ખાતે હાઈવે પર વૃંદાવન સોસાયટીમાં રહેતા સગાને ત્યાં મળવા આવેલા હતા. તે દરમ્યાન ગાય રસ્તામાં તેમના પર હુમલો કરી અને એટલી હદે ઈજાઓ કરી કે તેમને હોસ્પિટલાઈઝ કરવા પડયા હતા. બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે પાલનપુર શહેરમાં રખડતા ઢોર માટે ઢોરનો ડબ્બો બનાવવામાં આવેલો હતો તેમજ રખડતા ઢોરને પકડી અને પાંજરે પુરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. આમ છતાં પણ શહેરમાં હજુ સુધી ઠેર ઠેર રખડતા ઢોરનો અડ્ડો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક સોસાયટીમાં રાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં રખડતા ઢોરનું ટોળું જોવા મળી રહ્યું છે. દરમ્યાન અવારનવાર રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત થયેલા લોકો અને અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત પણ નીપજ્યા છે. આ બાબતે નગરપાલિકા તંત્રની બેદરકારી અંગે લોકોમાં ભારે નારાજગી પ્રવત્તિ રહી છે. તેવા સંજોગોમાં પાલનપુરમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મુળ પાલનપુર તાલુકાના મડાણા ગામના અમરતભાઈ શંકરભાઈ પટેલ ધંધાર્થે મુંબઈ રહે છે અને તેઓ મુંબઈથી પાલનપુર આવ્યા હતા અને પાલનપુરમાં હાઈવે પર આવેલી વૃંદાવન સોસાયટીમાં તેઓ ઘરે જઈ રહ્યા હતા. તે વખતે ગાય તેમને શિંગડા મારી અને નીચે પછાડી દીધા હતા. નીચે પડયા બાદ ગાય તેમને રગદોળવા લાગી અને પગ વડે લાતો મારી અને એટલી હદે ઈજાઓ કરી કે તે ઉભા પણ થઈ શકતા ન હતા. તે દરમ્યાન આસપાસની સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને ગાય પાસેથી છોડાવવા માટેનો ખુબ પ્રયત્ન કર્યો પણ 15 મિનિટ સુધી આ ગાય દ્વારા હુમલો કરવામાં આવ્યો અને છેવટે લોકોએ પાણી છાંટતા ગાય ત્યાંથી દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તને 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward