android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: વાગરાના ગંધાર સોલ્ટમાં શેડ ધરાશાયી, શ્રમિક કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ દમ તોડ્યો
calendar_today May 8, 2026

Bharuch: વાગરાના ગંધાર સોલ્ટમાં શેડ ધરાશાયી, શ્રમિક કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ દમ તોડ્યો

ભરૂચના વાગરા પંથકમાં આવેલી ગંધાર સોલ્ટ કંપનીમાં આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કંપની પરિસરમાં કામ કરી રહેલા એક નિર્દોષ શ્રમિક પર અચાનક લોખંડનો ભારેખમ શેડ અને કાટમાળ તૂટી પડતા તેનું કરુણ મોત નીપજ્યું છે.ગંધાર સોલ્ટ કંપનીમાં અકસ્માત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગંધાર સોલ્ટ કંપનીમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન કંપનીમાં લાગેલો એક લોખંડનો જર્જરિત શેડ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. દુર્ભાગ્યવશ, આ શેડ અને તેનો ભારેખમ કાટમાળ સીધો ત્યાં ફરજ બજાવી રહેલા શ્રમિક પર પડ્યો હતો. કાટમાળ નીચે દબાઈ જવાને કારણે શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેણે ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.બેદરકારી સામે ઉઠ્યા સવાલોઘટનાની જાણ થતા જ વાગરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં કંપની મેનેજમેન્ટની બેદરકારી હોવાની આશંકા સેવાઈ રહી છે. શું આ લોખંડનો શેડ જર્જરિત હતો? શું શ્રમિકોની સુરક્ષા માટે કોઈ સાધનો આપવામાં આવ્યા હતા? આવા અનેક સવાલો હવે તપાસનો વિષય બન્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Surat: જિમ ટ્રેનિંગના બહાને કિશોરીની છેડતી, પિતરાઈ ભાઈએ જ દાનત બગાડી આપી ધમકી

Read Full Story arrow_forward
Gandhinagar News: ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિના બે દિવસ પછી, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી
calendar_today May 8, 2026

Gandhinagar News: ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિના બે દિવસ પછી, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનુ શૈક્ષણિક પ્રવૃતિના કેલેન્ડરમાં આ વર્ષે તમામ પ્રવાહમાં ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિ પૂર્ણ થયાના ત્રીજા દિવસે અને દશેરા પછીના દિવસે યોજવાનું જાહેર થતા વિદ્યાર્થી તેમજ વાલીઓમાં સખત નારાજગી પ્રવર્તી છે.ગુરૂવારે કેટલા શિક્ષકો, વાલીઓએ શિક્ષણ મંત્રીને આ પરીક્ષાના સમયમાં ફેરફાર કરવા માંગણી કરી છે.ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ પણ એપ્રિલ 27ને બદલે માર્ચ-27માં યોજાય તો આવા વિદ્યાર્થીઓ એપ્રિલ 27થી જ ધો 10 અને 12ના નવા શૈક્ષણિક સત્ર માટે પૂર્વ તૈયારી કરી શકે તેવી પણ રજૂઆત થઈ છે. કેટલાક જરૂરી ફેરફાર કરવા માંગણી થઈ નવરાત્રિ એ ગુજરાતનો સૌથી મોટો અને ઘરેઘરે ઉજવાતો તહેવાર છે.આ દિવસોમાં શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ રાખવા વેકેશન આપવાની માંગણી વર્ષોથી ઉઠતી રહી છે.ગત વર્ષે અર્થાત વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષમાં પહેલી પરીક્ષા નવરાત્રિ પહેલા જ પૂર્ણ કરી દેવાયા પછી હવે ચાલુ વર્ષે 2026-27માં નવરાત્રિ પછી તુરંત જ પરીક્ષાનું આયોજન જાહેર થતા જે વિદ્યાર્થી ગત વર્ષે ધોરણ ૯માં હતા તેમણે 10મા તેમજ જે રીતે ઉપલા ધોરણના વર્ગોમાં તૈયારીઓને લઈને અત્યારથી જ અસમંજસતા પ્રવર્તી છે.શૈક્ષણિક પ્રવૃતિ કેલેન્ડર 2026-27માં કેટલાક જરૂરી ફેરફાર કરવા માંગણી થઈ છે. નવરાત્રિ રાત્રે ઉજવાતો તહેવાર છે ગુરૂવારે સ્વર્ણિમ સંકૂલ 1માં શિક્ષણમંત્રીને ત્યાં રજૂઆત માટે પહોંચેલા શિક્ષકોએ કહ્યુ કે,આ વર્ષે ધોરણ 9થી 12ના તમામ પ્રવાહને માટે પહેલી પરીક્ષા 22મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન યોજવા કાર્યક્રમ જાહેર કર્યો છે.જે શૈક્ષણિક કાર્ય શાળા સંચાલન અને વિદ્યાર્થીઓની તૈયારીઓને અસરકર્તા થશે.કારણ કે, આ વર્ષે નવરાત્રિ 11મી ઓક્ટોબરથી શરૂ થાય છે અને નવમી એટલે છેલ્લો દિવસ 19મી ઓક્ટોબર છે. નવરાત્રિ રાત્રે ઉજવાતો તહેવાર છે.એમ છતાંયે 22મી ઓક્ટોબરથી પ્રથમ પરીક્ષાનું આયોજન કરવા કહેવાયુ છે.જેમાં વિદ્યાર્થી તૈયારી કરી શકે નહી.રાત્રીના તહેવારને કારણે વાંચનનું વાતાવરણ યોગ્ય રહેતુ નથી.આથી, નવરાત્રિના 10 દિવસ પહેલા અથવા તો તેના 10 દિવસનો અંતરાલ રાખીને પરીક્ષાનું આયોજન કરવુ જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ

Read Full Story arrow_forward
Ahmedabad News: અસહ્ય મોંઘવારીમાં પ્રિમિયમ કારનો ક્રેઝ, શહેરમાં 1 કરોડ સુધીની 200થી વધુ કાર વેચાઈ
calendar_today May 8, 2026

Ahmedabad News: અસહ્ય મોંઘવારીમાં પ્રિમિયમ કારનો ક્રેઝ, શહેરમાં 1 કરોડ સુધીની 200થી વધુ કાર વેચાઈ

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઓછા બજેટની કારોની સાથે હવે ફેરારી અને બેન્ટલી જેવી લક્ઝુરિયસ બ્રાન્ડેડ કારોની ડિમાન્ડ પણ સતત વધી રહી છે. છેલ્લા 13 મહિનામાં 25 લાખ સુધીની કિંમતની કુલ 77315 કારનું વેચાણ થયું છે.જેનું અંદાજિત મૂલ્ય 11597 કરોડ રૂપિયા થાય છે.બીજી તરફ 75 લાખથી 1 કરોડની રેન્જમાં સરેરાશ 87 લાખની કિંમત ધરાવતી 198 કરોડની 202 પ્રીમિયમ કારો વેચાઈ છે. આ આંકડા દર્શાવે છે કે એક કરોડની પ્રીમિયમ કારો ખરીદવામાં વેપારીઓની સાથે હવે નોકરિયાત વર્ગ પણ રસ ધરાવી રહ્યો છે. 4 કરોડ સુધીની કિંમતની કુલ 81633 કાર નોંધાઈ આ સિવાય 3 કરોડથી વધુ કિંમતની 3 કાર સુભાષબ્રિજ અને 1 કાર બાવળા આરટીઓમાં મળી કુલ 4 લક્ઝુરિયર્સ કારોનું પણ એક જ વર્ષમાં રજિસ્ટ્રેશન થયું છે. અમદાવાદની સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા RTO વિસ્તારમાં લક્ઝુરિયસ કારનો ક્રેઝ વધી રહ્યો છે.ત્રણેય RTO કચેરીમાં 1-4-25 થી 30-4-26 સુધીમાં 6 લાખથી લઈને 4 કરોડ સુધીની કિંમતની કુલ 81633 કાર નોંધાઈ છે.લક્ઝુરિયસ સેગમેન્ટમાં દોઢથી બે કરોડની 61 કાર અને 2 થી 4 કરોડની કિંમત ધરાવતી 23 કારનું રજિસ્ટ્રેશન થયું છે. મોંઘી કારોનું વેચાણ હજુ વધશે ડીલરોના મતે આગામી સમયમાં ઓડી, બીએમડબલ્યુ. જગુઆર, પોર્શે, મર્સિડીઝ, ફેરારી, વોલ્વો અને બેન્ટલી જેવી કારોનું વેચાણ હજુ વધશે.વાહન ડીલર એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ,અગાઉ માત્ર ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ જ આવી કાર ખરીદતા હતા.પરંતુ હવે ડોક્ટર્સ, વકીલ, સીએ અને આઈટી સેક્ટરના ટોચના અધિકારીઓ તેમજ ક્લાસ 1 અને 2 કેટેગરીના અધિકારીઓની પહેલી પસંદ 1 કરોડથી વધુની લક્ઝુરિયસ કાર બની છે. દેશના નવા આંતરરાષ્ટ્રીય કરારો અને આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને આ માર્કેટ હજુ વિસ્તાર પામશે. આ પણ વાંચોઃ Gandhinagar News: ધોરણ 9થી 12ની પહેલી પરીક્ષા નવરાત્રિના બે દિવસ પછી,વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી

Read Full Story arrow_forward