Mehsana: મેવડ-બોરીયાવી ચોકડી પાસે ડમ્પરે કારને ટક્કર મારતાં કાર ગુલાટીઓ મારી ગઈ
મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર મેવડ-બોરીયાવી ચોકડી ઉપર ડમ્પરે આગળ જતી કારને ટક્કર મારતાં ભયંકર અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં કાર અનેક ગુલાટીઓ ખાઈ જતાં ચાલક ઈજાગ્રસ્ત થયા હતા.આ મેવડ ચોકડી ઉપર અવાર નવાર અકસ્માત સર્જાય છે. પરંતુ, આ અકસ્માત અંગેનું માર્ગ મકાન કે ટોલ રોડ કંપની કોઈ જાતનું કાયમી નિરાકરણ લાવતા નથી. આ સ્થળે અગાઉ અકસ્માતોમાં અનેક વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે. મહેસાણાથી અમદાવાદ જઈ રહેલી ટાટા ગાડી નં.જીજે.01.એચ.ડબલ્યુ 8809 અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે ટોળેટોળાં ઉમટયા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward