android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: વરાછાની મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ, ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડથી ખળભળાટ
calendar_today May 8, 2026

Surat: વરાછાની મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ, ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડથી ખળભળાટ

સુરત પોલીસે વરાછા વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદે ગર્ભપાત કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વરાછાની મમતા હોસ્પિટલમાં ચાલતા આ કાળા કારોબારમાં પોલીસે રામગોપાલ નામના ફાર્માસિસ્ટની ધરપકડ કરી છે. આ કૌભાંડના તાર ગુજરાતની સીમાઓ વટાવીને મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલા હોવાનું સામે આવ્યું છે.6 મહિનામાં ફરી શરૂ કર્યો કારોબારચોંકાવનારી વિગત એ છે કે, રામગોપાલે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ જે સ્થળે અગાઉ હોસ્પિટલ બંધ કરાઈ હતી, ત્યાં જ નવી હોસ્પિટલ શરૂ કરીને ગેરકાયદે ગર્ભપાતનું કામ ફરી શરૂ કરી દીધું હતું. આટલા મોટા પાયે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગ આ બાબતથી સંપૂર્ણપણે અજાણ હોવાથી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.આંતરરાજ્ય નેટવર્ક અને મોટી ગેંગની શક્યતાઆરોપી રામગોપાલના કારનામા માત્ર સુરત પૂરતા સીમિત નહોતા. તેના કનેક્શન મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને શંકા છે કે ગેરકાયદે ગર્ભપાત અને ભ્રૂણ પરીક્ષણ કરતી એક મોટી આંતરરાજ્ય ગેંગ આની પાછળ કાર્યરત હોઈ શકે છે. રામગોપાલની પૂછપરછમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.પોલીસની કડક કાર્યવાહીસુરત પોલીસે આ મામલે ગુનો નોંધીને હોસ્પિટલના તમામ રેકોર્ડ અને દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. હાલમાં રામગોપાલની ધરપકડ બાદ પોલીસ આ કૌભાંડમાં સામેલ અન્ય ડોક્ટરો, એજન્ટો અને મેડિકલ સ્ટાફની શોધખોળ કરી રહી છે.આ પણ વાંચો: Surat: બાય ઇન્ડી કંપનીમાં રોકાણ કરાવી પિતા-પુત્રએ આચર્યું 4.76 કરોડનું કૌભાંડ, નિવૃત્ત વ્યક્તિએ આજીવન મૂડી ગુમાવી

Read Full Story arrow_forward
Kachchh News: ભચાઉમાં SMCના દરોડાના કેસમાં તત્કાલીન PI જાડેજા સસ્પેન્ડ
calendar_today May 8, 2026

Kachchh News: ભચાઉમાં SMCના દરોડાના કેસમાં તત્કાલીન PI જાડેજા સસ્પેન્ડ

ભચાઉ પંથકમાં કેટલાક મહિનાઓ પહેલાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની દારૂની મોટી રેડનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.આ કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા સામે ચાલી રહેલી વિભાગીય તપાસ બાદ મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે.સરહદી રેન્જના આઈજી દ્વારા પી.આઈ. એ.એ.જાડેજાને સસ્પેન્ડ કરવાનો આદેશ અપાતાં પોલીસ તંત્રમાં ભારે ચર્ચા જાગી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે બેદરકારી મામલે કાર્યવાહી પ્રાપ્ત વિગતો અનુસાર ભચાઉ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે કેટલાક મહિનાઓ પહેલાં ગેરકાયદેસરના દારૂના જથ્થા પર મોટી કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડા દરમ્યાન અનેક મુદ્દાઓ સામે આવતાં સ્થાનિક પોલીસની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી હતી.ખાસ કરીને તે સમયના પી.આઈ.એ.એ.જાડેજાની કામગીરી અને બેદરકારી અંગે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદો પહોંચતાં સમગ્ર મામલે આંતરિક તપાસ શરૂ કરાઈ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું તપાસ દરમ્યાન મળેલા પ્રાથમિક પુરાવા અને વિભાગીય અહેવાલના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.છેવટે આઇજી કક્ષાએથી સસ્પેન્શનનો આદેશ જાહેર થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બેદરકારી દાખવનાર અથવા શંકાસ્પદ ભૂમિકા ભજવનાર અધિકારીઓ સામે હવે વિભાગ કોઇ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી.ભચાઉના આ કેસે ફરી એકવાર પોલીસ તંત્રની જવાબદારી અને પારદર્શિતાને લઇને ચર્ચા તેજ બનાવી છે. આ પણ વાંચોઃ Bharuch: વાગરાના ગંધાર સોલ્ટમાં શેડ ધરાશાયી, શ્રમિક કાટમાળ નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ દમ તોડ્યો

Read Full Story arrow_forward
Surat: સગાઈ બાદ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો, બદનામી અને જાનથી મારવાની ધમકી આપી 5 લાખ ખંખેર્યા
calendar_today May 8, 2026

Surat: સગાઈ બાદ વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો, બદનામી અને જાનથી મારવાની ધમકી આપી 5 લાખ ખંખેર્યા

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઈલિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ ટોળકીએ વેપારી પાસે પહેલા ₹20 લાખની ખંડણી માંગી હતી અને ત્યારબાદ સમાધાનના નામે ₹5 લાખ પડાવી લીધા હતા.સગાઈ થતા જ ટોળકી ત્રાટકીમળતી માહિતી મુજબ, વેસુના કાપડ વેપારીની ગત 4 માર્ચના રોજ એક રાજસ્થાની યુવતી સાથે સગાઈ થઈ હતી. સગાઈના થોડા દિવસો બાદ જ હનીટ્રેપ ટોળકીએ વેપારીનો સંપર્ક કર્યો હતો. ટોળકીએ ધમકી આપી હતી કે જો તે સગાઈ નહીં તોડે તો તેના જૂના ફોટા અને વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે.પરિવારને જાનથી મારવાની ધમકીવેપારીને માનસિક રીતે તોડી પાડવા માટે ટોળકીએ માત્ર બદનામી જ નહીં, પણ તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. શરૂઆતમાં ડરી ગયેલા વેપારીએ ટોળકી સાથે રકઝક કરી હતી. ટોળકીએ ₹20 લાખની માંગણી કરી હતી, પરંતુ અંતે ₹5 લાખ આપવાનું નક્કી થતા વેપારીએ નાછૂટકે રકમ ચૂકવી દીધી હતી.વેસુ પોલીસની તપાસવારંવારની હેરાનગતિથી કંટાળીને અંતે વેપારીએ હિંમત ભેગી કરી વેસુ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેતરપિંડી, ખંડણી અને ધમકી આપવાના ગુના હેઠળ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીમાં કેટલા સભ્યો છે અને શું તેઓએ શહેરના અન્ય વેપારીઓને પણ આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ.આ પણ વાંચો: Surat: વરાછાની મમતા હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ, ફાર્માસિસ્ટ રામગોપાલની ધરપકડથી ખળભળાટ

Read Full Story arrow_forward