android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: રાધનપુર પોલીસે ટ્રાફ્કિ ડ્રાઈવ કરી નડતરરૂપ દબાણો હટાવ્યા
calendar_today May 9, 2026

Patan: રાધનપુર પોલીસે ટ્રાફ્કિ ડ્રાઈવ કરી નડતરરૂપ દબાણો હટાવ્યા

રાધનપુર મેઇન બજારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફ્કિની સમસ્યા ઉદભવી રહી છે. આમ દુકાન આગળ જ વાહન ચાલકો આડેધડ રીતે પાર્કિંગ કરતા અન્ય રાહદારીઓ તેમજ વાહનચાલકોને બજારમાં જવામાં ભારે મુશ્કેલી સહન કરવી પડતી હતી. આમ રાધનપુર બજારમાં આડેધડ રીતે ઉભા કરી દીધેલા લારી ગલ્લાઓ ને કારણે ટ્રાફ્કિ સમસ્યા ઉદભવતી હોવાનું રાધનપુર પોલીસને ધ્યાને આવતા આજે રાધનપુર પોલીસ દ્વારા દબાણ કર્તાઓ સામે લાલા આંખ કરી છે. રાધનપુર પી.આઈ.વાધિયાએ રાધનપુર પોલીસ ટીમ દ્વારા જાહેર માર્ગ પર પાર્કિંગ કરેલા વાહન ચાલકો તેમજ દબાણ કર્તાઓ ને હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરી હતી ત્યારે રાધનપુર મેઇન બજારથી ગાયત્રી મંદિર રોડ તેમજ હેપ્પી મોલ રોડ અને હાઇવે ચાર રસ્તા થી બસ સ્ટેન્ડ સુધીના રોડ પર, અડચણરૂપ લારીઓ અને આડેધડ કરેલ બાઇકો હટાવી માર્ગો ખુલ્લા કર્યા હતા. જ્યારે મેઇન બજારમાં આડે ધડ રીતે વાહન પાર્કિંગ કર્તાઓ સામે દંડ ફ્ટકારવાની કામગીરી પણ શરૂ કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: છાપીમાં કેબલ ચોરીનો આતંક મચાવનાર બે શખ્સ ઝડપાયા
calendar_today May 9, 2026

Palanpur: છાપીમાં કેબલ ચોરીનો આતંક મચાવનાર બે શખ્સ ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસ મથક વિસ્તારમાં વણશોધાયેલા કેબલ ચોરીના ગુનાઓ આચરી તરખાટ મચાવનાર બે ચોર ઈસમોને છાપી પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી રીક્ષા સહિત કુલ રૂા.75510 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસ મહાનિરીક્ષક પરિક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક ર્ડા.જે.જે.ગામીત અને પી.આઈ. વી.પી.આહિરના માર્ગદર્શન હેઠળ છાપી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે બે શખ્સો અમરભાઈ રાજુભાઈ પટણી રહે.જ્યોતિનગર, છાપી અને વિનુભાઈ જેઠાભાઈ રહે.મહેદિપુરા માહી પાટીયા પાસે, તા.વડગામવાળાઓને રીક્ષા સાથે ઝડપી લેવાયા હતા. અને પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા બંને આરોપીઓએ છાપી પંથકમાં અલગ અલગ જગ્યાએથી કેબલ ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી રીક્ષા કિ.રૂા.70,000 અને કેબલ તથા ખુલ્લી મોટરો તથા બાળેલ વાયર કિ.રૂા.5,510 મળી કુલ રૂા.75510 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પોલીસે છાપી પોલીસ મથકમાં નોંધાયેલા કુલ પાંચ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આકરા પશ્ચિમી પવનોને કારણે ગરમીનો પારો ઉછળ્યો, હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી
calendar_today May 9, 2026

Gujarat Latest News Live : આકરા પશ્ચિમી પવનોને કારણે ગરમીનો પારો ઉછળ્યો, હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward