android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: રેવન્યુ વિભાગે મોડી રાત્રે પ્રાચીન મંદિર તોડી નાંખતા લોકોમાં આક્રોશ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
calendar_today May 6, 2026

Gir Somnath News: રેવન્યુ વિભાગે મોડી રાત્રે પ્રાચીન મંદિર તોડી નાંખતા લોકોમાં આક્રોશ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગીર સોમનાથમાં ડિમોલિશનથી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. દૂધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર બુલડોઝર ફેરવી દેવાયું છે. રેવેન્યૂ વિભાગે મોડી રાત્રે અચાનક કાર્યવાહી કરી છે. પ્રાચીન મંદિર તોડાતા ભાવિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટતા માહોલ તંગ થયો છે.હાલમાં સોમનાથમાં વિકાસ કામો માટે ડિમોલિશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથમાં ડિમોલિશનથી હોબાળો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ભૂલનો સ્વીકાર કરી પુનઃનિર્માણની ખાતરી આપી છે. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ધાર્મિક લાગણી દુભાતા સ્થાનિકોનો તંત્ર સામે રોષ ફેલાયો છે. સોમનાથમાં સોમનાથ કોરિડોર માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેને લઈને દબાણોનો સફાયો થઈ રહ્યો છે. આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી
calendar_today May 6, 2026

Gujarat Weather News: રાજ્યમાં આગઝરતી ગરમી સાથે વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી

રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. માત્ર ચાર શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. અમદાવાદ શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. અમદાવાદ શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આઠમી મે સુધી છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. 8 મે સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આઠમી મે સુધી છુટા છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યમાં 12 મે સુધી ગરમીમાં વધારો થશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. 15મી મે બાદ ફરી વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 23મે આસપાસ પ્રિ-મોન્સૂન વરસાદ થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. 15મે બાદ ફરી વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે.આ પણ વાંચોઃ Surat News: શુક્રવારે મનપાના મેયર સહિત પાંચ પદોને લઇ કવાયત, સુરતી અને સૌરાષ્ટ્રીયન જૂથો વચ્ચે ભારે ખેંચતાણ

Read Full Story arrow_forward
Mumbai Airport: 7 મેના રોજ 6 કલાક માટે મુંબઇ એરપોર્ટના બંને રનવે રહેશે બંધ, જાણો ફ્લાઇટની દરેક વિગતો
calendar_today May 6, 2026

Mumbai Airport: 7 મેના રોજ 6 કલાક માટે મુંબઇ એરપોર્ટના બંને રનવે રહેશે બંધ, જાણો ફ્લાઇટની દરેક વિગતો

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) આવતીકાલે એટલે કે 7 મે, ગુરુવારના રોજ તેના બંને રનવે પર કામગીરી સ્થગિત રાખશે. એરપોર્ટ વહીવટીતંત્ર દ્વારા વાર્ષિક 'ચોમાસા પૂર્વેની જાળવણી' (Pre-Monsoon Maintenance) માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમય અને શેડ્યૂલ એરપોર્ટ મેનેજમેન્ટ કંપની MIAL ના જણાવ્યા મુજબ, રનવે સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. આ છ કલાક દરમિયાન કોઈ પણ ફ્લાઇટ ઉતરાણ (Landing) કે ઉડાન (Takeoff) ભરી શકશે નહીં. જોકે, આ આયોજન અગાઉથી નક્કી હોવાથી મોટાભાગની એરલાઇન્સે છ મહિના પહેલા જ પોતાના સમયપત્રકમાં ફેરફાર કરી દીધો હતો, તેમ છતાં પ્રવાસીઓને અસુવિધા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શા માટે રનવે બંધ રાખવો જરૂરી છે? મુંબઈમાં ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા સામાન્ય છે. આવા સમયે વિમાનોની સુરક્ષિત અવરજવર માટે રનવેની સપાટી અને એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરવું અનિવાર્ય બને છે. 1,033 એકરમાં ફેલાયેલા આ વ્યસ્ત એરપોર્ટ પર રનવેના ઘસારાને તપાસવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી વરસાદી સિઝનમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. મુસાફરો પર અસર અને ડાયવર્ઝન દરરોજ 1,000 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરતા મુંબઈ એરપોર્ટ પર આ શટડાઉનને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ થઈ શકે છે અથવા મોડી પડી શકે છે. જરૂરિયાત મુજબ, કેટલીક ફ્લાઇટ્સને નજીકના એરપોર્ટ જેવા કે અમદાવાદ, પુણે અથવા ગોવા ખાતે ડાયવર્ટ કરવામાં આવશે. જ્યારે આંતરરાષ્ટ્રીય અને લાંબા અંતરની ફ્લાઇટ્સને દિલ્હી કે બેંગલુરુ જેવા મુખ્ય એરપોર્ટ દ્વારા રૂટ કરવામાં આવી શકે છે. મુસાફરો માટે જરૂરી સલાહ: સ્ટેટસ તપાસો: એરપોર્ટ જવા નીકળતા પહેલા એરલાઇન અથવા CSMIA ની સત્તાવાર વેબસાઇટ પર ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરો. વધારો સમય રાખો: સાંજે 5:00 વાગ્યા પછી એરપોર્ટ ફરી શરૂ થશે ત્યારે ફ્લાઇટ્સના બેકલોગને કારણે વિલંબ થઈ શકે છે, તેથી હાથમાં વધારાનો સમય રાખીને પહોંચો. રિફંડ અને રિબુકિંગ: જો તમારી ફ્લાઇટ રદ થઈ હોય, તો રિફંડ અથવા વૈકલ્પિક ફ્લાઇટ માટે તુરંત સંબંધિત એરલાઇનનો સંપર્ક કરો. મુંબઈ એરપોર્ટ વહીવટીતંત્ર મુસાફરોની સુરક્ષા માટે આ કામગીરી કરી રહ્યું છે, ત્યારે પ્રવાસીઓએ આયોજનપૂર્વક મુસાફરી કરવા વિનંતી છે. આ પણ વાંચોઃ Gold Silver Rate Today: રેકોર્ડ હાઇથી સોનુ 50 હજાર તો ચાંદી 2 લાખ સસ્તુ, જાણો 6મેના રોજ લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward