Amit Shah in Kolkata: ગંગોત્રીથી ગંગા સાગર સુધી બીજેપી, કોલકાતામાં બોલ્યા અમિત શાહ
શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું કે બંગાળની જનતાને કોટી કોટી ધન્યવાદ આપવા માગુ છું. તેમણે કહ્યું કે બીજેપી અને મોદી પર ભરોસો કરીને પ્રચંડ વિજય આપ્યો છે તેના માટે ધન્યવાદ. પાર્ટી તરફથી કહેવા માગુ છું કે બંગાળની જનતાએ જે અપેક્ષા રાખી તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. સોનાર બાંગ્લાનો લક્ષ્ય લઇને ચાલીએ અને બંગાળની જનતાનો લક્ષ્ય પૂર્ણ કરીએ. અમિત શાહે કહ્યું કે આ વખતે જે જનસમર્થન મળ્યુ છે તેનો આભાર વ્યક્ત કરવા ભાજપના કાર્યકર તરીકે મારી પાસે શબ્દ નથી. મે આવો પ્રચંડ જનાદેશ જોયો નથી. પરંતુ જ્યાં ઓપોઝિશનમાં છે ત્યાં 9 જિલ્લામાં શૂન્ય સત્તાધારી દળને મળ્યુ ચે. 9 જિલ્લામાં દીદીની એક પણ બેઠક મળી નથી. બીજેપી ધારાસભ્યોની જીત સરેરાશ 28000 મતોથી થઇ છે. આઝાદી પછી સૌથી વધારે મતદાન થયુ છે. 93 ટકા મતદાન થયું છે.ચૂંટણી વખતે જ્યાં લાશોના ઢગલા થતા ત્યાં આ વખતે એક પણ મૃત્યુવગર બંને તબક્કામાં ચૂંટણી થઇ.
Read Full Story arrow_forward