android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : સુરત SBI લૂંટના આરોપીનું પોલીસ પર ફાયરિંગ, વળતા જવાબમાં પોલીસે કર્યો ગોળીબાર
calendar_today May 8, 2026

Gujarat Latest News Live : સુરત SBI લૂંટના આરોપીનું પોલીસ પર ફાયરિંગ, વળતા જવાબમાં પોલીસે કર્યો ગોળીબાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
સુરત SBI 50 લાખ લૂંટ કેસના આરોપીને પોલીસે મારી ગોળી
calendar_today May 8, 2026

સુરત SBI 50 લાખ લૂંટ કેસના આરોપીને પોલીસે મારી ગોળી

સુરત શહેરની એસબીઆઈ (SBI) બેંકમાં થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં આજે તપાસ દરમિયાન લોહિયાળ દ્રશ્યો સર્જાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે મુખ્ય આરોપી શુભમ સિંગને લઈને હથિયાર અને બાઈક રિકવર કરવા ગઈ હતી, ત્યારે આરોપીએ પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.જમીનમાં દાટેલું હથિયાર કાઢી પોલીસ પર કર્યું ફાયરિંગસુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ લૂંટમાં વપરાયેલું હથિયાર અને બાઈક શોધવા માટે આરોપી શુભમ સિંગને કિમના કન્યાસી ગામની સીમમાં લઈ ગઈ હતી. અહીં આરોપીએ જમીનમાં હથિયાર દાટ્યું હોવાની કબૂલાત કરી હતી. જોકે, રિકન્સ્ટ્રક્શન અને તપાસ દરમિયાન ચાલાકી વાપરી શુભમે દાટેલું હથિયાર કાઢી સીધું પોલીસ ટીમ પર ફાયરિંગ કરી દીધું હતું. પોલીસની વળતી કાર્યવાહી: આરોપીના પગમાં ઝીંકી ગોળી આરોપી દ્વારા અચાનક કરવામાં આવેલા ફાયરિંગથી પોલીસ સતર્ક થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે પોતાના બચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં મુખ્ય આરોપી શુભમ સિંગના પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા જ આરોપી ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ આરોપીને સારવાર માટે કિમ ખાતેની પ્રાથમિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની તપાસ તેજ નોંધનીય છે કે, 50 લાખની લૂંટના આ કેસમાં પોલીસ તમામ પુરાવાઓ એકત્રિત કરી રહી છે. આજે હથિયાર રિકવરી સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો - Surat : SBI બેંક લૂંટનો ભેદ ઉકેલાયો, UPથી બે આરોપી શુભમ ઠાકુર, વિકાસ સિંઘની ધરપકડ

Read Full Story arrow_forward
Anand News: બાકરોલમાં નાણાનો વરસાદ કરવાની લાલચ આપી ભાવનગરના યુવક સાથે 49.34 લાખની ઠગાઈ, તાંત્રિક વિધિના નામે ખેલ ખેલાયો
calendar_today May 8, 2026

Anand News: બાકરોલમાં નાણાનો વરસાદ કરવાની લાલચ આપી ભાવનગરના યુવક સાથે 49.34 લાખની ઠગાઈ, તાંત્રિક વિધિના નામે ખેલ ખેલાયો

આણંદ જિલ્લાના બાકરોલ વિસ્તારમાં અંધશ્રદ્ધાના બહાને મોટી છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના એક યુવકને તાંત્રિક વિધિ દ્વારા 'નાણાનો વરસાદ' કરવાની લાલચ આપી કુલ રૂપિયા 49.34 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.તાંત્રિક વિધિ બતાવી વિશ્વાસમાં લીધો ઘટનાની મળતી વિગતો અનુસાર, બાકરોલના પઠાણવાડા વિસ્તારમાં રહેતા મહેમુદખાન અશરફખાન પઠાણ નામના શખ્સે ભાવનગરના યુવકને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આરોપીએ યુવકને પોતાના ઘરે અને ફાર્મહાઉસ પર બોલાવી તાંત્રિક વિધિ કરી હતી. આ દરમિયાન તેણે રૂ. 14 લાખની નોટોનો વરસાદ થતો હોવાનું બતાવી યુવકનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ અલગ-અલગ બહાને કુલ રૂ. 49,34,000 પડાવી લીધા હતા. DySP અને FSL દ્વારા તપાસનો દોર છેતરપિંડીનો અહેસાસ થતા ભોગ બનનાર યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી (DySP) અને FSLની ટીમે તાત્કાલિક બાકરોલ સ્થિત આરોપીના ઘર અને ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. નોટોનો વરસાદ બતાવવા માટે આરોપીએ કઈ ટેકનિક કે કરામત વાપરી હતી તે દિશામાં પણ એફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે મહેમુદખાન પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે નાણાની લાલચ અને અંધશ્રદ્ધા માણસને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે. આ પણ વાંચો - સુરત SBI 50 લાખ લૂંટ કેસના આરોપીને પોલીસે મારી ગોળી

Read Full Story arrow_forward