android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News: વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો
calendar_today May 8, 2026

Junagadh News: વિલિંગ્ડન ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા વિલિંગ્ડન ડેમમાં આજે એક કરૂણ ઘટના સામે આવી છે. ડેમની કૂંડીમાં ન્હાવા પડેલા ત્રણ પરપ્રાંતિય યુવાનો ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રતિબંધ હોવા છતાં ન્હાવા પડેલા યુવાનો કાળનો કોળિયો બનતા પરિવારમાં માતમ છવાયો છે.7 મિત્રો આવ્યા હતા ન્હાવા, 3ના શ્વાસ અદ્ધર થયા ઘટનાની મળતી માહિતી અનુસાર, કુલ 7 મિત્રોનું ટોળું વિલિંગ્ડન ડેમ ખાતે ફરવા અને સ્નાન કરવા માટે આવ્યું હતું. ડેમ વિસ્તારમાં ન્હાવાની સખત મનાઈ હોવા છતાં, આ યુવાનો કૂંડીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. સ્નાન કરતી વખતે અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી ત્રણ યુવાનો ડૂબવા લાગ્યા હતા. મિત્રોને ડૂબતા જોઈ અન્ય સાથીઓએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશનમાં એક મૃતદેહ મળ્યો ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગના તરવૈયાઓએ ડેમની કૂંડીમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેને પંચનામું કરી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અન્ય બેની શોધખોળ અને પરિવારમાં શોક હજુ પણ અન્ય બે યુવાનો લાપતા છે, જેમને શોધવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં જોખમી રીતે ન્હાવા પડતા લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. આ પણ વાંચો - Junagadh News: DYSP ઓફિસ પાસે SOGનો સપાટો, 5 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

Read Full Story arrow_forward
West Bengal:ભાજપ સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજના લાગુ, મમતાની 'સ્વાસ્થ્ય સાથી યોજના'થી કેટલી અલગ છે?
calendar_today May 8, 2026

West Bengal:ભાજપ સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજના લાગુ, મમતાની 'સ્વાસ્થ્ય સાથી યોજના'થી કેટલી અલગ છે?

પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. શનિવારે ભાજપ સરકારના શપથ ગ્રહણ બાદ મુખ્યમંત્રી અને નવી કેબિનેટ પ્રથમ બેઠકમાં જ કેન્દ્રની મહત્વાકાંક્ષી 'આયુષ્માન ભારત' યોજનાને મંજૂરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું આ વચન હવે હકીકત બનવા જઈ રહ્યું છે, જેનાથી બંગાળ અને કેન્દ્ર વચ્ચે વર્ષોથી ચાલી આવતો વિવાદનો અંત આવશે.કેમ અટકી હતી આ યોજના?મમતા બેનર્જી સરકારે અગાઉ આ યોજનાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. મુખ્ય વિવાદ ફંડિંગના મોડલ (60:40) અને કાર્ડ પર વડાપ્રધાનની તસવીરને લઈને હતો. મમતા સરકારે આક્ષેપ કર્યો હતો કે 40% ખર્ચ રાજ્ય ભોગવે છે, છતાં કેન્દ્ર એકલા હાથે શ્રેય લેવા માંગે છે. આથી, તેમણે રાજ્યની પોતાની 'સ્વાસ્થ્ય સાથી' યોજના શરૂ કરી હતી.આયુષ્માન ભારત vs સ્વાસ્થ્ય સાથી યોજનાવ્યાપ: આયુષ્માન ભારત યોજનાનો સૌથી મોટો ફાયદો તેની 'પોર્ટેબિલિટી' છે. એટલે કે, બંગાળનો દર્દી દેશના કોઈપણ ખૂણે આવેલી 36,000 થી વધુ પેનલ હોસ્પિટલમાં મફત સારવાર કરાવી શકશે. જ્યારે 'સ્વાસ્થ્ય સાથી' મુખ્યત્વે રાજ્ય પૂરતી મર્યાદિત હતી.વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ લાભ: આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને આવકની મર્યાદા વગર 5 લાખ રૂપિયાનું વધારાનું ટોપ-અપ કવર મળે છે.લાભાર્થી પસંદગી: સ્વાસ્થ્ય સાથી યોજના રાજ્યની તમામ જનતા માટે હતી, જ્યારે આયુષ્માન ભારત સામાજિક-આર્થિક વસ્તી ગણતરી (SECC) અને ચોક્કસ જરૂરિયાતોના આધારે લાભ આપે છે. જોકે, ભાજપ સરકાર આ યોજનાને વ્યાપક બનાવી રાજ્યના દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.આ પણ વાંચો:North Korea:ઉત્તર કોરિયાનો ખતરનાક નિયમ,કિમ જોંગ ઉનની હત્યાના કિસ્સામાં સેના આપમેળે કરશે પરમાણુ હુમલો!

Read Full Story arrow_forward
TamilNadu:તમિલનાડુમાં 'થલાપતિ' યુગનો પ્રારંભ,9 મેના વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
calendar_today May 8, 2026

TamilNadu:તમિલનાડુમાં 'થલાપતિ' યુગનો પ્રારંભ,9 મેના વિજય મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

 તમિલનાડુના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. ટીવીકે (TVK) પ્રમુખ અને લોકપ્રિય અભિનેતા થલાપતિ વિજય આવતીકાલે એટલે કે શનિવારે સવારે 11 વાગ્યે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. વિજયે બહુમતી ધારાસભ્યોના હસ્તાક્ષરવાળી યાદી રાજ્યપાલ આર.વી. અર્લેકરને સોંપી દીધી છે, જેનાથી તેમની તાજપોશીનો માર્ગ મોકળો થયો છે.રાજકીય ખેંચતાણ અને સમર્થનછેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા રાજકીય હંગામા બાદ આખરે ચિત્ર સ્પષ્ટ થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયે રાજ્યપાલ સાથે ત્રીજી વખત મુલાકાત કરી હતી અને હાલમાં તેમને 118 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. જોકે, છેલ્લી ઘડીએ કેટલીક અડચણો જોવા મળી હતી, જેમાં VCK, AMMK અને IUML ના ધારાસભ્યોને સાથે લાવવા માટે હજુ પણ વાટાઘાટો ચાલી રહી હોવાનું મનાય છે.ચેન્નઈમાં વિજય ઉત્સવશુક્રવાર સાંજથી જ વિજયના ચેન્નઈ સ્થિત નિવાસસ્થાનની આસપાસ 'ટીવીકે, ટીવીકે' ના નારા ગુંજી રહ્યા છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયના ચાહકો અને પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમિલનાડુના આગામી મુખ્યમંત્રી તરીકે વિજયની પસંદગી થતા રાજ્યભરમાં ઉજવણીનો માહોલ છે. આવતીકાલનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રહેવાની શક્યતા છે, જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ હાજરી આપી શકે છે.આ પણ વાંચો:West Bengal:ભાજપ સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન યોજના લાગુ, મમતાની 'સ્વાસ્થ્ય સાથી યોજના' તેનાથી કેટલી અલગ છે?

Read Full Story arrow_forward