Gandhinagar: ગૌવંશની તસ્કરી, હત્યાના આરોપીઓ માટે કડક કાયદાની માંગ
રાજ્યમાં ગૌવંશની તસ્કરી, હત્યા જેવી ઘટનાઓમાં આરોપીઓને આજીવન કારાવાસની સજા, મિલકત જપ્તી તથા પાઠયપુસ્તકોમાં ગૌ વિજ્ઞાન વિષય અનિવાર્ય ભણાવો સહિતની માંગ સાથે આજે ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ સંતસમાજ, ગૌરક્ષકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.આ મામલે ગૌ સન્માન આહવાન અભિયાન સાથે સંકળાયેલા રાજુભાઇ રાજગોરે જણાવ્યુકે, ગુજરાત ગૌ-પાલક, ગૌ રક્ષક પરંપરાની પણ જનની છે. આ ભુમિએ હંમેશા જીવમાત્ર કલ્યાણનો માર્ગ અપનાવ્યો છે. ગૌવંશ માત્ર શ્રાધ્ધાનું કેન્દ્ર નહી પરંતુ રાજ્યના ગ્રામીણ જનજીવન, કૃષિ અને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. સ્વર્ણિમ વિકાસ સંકલ્પ ત્યારે પુરો થશે જ્યારે વેદલક્ષણા ગૌવંશ સડકો પર અસુરક્ષિત અને કચરો ખાવા પર વિવશ ન હોય. રાજ્યમાં પોલીથીન, તસ્કરી, કુપોષણના કારણે ગૌવંશ સંકટમાં છે. રાજ્યમાં ગૌવંશના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને કેન્દ્રિય ગૌ સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ કરવા માટે તથા ગૌપાલન મંત્રાલયની સ્થાપના માટે પ્રસ્તાવ મોકલે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં તમામ કતલખાનાના લાયસન્સ રદ્દ કરવા, દેશી ગૌવંશને રાષ્ટ્રમાતા રાષ્ટ્ર આરાધ્યા તરીકે સંવૈધાનિક માન્યતા મળે તે માટે પ્રસ્તાવ મોકલવા પણ માંગ કરવામાં આવી છે.ગૌ તસ્કરી અને વધને ગેરજમાનતી અપરાધની શ્રોણીમાં લાવવા તથા આરોપીઓને આજીવન કારાવાસ, સંપત્તી જપ્ત જેવા કડક કાયદા બનાવવા પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્કુલોમાં મીડ ડે મિલ,મંદિર પ્રસાદમાં માત્ર ગૌદુધનો ઉપયોગ અનિવાર્ય બનાવવા, પ્રત્યેક ગ્રામ પં ચાયત સ્તરે નંદીશાળા, જિલ્લા સ્તરે આદર્શ ગૌ અભયારણ્ય, ગૌશાળા તથા પાઠયપુસ્તકોમાં ગૌ વિજ્ઞાન વિષય ફરજિયાત ભણાવવા પણ માંગ કરી છે. આ ઉપરાંત ચારા સુરક્ષા કાનુન બનાવવા પણ માંગ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward