Surendranagar: સુરેન્દ્રનગરના ટાવર ચોકમાં અદ્યતન સુવિધા સાથેનો ટાઉનહોલ આકાર લેશે
સુરેન્દ્રનગર શહેરમાં ભોગાવા નદીના કાંઠે રીવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું રૂ. 56 કરોડના ખર્ચે અને રંભાબેન ટાઉનહોલનું રૂ. 8 કરોડના ખર્ચે નવિનીકરણના કામનો આરંભ બુધવારે કરાયો હતો. આ તકે નાયબ મુખ્ય દંડક અને જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર મહાનગરપાલીકાની ચૂંટણી પુરી થયા બાદ ફરી વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળે છે. જેમાં બુધવારે રૂ. 64 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હુત કરાયુ હતુ. સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવા નદી કાંઠે જિલ્લા પંચાયત કોઝવેથી આર્ટસ કોલેજ કોઝવે સુધી પ્રથમ તબક્કાના રીવરફ્રન્ટ બાદ, આર્ટસ કોલેજ કોઝવેથી એસ.ટી.બસ સ્ટેશન પાછળ બીજા તબક્કાનો રીવરફ્રન્ટ બનાવાયો હતો. ત્યારે હવે 56 કરોડના ખર્ચે બસ સ્ટેશન પાછળથી વઢવાણ ગેબનશાપીર સુધી 3 કિલોમીટર લાંબા રીવરફ્રન્ટનું કામ શરૂ કરાયુ છે. બીજી તરફ શહેરની મધ્યમાં આવેલા ટાવર ચોકમાં રંભાબેન ટાઉનહોલ જર્જરીત થતા તેને જમીન દોસ્ત કરીને અદ્યતન સુવિધાયુકત નવો ટાઉનહોલ રૂ. 8 કરોડના ખર્ચે નવો બનશે. આ બન્ને કામોનું ખાતમુહૂર્ત બુધવારે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ અધ્યક્ષ હાર્દીકભાઈ ટમાલીયાના હસ્તે કરાયુ હતુ. આ તકે નાયબ કમીશ્નર ગૌતમકુમાર મકવાણા, રવીકાન્ત પટેલ, શહેર ભાજપ મહામંત્રી વિપુલ ચૌહાણ, નીરવભાઈ દવે, અશોકસિંહ પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward