android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kadi: સામૂહિક દુષ્કર્મ કેસમાં 6 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, દરેક દોષિતને 2.30 લાખનો દંડ
calendar_today May 8, 2026

Kadi: સામૂહિક દુષ્કર્મ કેસમાં 6 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, દરેક દોષિતને 2.30 લાખનો દંડ

મહેસાણા જિલ્લાની પોક્સો કોર્ટે કડીમાં સગીરા સાથે આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં તમામ 6 આરોપીઓને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ આરોપીઓ તેમના અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેશે. માર્ચ 2025ની આ ઘટનામાં ન્યાયતંત્રએ ખૂબ જ ઝડપી કાર્યવાહી કરીને પીડિતાને ન્યાય અપાવ્યો છે.શું હતી સમગ્ર ઘટના?માર્ચ 2025માં કડી વિસ્તારમાં એક સગીરાને અલગ-અલગ સ્થળે લઈ જઈ આ નરાધમો દ્વારા ગેંગરેપ આચરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ ફેલાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી હતી અને કડક ચાર્જશીટ રજૂ કરી હતી.કોર્ટમાં રજૂ કરાયા સચોટ પુરાવાસરકારી વકીલે આ કેસમાં 45 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાનીઓ રજૂ કરી હતી. કોર્ટે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને રાખીને જજ દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે.દોષિતોની યાદી અને દંડકોર્ટે 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે.સાદિક જુમ્માભાઈ બાદશાહી (અમદાવાદ),દીક્ષા ચાવડા (અમદાવાદ),ઇમરાન ફિરોજભાઈ મુલતાની (સુરેન્દ્રનગર),અકબર રહેમતભાઈ મુલતાની (સુરેન્દ્રનગર), શાહિલ ઉર્ફે ભોમાભાઈ સુરેશભાઈ શાહ (અમદાવાદ),રાહુલ નટવરલાલ રાવળ (અમદાવાદ),રોનક જગદીશભાઈ ચાવડા (ખેરવા, મહેસાણા)દરેક દોષિતને ₹2.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ કોર્ટે પીડિતાને થયેલા માનસિક અને શારીરિક આઘાત બદલ આર્થિક વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.આ પણ વાંચો: Surat: સગાઈ બાદ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો, બદનામી અને જાનથી મારવાની ધમકી આપી 5 લાખ ખંખેર્યા

Read Full Story arrow_forward
Ahmedabad: ચોમાસા પહેલા જ શહેરની સ્થિતિ બદતર, એક જ મહિનામાં પડ્યો ત્રીજો ભુવો
calendar_today May 8, 2026

Ahmedabad: ચોમાસા પહેલા જ શહેરની સ્થિતિ બદતર, એક જ મહિનામાં પડ્યો ત્રીજો ભુવો

સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસું બેસે તે પહેલા જ રસ્તાઓ પર ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. મણીનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલ નજીક અચાનક રોડ પર મસમોટો ભુવો પડતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી-મોન્સૂન એક્શન પ્લાન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.એક મહિનામાં ત્રીજો ભુવોઅમદાવાદમાં છેલ્લા એક મહિનામાં ભુવો પડવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં પણ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ બની હતી. હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ ત્યાં જ શહેરના મુખ્ય માર્ગો પર ભુવા પડવાને કારણે શહેર બદતર સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.રિપેરિંગને બદલે બેરિકેટિંગએલ.જી. હોસ્પિટલ પાસે ભુવો પડ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવાને બદલે માત્ર બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલ જેવો સંવેદનશીલ વિસ્તાર હોવાથી અહીં દર્દીઓ અને એમ્બ્યુલન્સની સતત અવરજવર રહેતી હોય છે, તેવામાં આ ભુવો કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર થીંગડા મારીને સંતોષ માને છે, જેના કારણે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે.આ પણ વાંચો: Kadi: સામૂહિક દુષ્કર્મ કેસમાં 6 આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા, દરેક દોષિતને 2.30 લાખનો દંડ

Read Full Story arrow_forward
સોશિયલ મીડિયા પર અનોખો ફેશન શો
calendar_today May 8, 2026

સોશિયલ મીડિયા પર અનોખો ફેશન શો

[null,"\u2018\u0aaa\u0ac7\u0a9f \u0a97\u0abe\u0ab2\u0abe\u2019 \u0aa8\u0abe\u0aae\u0aa8\u0ac0 \u0a86 \u0a85\u0aa8\u0acb\u0a96\u0ac0 \u0a87\u0ab5\u0ac7\u0aa8\u0acd\u0a9f \u0a88\u0aa8\u0acd\u0a9f\u0ab0\u0aa8\u0ac7\u0a9f \u0aaa\u0ab0 \u0a96\u0ac2\u0aac \u0ab5\u0abe\u0aaf\u0ab0\u0ab2 \u0aa5\u0a88 \u0ab0\u0ab9\u0ac0 \u0a9b\u0ac7.","\u0aaa\u0abe\u0ab3\u0aa4\u0ac1 \u0aaa\u0acd\u0ab0\u0abe\u0aa3\u0ac0\u0a93\u0aa8\u0ac7 \u0ab8\u0acd\u0a9f\u0abe\u0a87\u0ab2\u0abf\u0ab6 \u0a95\u0aaa\u0aa1\u0abe\u0a82 \u0aaa\u0ab9\u0ac7\u0ab0\u0abe\u0ab5\u0ac0\u0aa8\u0ac7 \u0ab0\u0ac7\u0aae\u0acd\u0aaa \u0aaa\u0ab0 \u0a89\u0aa4\u0abe\u0ab0\u0ab5\u0abe\u0aae\u0abe\u0a82 \u0a86\u0ab5\u0acd\u0aaf\u0abe \u0ab9\u0aa4\u0abe.","\u0a95\u0acb\u0a88 \u0ab6\u0acd\u0ab5\u0abe\u0aa8 \u0aac\u0acd\u0ab2\u0ac7\u0a95 \u0a9f\u0a95\u0acd\u0ab8\u0ac0\u0aa1\u0acb\u0aae\u0abe\u0a82 \u0a9c\u0acb\u0ab5\u0abe \u0aae\u0ab3\u0acd\u0aaf\u0acb \u0aa4\u0acb \u0a95\u0acb\u0a88 \u0aac\u0abf\u0ab2\u0abe\u0aa1\u0ac0 \u0a9a\u0aae\u0a95\u0aa6\u0abe\u0ab0 \u0a97\u0abe\u0a89\u0aa8\u0aae\u0abe\u0a82 \u0aa8\u0a9c\u0ab0 \u0a86\u0ab5\u0ac0.","\u0a87\u0ab5\u0ac7\u0aa8\u0acd\u0a9f\u0aa8\u0abe \u0ab5\u0ac0\u0aa1\u0abf\u0aaf\u0acb \u0a85\u0aa8\u0ac7 \u0aa4\u0ab8\u0ab5\u0ac0\u0ab0\u0acb \u0ab8\u0acb\u0ab6\u0abf\u0aaf\u0ab2 \u0aae\u0ac0\u0aa1\u0abf\u0aaf\u0abe \u0aaa\u0ab0 \u0a9d\u0aa1\u0aaa\u0aa5\u0ac0 \u0ab5\u0abe\u0aaf\u0ab0\u0ab2 \u0aa5\u0a88 \u0ab0\u0ab9\u0acd\u0aaf\u0abe \u0a9b\u0ac7","\u0aaa\u0ac7\u0a9f \u0ab2\u0ab5\u0ab0\u0acd\u0ab8 \u0aae\u0abe\u0a9f\u0ac7 \u0a86 \u0a87\u0ab5\u0ac7\u0aa8\u0acd\u0a9f \u0a96\u0abe\u0ab8 \u0a86\u0a95\u0ab0\u0acd\u0ab7\u0aa3\u0aa8\u0ac1\u0a82 \u0a95\u0ac7\u0aa8\u0acd\u0aa6\u0acd\u0ab0 \u0aac\u0aa8\u0ac0 \u0ab9\u0aa4\u0ac0","\u0aaa\u0acd\u0ab0\u0abe\u0aa3\u0ac0\u0a93\u0aa8\u0abe \u0aab\u0ac7\u0ab6\u0aa8 \u0ab8\u0acd\u0a9f\u0abe\u0a87\u0ab2\u0aa8\u0ac7 \u0a9c\u0acb\u0a88 \u0ab2\u0acb\u0a95\u0acb \u0a86\u0ab6\u0acd\u0a9a\u0ab0\u0acd\u0aaf\u0a9a\u0a95\u0abf\u0aa4 \u0aa5\u0a88 \u0a97\u0aaf\u0abe \u0ab9\u0aa4\u0abe.","\u0a98\u0aa3\u0abe \u0ab2\u0acb\u0a95\u0acb\u0a8f \u0aa4\u0ac7\u0aa8\u0ac7 \u0aae\u0ac7\u0a9f \u0a97\u0abe\u0ab2\u0abe\u0aa8\u0ac0 \u0aaa\u0ac7\u0a9f \u0ab5\u0ab0\u0acd\u0a9d\u0aa8 \u0aa4\u0ab0\u0ac0\u0a95\u0ac7 \u0aaa\u0aa3 \u0a93\u0ab3\u0a96\u0abe\u0ab5\u0acd\u0aaf\u0ac1\u0a82."]

Read Full Story arrow_forward