Bengal New CM : કોણ બનશે બંગાળના નવા CM?, BJP વિધાયક દળની બેઠકમાં લેવાશે નિર્ણય
હવે સૌની નજર મુખ્યમંત્રીના ચહેરા પર ટકેલી છે. ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની તસવીર ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. શુક્રવાર (8 મે)ના રોજ કોલકાતામાં ભાજપ વિધાનમંડળ દળની બેઠક યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નિરીક્ષક તરીકે હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે.ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતીને બે તૃતિયાંશથી વધુ બહુમતી મેળવી ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતીને બે તૃતિયાંશથી વધુ બહુમતી મેળવી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) માત્ર 80 બેઠકો પર સીમિત રહી હતી. આ ઐતિહાસિક જીત બાદ બંગાળમાં પ્રથમ વખત સરકાર બનાવતી ભાજપના મુખ્યમંત્રી પદના ચહેરા પર સૌની નજર છે. પાર્ટીએ સત્તાવાર રીતે કોઈ મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યો નહોતો, પરંતુ અમિત શાહે ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે નવો મુખ્યમંત્રી બંગાળમાંથી જ હશે. શુભેંદુ અધિકારી શુભેંદુ અધિકારી હાલમાં બંગાળમાં ભાજપનો સૌથી મોટો ચહેરો માનવામાં આવે છે. તેમનું નામ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. તેનું કારણ તેમની રાજકીય અસર, સંગઠનમાં મજબૂત પકડ, જમીન સ્તરની સમજ અને વિશાળ નેટવર્ક છે. છેલ્લા બે વિધાનસભા ચૂંટણીમાં શુભેંદુ અધિકારીએ માત્ર મમતા બેનર્જી સામે ચૂંટણી જ લડી નથી, પરંતુ જીત પણ મેળવી છે. મમતા સરકારને સીધી ટક્કર આપવાના કારણે તેમને ભાજપનો સૌથી મજબૂત ચહેરો માનવામાં આવે છે. દિલીપ ઘોષ ભાજપમાં જે બીજા નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે દિલીપ ઘોષનું છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે અને બંગાળના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. બંગાળમાં ભાજપને મજબૂત બનાવવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પાર્ટીમાં તેમની પકડ હજુ પણ મજબૂત છે. આવી સ્થિતિમાં પાર્ટી તેમને બંગાળના નવા મુખ્યમંત્રીની જવાબદારી સોંપી શકે છે. સમિક ભટ્ટાચાર્ય બંગાળમાં ભાજપના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યનું નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ છે. તેમના નેતૃત્વ હેઠળ જ પાર્ટીએ આ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. તેઓ 1974માં RSS સાથે જોડાયા હતા. બંગાળમાં તેઓ ભાજપના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. ઉપરાંત તેઓ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યસમિતિ અને પ્રદેશ ભાજપની કોર કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2025માં સુકાંત મજુમદારના સ્થાને તેમને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અગ્નિમિત્રા પોલ વ્યવસાયે ફેશન ડિઝાઇનર અગ્નિમિત્રા પોલ પણ મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ છે. અગ્નિમિત્રા એક નિર્ભય અને સ્પષ્ટવક્તા નેતા તરીકે ઓળખાય છે. 2019માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2021માં તેમણે પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી અને TMCની સાયની ઘોષને હરાવીને ધારાસભ્ય બન્યા. આ જ વર્ષે જાન્યુઆરીમાં પાર્ટીએ તેમને બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમણે આસનસોલ દક્ષિણ બેઠક પરથી જીત મેળવી છે.આ પણ વાંચો: Nida Khanની ધરપકડ પછી અસલી તરવીર સામે આવી, ચાર સંબંધીઓ સાથે છુપાઇ રહી હતી ફ્લેટમાં
Read Full Story arrow_forward