android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના સીમાડા નાકા પાસે કારમાં લાગી ભીષણ આગ, રસ્તા પર અફરાતફરી અને ભારે ટ્રાફિક જામ
calendar_today May 8, 2026

Suratના સીમાડા નાકા પાસે કારમાં લાગી ભીષણ આગ, રસ્તા પર અફરાતફરી અને ભારે ટ્રાફિક જામ

સુરતના વ્યસ્ત ગણાતા સીમાડા નાકા વિસ્તારમાં આજે એક ચાલુ કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કારમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની ભયાનક જ્વાળાઓ નીકળતી જોઈ આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ચાલુ કારમાં અચાનક લાગેલી આ આગને કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા આમ-તેમ ભાગવા લાગ્યા હતા.લોકોના ટોળા ઉમટતા રસ્તા પર ચક્કાજામ આગની ઘટનાને પગલે કુતૂહલવશ અને મદદ માટે રોડ પર લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. એક તરફ કાર ભડભડ સળગી રહી હતી અને બીજી તરફ લોકોની ભીડ જમા થતા સીમાડા નાકા પાસે ભારે ચક્કાજામ સર્જાયો હતો. વાહનોની લાંબી લાઈનો લાગતા વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા. ટ્રાફિક અને આગ પર કાબૂ મેળવવા કવાયત આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં કાર આખેઆખી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આગ લાગતા જ કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી નીચે ઉતરી ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengal CM: શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, 9મેએ લેશે શપથ
calendar_today May 8, 2026

West Bengal CM: શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, 9મેએ લેશે શપથ

પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ બાદ ભાજપની સરકાર આવી છે. આજે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.  શુભેન્દુ અધિકારી બીજેપી ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. તેઓ આવતી કાલે 9 મેના રોજ બંગાળના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આવતી કાલે 11 વાગે બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. 9મેએ શુભેન્દુ અધિકારી લેશે સીએમ પદના શપથપાર્ટીએ સુવેન્દુ અધિકારીને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે, અને તેઓ બંગાળના આગામી મુખ્યમંત્રી બનવા માટે તૈયાર છે. અમિત શાહ અને મોહન ચરણ માઝીની હાજરીમાં યોજાયેલી આ બેઠક દરમિયાન તેમના નામને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી. સુભેન્દુ અધિકારી આવતીકાલે - 9 મે - કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 11:00 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લેશે. 8 પ્રસ્તાવમાં એક જ નામ હતું- અમિત શાહ અમિત શાહે કહ્યુકે 8 સમર્થન અને પ્રસ્તાવ મળ્યા છે. બધામાં એક જ નામુ મળ્યુ છે. બીજા નામ માટે પણ સમય આપવામાં આવ્યો પરંતુ કોઇ બીજુ નામ ન આવ્યું. આથી હું શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરું છું. અમિત શાહે તેમની ફુલની માળા પહેરાવી અને મા દુર્ગાની પ્રતિમા આપીને તેમને અભિનંદન પાઠવ્યા. ભવ્ય હશે શપથગ્રહણ સમારોહ 9 મે - બંગાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે રવિન્દ્ર જયંતિની ઉજવણી કરે છે. આ શુભ પ્રસંગે રાજ્યની પ્રથમ ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે - જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા શુભેન્દુ અધિકારી ઉપરાંત - બે નાયબ મુખ્યમંત્રીઓની નિમણૂક કરવાની પણ ચર્ચા થઈ રહી છે, જે રાજ્યમાં નવી રાજકીય ગતિશીલતા લાવી શકે છે. બંગાળના રાજ્યપાલ આર.એન. રવિએ 7 મેના રોજ રાજ્ય વિધાનસભા ભંગ કરી દીધી હતી. *કોલકાતા ગેઝેટ* માં પ્રકાશિત એક સત્તાવાર સૂચનાને ટાંકીને, એવું નોંધાયું છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ વિધાનસભા ભંગ કરવાનું આ પગલું લેવામાં આવ્યું હતું.

Read Full Story arrow_forward
MS Dhoni: ટેક્સ ભરવામાં પણ ધોની નંબર-1,બિહાર-ઝારખંડમાં ચૂકવ્યો 50 કરોડથી વધુનો ટેક્સ!
calendar_today May 8, 2026

MS Dhoni: ટેક્સ ભરવામાં પણ ધોની નંબર-1,બિહાર-ઝારખંડમાં ચૂકવ્યો 50 કરોડથી વધુનો ટેક્સ!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટના મેદાન બાદ હવે ટેક્સની દુનિયામાં પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા હોવા છતાં, 'થાલા'ની કમાણીમાં કોઈ ઘટાડો થયો નથી. તાજેતરના અહેવાલો અનુસાર, ધોની બિહાર અને ઝારખંડ રાજ્યમાં વ્યક્તિગત શ્રેણીમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર કરદાતા બન્યા છે.50 કરોડથી વધુનો એડવાન્સ ટેક્સધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હોય, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ, આઈપીએલ (IPL) અને વિવિધ બિઝનેસ વેન્ચર્સ દ્વારા તેમની આવક સતત વધી રહી છે. મુખ્ય આવકવેરા કમિશનર ડો. ડી. સુધાકર રાવના જણાવ્યા અનુસાર, ધોનીએ ગત નાણાકીય વર્ષમાં 50 કરોડ રૂપિયાથી વધુનો એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે. આ આંકડો દર્શાવે છે કે નિવૃત્તિ પછી પણ તેમની આર્થિક મજબૂતી યથાવત છે.બિહાર-ઝારખંડમાં રેકોર્ડ ટેક્સ કલેક્શનનાણાકીય વર્ષ 2025-2026 દરમિયાન બિહાર અને ઝારખંડમાં કુલ 20,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક ટેક્સ કલેક્શન થયું છે. જેમાં ઝારખંડનો ફાળો 12,000 કરોડ રૂપિયા રહ્યો છે. ખાસ વાત એ છે કે આ કુલ કલેક્શનના અંદાજે 70 ટકા રકમ સીધી ટીડીએસ (TDS) દ્વારા જમા થઈ છે. સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL) અને બીસીસીએલ (BCCL) જેવી સરકારી કંપનીઓએ પણ સરકારી તિજોરીમાં મોટું યોગદાન આપ્યું છે.ટેક્સ રિટર્ન ભરનારાઓની ઓછી સંખ્યાઆંકડાઓ એક ચોંકાવનારી હકીકત પણ દર્શાવે છે. બિહાર અને ઝારખંડમાં અંદાજે 5.5 કરોડ લોકો પાસે પાન કાર્ડ છે, પરંતુ તેની સામે માત્ર 40 લાખ લોકો જ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરે છે. આ તફાવતને ઘટાડવા માટે હવે આવકવેરા વિભાગ વિશેષ જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.આ પણ વાંચો:Hormuz Strait:હોર્મુઝમાં હવે વસૂલાશે 'ટોલ ટેક્સ'ઈરાનની નવી ટેક્સ એજન્સી વૈશ્વિક વેપારમાં ખળભળાટ

Read Full Story arrow_forward