android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modasa: ભિલોડા, શામળાજી તાલુકાના તળાવોની સફાઈ કરી ઊંડા કરવા ખેડૂતોની માંગણી
calendar_today May 8, 2026

Modasa: ભિલોડા, શામળાજી તાલુકાના તળાવોની સફાઈ કરી ઊંડા કરવા ખેડૂતોની માંગણી

અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના તળાવો આશીર્વાદરૂપ છે, પરંતુ હાલ આ તળાવોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત વિવિધ તળાવોમાં લાંબા સમયથી જાળવણીના અભાવે ગાંડા બાવળો અને બિનજરૂરી વનસ્પતિનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સાથોસાથ, ચોમાસામાં પાણીના પ્રવાહ સાથે આવતી કાંપ અને માટીના કારણે તળાવોની ઊંડાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેડૂતોની મુખ્ય રજૂઆત છે કે, તળાવોની જળસંગ્રહ શક્તિ ઘટી હોવાથી ચોમાસાનું કિંમતી પાણી ઓવરફ્લો થઈને નકામું વહી જાય છે. જે તળાવોમાં પાણી ભરેલું રહે છે ત્યાં આસપાસના ખેતરોમાં બોર-કુવાના તળ ઊંચા આવે છે, પરંતુ તળાવો વહેલા સુકાઈ જતાં ખેતીના પાકને પૂરતું પાણી મળતું નથી. શિયાળુ અને ઉનાળુ પાક લેતી વખતે સિંચાઈની અછત સર્જાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.સ્થાનિક ખેડૂત સમુદાયે સિંચાઈ વિભાગને વિનંતી કરી છે કે, આગામી ચોમાસું બેસે તે પહેલાં જે તળાવો દર વર્ષે છલકાઈને વહી જાય છે, તેનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે. જો આ તળાવોમાંથી કાંપ કાઢી તેને ઊંડા કરવામાં આવે અને નકામી વનસ્પતિ દૂર કરવામાં આવે, તો વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થઈ શકે. જળસ્તર જળવાઈ રહેતા ખેડૂતોને આખું વર્ષ ખેતીમાં રાહત મળી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ખેડૂતોની આ વાજબી માંગણી સામે ક્યારે પગલાં ભરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: હિંમતનગરમાં સાળાએ બનેવી ઊપર તલવારથી હુમલો કર્યો
calendar_today May 8, 2026

Himatnagar: હિંમતનગરમાં સાળાએ બનેવી ઊપર તલવારથી હુમલો કર્યો

હિંમતનગરના મહેતાપુરામાં કૌટુંબિક ઝઘડામાં સાળાએ બનેવી પર તલવારથી હુમલો કરતા ઈજાગ્રસ્ત બનેવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.હિંમતનગરના મહેતાપુરામાં બ્રહ્માણીનગર અંબિકાનગર સોસાયટીમાં તાજેતરમાં કૌટુંબિક ઝઘડામાં સાળાએ તલવાર વડે આતંક મચાવ્યો હતો અને બનેવી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી હતી. આ અંગેની વિગત એવી છે કે, મહેતાપુરા જકાતનાકા નજીક વીજાપુર રોડ ઉપર ખમણની નાસ્તાની લારી ચલાવતા વાસુભાઈ શંકરદાસ પટેલે પોતાના સાળા પ્રદિપકુમાર પોપટલાલ પટેલ (મૂળ રહે.રંગપુરડા, કડી, જિ.મહેસાણા) સામે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમના સાળા પ્રદિપે બે દિવસ અગાઉ તેમના ઘરે જઈ કુલર તોડી નાખ્યું હતું. જે બાબતે તેના સાસુ શકરીબેને ઠપકો આપતા પ્રદિપે તેની માતા અને પત્ની પિંકીબેન સાથે મારઝૂડ કરી હતી. ત્યારબાદ ગત તા.4 મેની રાત્રે પ્રદિપ તલવાર લઈને વાસુભાઈ શંકરદાસ પટેલના ખમણના ગોડાઉનના દરવાજે ઘા કરતો હોવાની જાણ આશીફભાઈ અંસારીએ કરતાં વાસુભાઈ અને તેમની પત્ની તેજલબેન દોડી ગયા હતા. વાસુભાઈ પાછા ખસી જતાં તેમને કપાળ, મૂછની ડાબી બાજુ અને ડાબા હાથના ભાગે તલવાર વાગતા લોહીલુહાણ થયા હતા. દરમિયાન વાસુભાઈએ બચાવમાં તલવાર પકડી લેતા, પ્રદિપે તલવાર છોડાવવા માટે ઘા કર્યો હતો, જેમાં પ્રદિપનો પોતાનો જ જમણો અંગૂઠો કપાઈ ગયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના 70% કેસ UPI સંબંધિત
calendar_today May 8, 2026

Ahmedabad: ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના 70% કેસ UPI સંબંધિત

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં યુનિફાઈડ પેમેન્ટસ્ ઈન્ટરફેસ એટલે કે UPIએ અનોખી ક્રાંતિ લાવી છે. થોડા જ સેકન્ડમાં બેંક ખાતાઓ વચ્ચે સીધા પૈસા ટ્રાન્સફ્ર કરવાની સુવિધા મળતાં સામાન્ય લોકોમાં તેનો ઉપયોગ ખૂબ ઝડપથી વધ્યો છે. રોજિંદા ખરીદી, બિલ પેમેન્ટ અને અન્ય વ્યવહારો માટે લોકો ગૂગલ પે, ફોન પે અને પેટીએમ જેવી એપ્લિકેશનોનો વ્યાપક ઉપયોગ છે. ખાસ કરીને અમદાવાદમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સાથે સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ ચિંતાજનક રીતે વધ્યા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારોમાં QR કોડ અને ફેક કસ્ટમર કેરના નામે શિક્ષિત લોકો પણ શિકાર બની રહ્યા છે. સાયબર સેલના આંકડા મુજબ, અમદાવાદમાંUPI ફ્રોડની ફ્રિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. નોંધાઈ રહી છે, જે શહેરીજનો માટે લાલબત્તી સમાનછે.પરંતુ ડિજિટલ વ્યવહારોની આ સરળતાનો ફાયદો ઉઠાવી સાયબર ઠગો પણ નવી નવી રીતો અપનાવી રહ્યા છે. ટેક્નિકલ પ્રણાલીઓ અને માનસિક કૌશલ્યનો ઉપયોગ કરીને તેઓ થોડા જ મિનિટોમાં લોકોના ખાતામાંથી પૈસા ચોરી લે છે. દેશભરમાં વધતા સાયબર ફ્રોડના કેસોમાં UPI સંબંધિત ઠગાઈનું પ્રમાણ નોંધપાત્ર છે. ત્યારે શહેરના સાઈબર નિષ્ણાંતે UPI ફ્રોડથી કેવી રીતે બચી શકાય, ફ્રોડ થાય તો શું કરવું જોઈએ તે વિશેની વિસ્તૃત માહિતી શેર કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward