android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: હવે સરકારી કચેરીઓના ધક્કા બંધ! CMના હસ્તે ‘સુગમ પોર્ટલ’ લોન્ચ, આ 20 સેવા થઈ ઓનલાઈન
calendar_today May 8, 2026

Gandhinagar News: હવે સરકારી કચેરીઓના ધક્કા બંધ! CMના હસ્તે ‘સુગમ પોર્ટલ’ લોન્ચ, આ 20 સેવા થઈ ઓનલાઈન

રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધામાં વધારો કરવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે 'સુગમ પોર્ટલ' (Sugam Portal) લોન્ચ કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રીની હાજરીમાં આ ક્રાંતિકારી ડિજિટલ પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.વચેટીયા રાજનો અંત, પેપરલેસ ગવર્નન્સનો પ્રારંભ સુગમ પોર્ટલના આવવાથી હવે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું કે એજન્ટોના ધક્કા ખાવા એ ભૂતકાળ બની જશે. આ પોર્ટલ સંપૂર્ણપણે ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ મોડલ પર કામ કરશે. નાગરિકો હવે ઘરે બેઠા 20 જેટલી વિવિધ સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે અને પોતાની અરજીની સ્થિતિ (Status) પણ ટ્રેક કરી શકશે. 5 મહત્વના વિભાગની 20 સેવાઓ આવરી લેવાઈ આ પોર્ટલ અંતર્ગત મુખ્યત્વે મહેસૂલ, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય, કાયદા અને આદિજાતિ વિકાસ વિભાગની સેવાઓનો સમાવેશ થાય છે. મુખ્ય સેવાઓની યાદી રેશનકાર્ડ સેવાઓ: નવું રેશનકાર્ડ, નામ ઉમેરવું કે કમી કરવું, સુધારો અને ડુપ્લીકેટ રેશનકાર્ડ પ્રમાણપત્રો: જાતિના દાખલા (SC/ST/SEBC), નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ, આવકના પ્રમાણપત્ર અને EWS સર્ટિફિકેટ અન્ય સેવાઓ: સોગંદનામું અને નકલ માટેની વિનંતી છેવાડાના માનવી માટે આશીર્વાદરૂપ સુગમ પોર્ટલ દ્વારા છેવાડાના ગામડાનો નાગરિક પણ સહેલાઈથી પોતાના દસ્તાવેજોમાં સુધારો કે નવી માહિતી મેળવી શકશે. ડિજિટલ માધ્યમથી અરજી થતી હોવાથી કાગળનો વપરાશ ઘટશે, જે પર્યાવરણના જતન માટે પણ મહત્વનું પગલું છે. હવે નાગરિકોના આંગળીના ટેરવે સરકારી સુવિધાઓ ઉપલબ્ધ બનતા સમય અને નાણાં બંનેની બચત થશે. આ પણ વાંચો - Gandhinagar News: ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર, વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

Read Full Story arrow_forward
Kutch News: શેખરણપીર ટાપુ નજીકથી ચરસના વધુ 20 બિનવારસી પેકેટ મળ્યા, કોસ્ટગાર્ડનું સઘન સર્ચ ઓપરેશન
calendar_today May 8, 2026

Kutch News: શેખરણપીર ટાપુ નજીકથી ચરસના વધુ 20 બિનવારસી પેકેટ મળ્યા, કોસ્ટગાર્ડનું સઘન સર્ચ ઓપરેશન

કચ્છના દરિયાઈ સીમાડેથી બિનવારસી નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભારતીય કોસ્ટગાર્ડ (ICG) ની ટીમ જ્યારે દરિયામાં રૂટિન પેટ્રોલિંગ પર હતી, ત્યારે શેખરણપીર ટાપુ નજીકથી શંકાસ્પદ પેકેટો નજરે પડ્યા હતા. તપાસ કરતા આ પેકેટોમાંથી ચરસનો જથ્થો હોવાનું બહાર આવ્યું હતું. કોસ્ટગાર્ડે તાત્કાલિક અસરથી આ 20 પેકેટ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.છેલ્લા કેટલાક દિવસોથી સતત મળી રહ્યા છે ડ્રગ્સના પેકેટ નોંધનીય છે કે છેલ્લા થોડા દિવસોથી કચ્છના અલગ-અલગ દરિયા કિનારેથી સતત આવા બિનવારસી પેકેટ મળી રહ્યા છે. સમુદ્રના મોજા સાથે તણાઈને કિનારે આવતા આ પેકેટોને કારણે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની મોટી હેરાફેરી થઈ રહી છે અથવા પકડાઈ જવાની બીકે સ્મગલરો દ્વારા આ જથ્થો દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હોઈ શકે છે. સીમાવર્તી વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર એકપછી એક મળી રહેલા ચરસના જથ્થાને પગલે કચ્છના સમગ્ર દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે. કોસ્ટગાર્ડ, બીએસએફ (BSF) અને મરીન પોલીસ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખી શકાય. હાલમાં આ ડ્રગ્સ કયા દેશનું છે અને તેના તાર ક્યાં જોડાયેલા છે તે અંગે એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar News: મધદરિયે કાર્ગો શિપમાં ફિલિપાઈન્સના ખલાસીનું મોત, કોસ્ટગાર્ડની મદદ છતાં જીવ ન બચ્યો
calendar_today May 8, 2026

Porbandar News: મધદરિયે કાર્ગો શિપમાં ફિલિપાઈન્સના ખલાસીનું મોત, કોસ્ટગાર્ડની મદદ છતાં જીવ ન બચ્યો

અરબી સમુદ્રમાં પોરબંદરથી આશરે 250 નોટિકલ માઈલ દૂર એક વિદેશી ખલાસીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. સિંગાપુરથી યુએઈ (UAE) જઈ રહેલા એક વિશાળ કાર્ગો કન્ટેનર શિપમાં આ દુર્ઘટના સર્જાઈ હતી.મધદરિયે સર્જાઈ મેડિકલ ઈમરજન્સી ઘટનાની મળતી વિગતો અનુસાર, શિપમાં ફરજ બજાવતા ફિલિપાઈન્સના ક્રૂ મેમ્બર રેક્સ એથોની ઈનસીઓનગ અચાનક બેભાન થઈ ગયા હતા. જહાજ પર મેડિકલ ઈમરજન્સી જાહેર કરવામાં આવતા જ ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. કોસ્ટગાર્ડની ટીમ દરિયામાં પહોંચી હતી અને બેભાન ખલાસીને તાકીદે સારવાર માટે પોરબંદર કાંઠે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચતા જ મૃત જાહેર કરાયા કોસ્ટગાર્ડ દ્વારા ખલાસીને પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે, જોકે મોતનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. એમ્બેસી અને કંપનીને કરાઈ જાણ આ ઘટના અંગે સંબંધિત શિપિંગ કંપની અને ફિલિપાઈન્સની એમ્બેસીને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હાલ પોરબંદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી નાગરિકનું મોત હોવાથી આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ મૃતદેહને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો - Porbandar News: ભાણવડના જંગલોમાં સિંહ ગર્જના! સફારી દરમિયાન પ્રવાસીઓને એકસાથે પાંચ સિંહોના થયા દર્શન

Read Full Story arrow_forward