android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila: ચોટીલા હાઈવે પર જૈન તીર્થમાં 25 વર્ષથી ખડકાયેલા દબાણ 24 કલાકમાં દુર કરાયા
calendar_today May 8, 2026

Chotila: ચોટીલા હાઈવે પર જૈન તીર્થમાં 25 વર્ષથી ખડકાયેલા દબાણ 24 કલાકમાં દુર કરાયા

અમદાવાદ - રાજકોટ નેશનલ હાઈવે ચોટીલા પાસે મહાવીરપુરમ જૈન તીર્થ આવેલુ છે. જૈનોના આસ્થાકેન્દ્ર સમાન આ તીર્થમાં અમુક ઈસમોએ છેલ્લા 25 વર્ષથી ગેરકાયદેસર બાંધકામ કરીને અડ્ડો જમાવ્યો હતો. ત્યારે જૈન તીર્થના ટ્રસ્ટીઓ દ્વારા આ અંગે એસપી પ્રેમસુખ ડેલુને રજુઆત કરવામાં આવતા આણંદપુર પીઆઈ જે. કે. રાઠોડને તાત્કાલીક દબાણ દુર કરવા સુચના અપાઈ હતી. જેમાં 24 કલાકમાં આ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. જેના લીધે જૈન સમાજમાં આનંદની લાગણી ફેલાઈ હતી. અને ટ્રસ્ટીઓએ જિલ્લા પોલીસ વડાનો આભાર માન્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla: સાયલા તાલુકા ગ્રામ્યમાં દારૂના બે સ્થળે દરોડા : રૂ. 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today May 8, 2026

Sayla: સાયલા તાલુકા ગ્રામ્યમાં દારૂના બે સ્થળે દરોડા : રૂ. 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા તાલુકા ગ્રામ્યમાં નડાળા ગામ પાસે એલસીબી ટીમે અને સાયલાના ખાટકીવાસના રહેણાક મકાનમાં સ્થાનીક પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં દારૂ, બિયર, કાર સહિત રૂ. 6,35,066નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બન્ને બનાવના આરોપીઓને ઝડપી લેવા પોલીસે શોધખોળ આદરી છે. સુરેન્દ્રનગર એલસીબી ટીમના વજાભાઈ સાનીયા સહિતનાઓને સાયલા તાલુકાના નડાળા ગામની સીમમાં વીંછીયા તાલુકાના માત્રા ગામનો કિશોર બહાદુરભાઈ ખાચર ડસ્ટર કારમાં દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસને જોઈ આરોપી કિશોર ખાચર કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂના 741 ચપલા, બીયરના 216 ટીન અને કાર મળી કુલ રૂ. 6,01,100નો મુદ્દામાલ કબજે કરી ફરાર કિશોર ખાચર અને કાર માલિક સામે ધજાળા પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ એચસી અજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જયારે સાયલા 5ીઆઈ વાય.જી.ઉપાધ્યાય સહિતની ટીમને સાયલાના ખાટકીવાસમાં રહેતો સોહીલ રમજાનભાઈ મમાણી તેના રહેણાક મકાે વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી સોહીલ મમાણી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે ઘરમાં સીડી નીચેથી વિદેશી દારૂની નાની મોટી 230 બોટલો કિંમત રૂ. 33,966નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી જે.જે.લીંબડીયા ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: માંડલના જાલીસણા ગામના બસ સ્ટેશન પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થિતિ નર્કાગારની
calendar_today May 8, 2026

Mandal: માંડલના જાલીસણા ગામના બસ સ્ટેશન પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થિતિ નર્કાગારની

વિઠલાપુર-બેચરાજી હાઈવે ઉપરના ઔદ્યોગિક વિસ્તારોમાં આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હજુ ક્યાંકને ક્યાંક સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે માંડલ તાલુકાના જાલીસણા ગામમાં મુખ્ય રસ્તા ઉપર એસટી બસના પીકઅપ સ્ટેશનની બહાર છેલ્લાં ઘણાં સમયથી કચરાના ઢગ ખડકાયેલાં છે. અને ગંદુ પાણી પણ સતત છોડવામાં આવી રહ્યું છે. તેથી આસપાસના વિસ્તારમાં માથું ફાડી નાખે એવી દુર્ગંધનો સામનો રાહદારીઓ અને વાહનચાલકોને ફરવો પડી રહ્યો છે. તંત્રની ઉદાસિનતાને પગલે નર્કાગાર જેવી સ્થિતિનો સ્થાનિક લોકોને સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અત્રે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward