Banaskantha: પાંસવાળ ગામ હજુ પણ વિકાસથી વંચિત
દાંતીવાડા તાલુકાના પાંસવાળ ગામમાં સરકારના વિકાસના દાવાઓ વચ્ચે જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. 1,500થી વધુ વસ્તી ધરાવતા આ ગામમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.ગ્રામ પંચાયત સામે જ ઉકરડાનો ખડકલો જોવા મળી રહ્યો છે, સ્થાનિક યુવા આગેવાન સુમેરસિંહ દેવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, ગ્રામ પંચાયત કચેરીની સામે જ કચરાના ઢગલા ખડકાયેલા છે. ગ્રામ પંચાયતનું જાહેર શૌચાલય પણ લાંબા સમયથી બંધ હાલતમાં પડયું છે. 'સ્વચ્છ ભારત મિશન' ના દાવા વચ્ચે ગામમાં ગંદકી જ જોવા મળી રહી છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward