android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : CMના હસ્તે સુગમ પોર્ટલ લોન્ચ કરાયું, 20 સરકારી સેવાઓ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે
calendar_today May 8, 2026

Gujarat Latest News Live : CMના હસ્તે સુગમ પોર્ટલ લોન્ચ કરાયું, 20 સરકારી સેવાઓ હવે ઘરે બેઠા ઓનલાઈન મળશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat News: પુણામાં 24 કલાકમાં બીજી હત્યા, મેસેજમાં છેડતી બાબતે મિત્રએ જ મિત્રને કાતરના ઘા ઝીંકી પતાવી દીધો
calendar_today May 8, 2026

Surat News: પુણામાં 24 કલાકમાં બીજી હત્યા, મેસેજમાં છેડતી બાબતે મિત્રએ જ મિત્રને કાતરના ઘા ઝીંકી પતાવી દીધો

ડાયમંડ સિટી સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ હત્યારાઓ બેફામ બન્યા છે. સુરતના પુણા પોલીસ મથકની હદમાં છેલ્લા 24 કલાકમાં જ હત્યાનો બીજો બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાયો છે.મેસેજમાં છેડતી બાબતે ખેલાયો લોહિયાળ ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, પુણા પોલીસ મથક નજીક જ આ હત્યાની ઘટના બની છે. જેમાં પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મેસેજમાં છેડતી કરવા જેવી સામાન્ય બાબતે બે મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો કે, આવેશમાં આવીને એક મિત્રએ બીજા મિત્ર પર કાતર વડે હિંસક હુમલો કરી દીધો હતો. 24 કલાકમાં બીજી હત્યાથી પોલીસ દોડતી થઈ કાતરના જીવલેણ ઘા વાગવાને કારણે યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે, પુણા વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં આ બીજી હત્યાની ઘટના છે, જેને પગલે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી, હત્યારા મિત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના ગ્રાફને પગલે નાગરિકોમાં સુરક્ષાને લઈ ચિંતા જોવા મળી રહી છે. આ પણ વાંચો - Surat: પાલતુ કૂતરાઓ રાખતા અને ડુંગરામાં છુપાતા આરોપીઓને પોલીસે ફિલ્મી ઢબે દબોચ્યા, મોહનીયા ગેંગના સૂત્રધારો ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabadમાં વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર, મેડિકલ તપાસ બાદ પોલીસ સ્ટેશનના દરવાજેથી જ છૂ મંતર!
calendar_today May 8, 2026

Ahmedabadમાં વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર, મેડિકલ તપાસ બાદ પોલીસ સ્ટેશનના દરવાજેથી જ છૂ મંતર!

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસની સુરક્ષા અને કામગીરી પર સવાલો ઉભા કરતી ઘટના બની છે. પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી અશોક ડાભાણી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. ગત મોડી રાત્રે આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ તેને પરત પોલીસ સ્ટેશન લાવી, ત્યારે ગાડીમાંથી ઉતરતા સમયે દરવાજા પાસે જ પોલીસને ચકમો આપી તે ભાગી છૂટ્યો હતો.સગીરાને ભગાડી જવાની ફરિયાદ બાદ થઈ હતી ધરપકડ આરોપી અશોક ડાભાણી વિરુદ્ધ ગત 7મી મેના રોજ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તેના પર આરોપ હતો કે તે એક 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આબુ ભગાડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, જેલના સળિયા પાછળ પહોંચે તે પહેલા જ તે ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત ગણાતા સ્થળ પાસેથી જ ગંભીર ગુનાનો આરોપી ફરાર થઈ જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ, અલગ-અલગ ટીમો મેદાનેકયા સંજોગોમાં અને કોની બેદરકારીથી આરોપી ભાગવામાં સફળ રહ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. રેલવે સ્ટેશન, એસ.ટી. સ્ટેશન અને તેના સંભવિત રહેઠાણો પર વોચ ગોઠવવામાં આવી છે. આસપાસના CCTV ફૂટેજ તપાસી તેની દિશા જાણવા પ્રયાસો થઈ રહ્યા છે. સબસલામતના દાવા કરતી અમદાવાદ પોલીસના હાથેથી આરોપી આ રીતે છટકી જતાં પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. હવે પોલીસ કેટલી ઝડપથી આ આરોપીને ફરી પાંજરે પૂરે છે તે જોવાનું રહ્યું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward