android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : રાજકોટ શહેરમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું, ઊંચા તાપમાનથી લૂ લાગવાના કેસ વધ્યા
calendar_today May 8, 2026

Gujarat Latest News Live : રાજકોટ શહેરમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યું, ઊંચા તાપમાનથી લૂ લાગવાના કેસ વધ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar: બોલો જુબા કેસરીનો આંતક નવા MLAક્વાટર્સ સુધી પહોંચ્યો!
calendar_today May 8, 2026

Gandhinagar: બોલો જુબા કેસરીનો આંતક નવા MLAક્વાટર્સ સુધી પહોંચ્યો!

આ આપણી પોતાની મિલકત છે, જેને સ્વચ્છ રાખવા સહયોગ કરવો તેમજ પાન-મસાલાની પીચકારી મારવી નહીં. સામાન્ય રીતે આ પ્રકારના લખાણો સરકારી કચેરી સહિતની બિલ્ડિંગોમાં જોવા મળે છે, જ્યાં સામાન્ય નાગરિકોની અવરજવર વધારે રહે છે. જોકે સેક્ટર-17 ખાતે કરોડોના ખર્ચે બનેલા આલીશાન એમએલએ ક્વાટર્સ ખાતે પણ આ પ્રકારના બોર્ડ મારવાની ફરજ પડતાં આૃર્ય સર્જાયું છે. રાજ્યના પ્રજાના પ્રતિનિધિઓ એવા ધારાસભ્યોને અહીં આવાસ ફાળવવામાં આવેલા છે.જોકે ધારાસભ્યો કરતાં વધારે આવાસોનો ઉપયોગ સગા-વ્હાલા કે ધારાસભ્યોના માનીતા લોકો વધારે કરતાં હોય છે. જેને પગલે નવા સદસ્ય નિવાસોમાં આ પ્રકારના બોર્ડ મારવાની ફરજ પડી હોવાનું લાગી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: મહેસાણાના બોરિયાવી ગામે તબેલામાં અને મોઢેરા રોડ પર ખુલ્લી જગ્યામાં આગ લાગી
calendar_today May 8, 2026

Mehsana: મહેસાણાના બોરિયાવી ગામે તબેલામાં અને મોઢેરા રોડ પર ખુલ્લી જગ્યામાં આગ લાગી

મહેસાણા તાલુકાના બોરીયાવી ગામે થી બપોરે 12.24 કલાકે કાંતિભાઈ ચૌધરી નામના વ્યક્તિએ મનપાના ફયર કંટ્રોલ રૂમને કોલ કરી તેમના ત્યાં તબેલામાં આગ લાગી હોવાની જાણ કરી હતી. જે બાદ ફયર બ્રિગેડ ટીમે તુરંત સ્થળ પર જઈ પાણીનો મારો ચલાવી તબેલામાં રહેલ ઘાસચારામાં લાગેલ આગ બુઝાવી હતી.જ્યારે એક દિવસમાં બીજી આગ લાગવાની ઘટના મહેસાણા મોઢેરા રોડ પરથી સામે આવી હતી. જેમાં આરુષવિલા સોસાયટીમાં રહેતા રસિકલાલ મણિલાલ પટેલે ફયર કંટ્રોલ રૂમમાં કોલ કરી તેમની સોસાયટી પાસેની ખુલ્લી જગ્યામાં આગ લાગી હોવાની જાણ કરતા મહેસાણા મનપાની ફયર બ્રિગેડ ટીમે સ્થળ પર પહોંચી 8000 લીટર પાણીનો મારો ચલાવી ખુલ્લી જગ્યામાં લાકડા સહિતના વૃક્ષમાં લાગેલ આગ તુરંત બુઝાવી હતી. બન્ને જગ્યાએ આગ બુજાઈ જતા લોકોએ રાહત અનુભવી હતી.જોકે આગની આ ઘટનામાં કોઈ જાનહાની સામે આવી ન હતી. તો આગ લાગવાનું કારણ પણ અકબંધ રહ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward