android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: રેડક્રોસ સોસાયટીમાં રક્તદાન શિબિર યોજાઈ
calendar_today May 8, 2026

Himatnagar: રેડક્રોસ સોસાયટીમાં રક્તદાન શિબિર યોજાઈ

હિંમતનગરઃ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલમાં તાજેતરમાં રાધિકા શોપર્સ પરિવારના ગૌતમકુમાર અને અંજુબેનના પુત્ર સ્વ.નીલ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રાદ્ધાંજલિ આપવાના આશ્યથી જીવન રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે સ્વ.નીલ પટેલના માતા-પિતા અને પરિવારજનો, શહેરના અગ્રણીઓ, રેડક્રોસના હોદ્દેદારો, તબીબો, પાલિકાના નવા ચૂંટાયેલા સદસ્યો અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 175 રક્તદાતાઓએ રકતદાન કર્યા બાદ સ્વ.નીલના પરિવાર દ્વારા રક્તદાતાઓને સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bihar Cabinet Expansion : મંત્રીઓને થઈ વિભાગોની વહેંચણી, નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય
calendar_today May 7, 2026

Bihar Cabinet Expansion : મંત્રીઓને થઈ વિભાગોની વહેંચણી, નીતિશ કુમારના પુત્ર નિશાંતને મળ્યું સ્વાસ્થ્ય મંત્રાલય

બિહારમાં નવી સરકારના ગઠન બાદ હવે મંત્રીઓ વચ્ચે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ સામાન્ય વહીવટ, ગૃહ, કેબિનેટ સચિવાલય, વિજિલન્સ, ચૂંટણી, નાગરિક ઉડ્ડયન સહિતના મહત્વપૂર્ણ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. સાથે જ જે વિભાગો અન્ય કોઈ મંત્રીને ફાળવવામાં આવ્યા નથી, તે પણ મુખ્યમંત્રી સંભાળશે. દામોદર રાવત પરિવહન વિભાગ સંભાળશે ઉપ મુખ્યમંત્રી વિજય કુમાર ચૌધરીને જળ સંસાધન અને સંસદીય કાર્ય વિભાગ સોંપવામાં આવ્યો છે, જ્યારે બીજા ડેપ્યુટી સીએમ બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણાં અને વાણિજ્ય કર વિભાગની જવાબદારી આપવામાં આવી છે. મંત્રી શ્રવણ કુમારને ગ્રામ વિકાસ અને માહિતી-પ્રસારણ વિભાગ મળ્યો છે, જ્યારે વિજય કુમાર સિન્હાને કૃષિ વિભાગ સોંપાયો છે. ડૉ. દિલીપ કુમાર જયસ્વાલને આવક અને જમીન સુધારણા વિભાગ તથા નિશાંત કુમારને આરોગ્ય વિભાગની જવાબદારી આપવામાં આવી છે. સરકારે અન્ય ઘણા મહત્વપૂર્ણ વિભાગોની પણ વહેંચણી કરી છે. લેશી સિંહને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, રામ કૃપાલ યાદવને સહકાર વિભાગ અને નીતિશ મિશ્રાને નગર વિકાસ, આવાસ અને માહિતી ટેકનોલોજી વિભાગ સોંપાયો છે. દામોદર રાવત પરિવહન વિભાગ સંભાળશે. મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી સંજય સિંહ ટાઈગરને ઉચ્ચ શિક્ષણ અને કાયદા વિભાગ, અશોક ચૌધરીને ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગ તથા ભગવાન સિંહ કુશવાહાને યોજના અને વિકાસ વિભાગ મળ્યો છે. શિક્ષણ, ઉર્જા, પર્યાવરણ અને સમાજ કલ્યાણ જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી પણ અલગ-અલગ મંત્રીઓને સોંપવામાં આવી છે. સરકારના આ નિર્ણય બાદ હવે વહીવટી કામગીરીને વધુ ગતિ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પણ વાંચો : West Bengal: પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો,રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી,બેનર્જીનો રાજીનામું આપવાનો ઇનકાર

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated : અમદાવાદમાં વીડિયો કોલ પર ગર્લફ્રેન્ડને બતાવી યુવકે કેનાલમાં લગાવી હતી મોતની છલાંગ, ધમકી આપનાર યુવતીના પિતા વિરૂદ્ધ ગુનો દાખલ
calendar_today May 7, 2026

Gujarat Latest News Updated : અમદાવાદમાં વીડિયો કોલ પર ગર્લફ્રેન્ડને બતાવી યુવકે કેનાલમાં લગાવી હતી મોતની છલાંગ, ધમકી આપનાર યુવતીના પિતા વિરૂદ્ધ ગુનો દાખલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward