android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nida Khanની ધરપકડ પછી અસલી તરવીર સામે આવી, ચાર સંબંધીઓ સાથે છુપાઇ રહી હતી ફ્લેટમાં
calendar_today May 8, 2026

Nida Khanની ધરપકડ પછી અસલી તરવીર સામે આવી, ચાર સંબંધીઓ સાથે છુપાઇ રહી હતી ફ્લેટમાં

છેલ્લા 25 દિવસથી પોલીસની નજરથી બચી રહેલી નિદા ખાનને છત્રપતિ સંભાજીનગરના નારેગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેની પહેલી તસવીર પણ સામે આવી છે.નિદા ખાન છેલ્લા ઘણા દિવસોથી કૈસર કોલોની સ્થિત એક ફ્લેટમાં રહી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નિદા ખાન છેલ્લા ઘણા દિવસોથી કૈસર કોલોની સ્થિત એક ફ્લેટમાં રહી હતી. આશ્ચર્યની વાત એ છે કે તેના સાથે તેના ચાર સગા સંબંધીઓ પણ એ જ ફ્લેટમાં હાજર હતા. પોલીસને ઘણા સમયથી તેના સતત લોકેશન બદલવાની માહિતી મળી રહી હતી, પરંતુ દરેક વખતે તે તપાસ એજન્સીઓથી બચી જતી હતી. આખરે નાસિક ક્રાઇમ બ્રાન્ચ અને છત્રપતિ સંભાજીનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. રાત્રે લગભગ 11:30 વાગ્યે પોલીસ ટીમે તેને ડિટેન કરી હતી.ધરપકડ બાદ સૌપ્રથમ તેનું મેડિકલ અને હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું ધરપકડ બાદ સૌપ્રથમ તેનું મેડિકલ અને હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું. ત્યારબાદ તેને ટ્રાંઝિટ વોરંટની પ્રક્રિયા માટે સંભાજીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. હવે તેને નાસિક લઈ જવામાં આવશે, જ્યાં આજે કોર્ટમાં તેને રજૂ કરાશે. 25 માર્ચથી ફરાર હતી નિદા ખાન પોલીસના જણાવ્યા મુજબ, મામલો સામે આવ્યા બાદથી જ નિદા ખાન તપાસ એજન્સીઓના રડાર પર હતી. 25 માર્ચ બાદથી તે સતત ફરાર ચાલી રહી હતી. પોલીસની અનેક ટીમો અલગ-અલગ શહેરોમાં તેની શોધખોળ કરી રહી હતી. તપાસ એજન્સીઓને શંકા હતી કે આરોપી સતત પોતાના ઠેકાણા બદલી રહી છે અને નજીકના લોકોની મદદથી પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેણે આગોતરા જામીન મેળવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટ તરફથી તેને રાહત મળી નહોતી. 2 મે 2026ના રોજ નાસિક રોડ કોર્ટે તેની એન્ટિસિપેટરી બેલ અરજી ફગાવી દીધી હતી. કોર્ટના આ નિર્ણય બાદ પોલીસની કાર્યવાહી વધુ તેજ બની ગઈ હતી. કોર્ટમાં શું થયું હતું? નાસિક રોડ કોર્ટમાં થયેલી સુનાવણી આ કેસનો મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહી છે. આ દરમિયાન સરકાર પક્ષ તરફથી પબ્લિક પ્રોસિક્યુટર અજય મિસર કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે નિદા ખાન તરફથી વકીલ રાહુલ કાસલીવાલે પક્ષ રજૂ કર્યો હતો. 29 એપ્રિલે આ મામલાની ઇન-કેમેરા સુનાવણી થઈ હતી. તે દરમિયાન SIT તરફથી ACP સંદીપ મિટકેએ તપાસ અધિકારી તરીકે કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને આગોતરા જામીનનો વિરોધ કર્યો હતો. સરકારી પક્ષે કોર્ટમાં દાવો કર્યો હતો કે આરોપી પર પીડિતાને ધાર્મિક રીતરિવાજો તરફ પ્રભાવિત કરવાનો, કેટલાક ધાર્મિક એપ્સ ડાઉનલોડ કરાવવાના અને અનેક લિંક્સ મોકલવાના આરોપો છે. તપાસ એજન્સીઓએ એવું પણ જણાવ્યું હતું કે કેસમાં કેટલાક ડિજિટલ પુરાવા અને મોબાઇલ ચેટ્સ પણ મળ્યા છે, જેને તપાસનો ભાગ બનાવવામાં આવ્યા છે. મલેશિયા કનેક્શનની પણ તપાસ સરકારી વકીલે કોર્ટમાં એવું પણ જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ કેસના સંભવિત વિદેશી કનેક્શનની પણ તપાસ કરી રહી છે. કોર્ટમાં માલેગાંવ અને મલેશિયા લિંકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે નોકરી અને પ્રમોશનના નામે કેટલીક પ્રવૃત્તિઓ આગળ વધારવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે તપાસ એજન્સીઓએ અત્યાર સુધી કોઈ વિદેશી નેટવર્કની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ ડિજિટલ રેકોર્ડ્સ અને સંપર્કોની તપાસ હજી પણ ચાલુ છે.

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ
calendar_today May 8, 2026

Gujarat Weather News: રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ

રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. 11મી મે સુધી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ગરમી અને ઉકળાટમાં વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. 9 થી 12 તારીખ સુધી રાજ્યમાં યેલો એલર્ટ રાજ્યમાં આઠ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. 9 થી 12 તારીખ સુધી રાજ્યમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગે આકરી ગરમીની કરી આગાહી કરી છે. આગામી દિવસમા ગરમીનો પારો ઉંચો જવાની શક્યતા છે. 11થી 12મેના રોજ હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. વરસાદ અને ગરમીની બેવડી ઋુતુમાં રોગચાળો પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. રાજકોટ ગરમીનો હાહાકાર બીજી તરફ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ગરમીનો હાહાકાર મચી જવા પામ્યો છે. રાજકોટ શહેરમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું છે. શહેરમાં 18 વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગર રોડ ઉપર 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આકરી ગરમીથી આજે પણ કોઈ રાહત નહીં મળે. ઊંચા તાપમાનથી લૂ લાગવાના કેસ વધ્યા છે. આ પણ વાંચોઃ Banaskantha News:કોંગ્રેસની હાર માટે જવાબદાર કોણ? ગુલાબસિંહ રાજપૂતે આપ્યો જવાબ

Read Full Story arrow_forward
Ahmedabad News: ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખુદ ટ્રાફિક DCPએ ખોલી, નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે
calendar_today May 8, 2026

Ahmedabad News: ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખુદ ટ્રાફિક DCPએ ખોલી, નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે

અમદાવાદમાં અકસ્માતો નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સતત ડ્રાઈવ યોજવામાં આવે છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં અકસ્માતના બનાવોમાં ત્રણ મોતના કેસ સામે આવ્યાં છે. નિકોલ, વટવા અને સીટીએમ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. ત્યારે અકસ્માતની ઘટનાઓને લઈને અમદાવાદના ટ્રાફિક ડીસીપી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપીનું કહેવું છે કે, નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે. શહેરમાં નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે અમદાવાદ પૂર્વના ટ્રાફિક ડીસીપી નરેશ કણજારીયાએ કહ્યું હતું કે, શહેરમાં નશેડીઓને કારણે અકસ્માતો વધી રહ્યાં છે. અકસ્માતો પાછળનું ત્રીજું અને સૌથી મોટું કારણ ડ્રિંક એન્ડ ડ્રાઈવ છે. ઓવર સ્પીડિંગ અને રોંગ સાઇડ ડ્રાઈવિંગ અકસ્માતના મુખ્ય કારણો છે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ પણ અકસ્માતો થવા પાછળનુ મુખ્ય કારણ છે.અકસ્માત ઘટાડવા સમયાંતરે વિવિધ ડ્રાઇવ યોજાય છે. શહેરીજનોને વિનંતી કે ઓવર સ્પીડિંગ ન કરે, રોંગ સાઇડ અને ડ્રીંક એન્ડ ડ્રાઇવ ન કરે. ટ્રાફિક વ્યવસ્થાની ખુદ ટ્રાફિક ડીસીપીએ પોલ ખોલી અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાની ખુદ ટ્રાફિક ડીસીપીએ પોલ ખોલી છે. શહેરમાં છાશવારે ટ્રાફિક ડ્રાઈવને લઈ લોકોને દંડવા ઉભી રહેતી પોલીસ નશેડીઓને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં થયેલા અકસ્માતના બનાવોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત સર્જનારને પકડવામાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી, 12 મે સુધી ગરમીનું યલો એલર્ટ

Read Full Story arrow_forward