android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mandal: માંડલ ખંભલાય ટ્રસ્ટના વહીવટી અધિકારી સ્વૈચ્છિક નિવૃત્ત થતા સન્માન કરાયું
calendar_today May 6, 2026

Mandal: માંડલ ખંભલાય ટ્રસ્ટના વહીવટી અધિકારી સ્વૈચ્છિક નિવૃત્ત થતા સન્માન કરાયું

માંડલ : માંડલ ખંભલાય માતાજી મંદિરની ઓફિસમાં કનકભાઈ દવેએ વર્ષ 2010થી વહીવટી અધિકારી તરીકે નિષ્ઠાપુર્વક અને પ્રામાણિકતાથી સેવા આપી છે. તેઓ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુર ગામના વતની છે. 36 વર્ષ સુધી એલઆઈસીમાં ફરજ બજાવી અને રીટાયર્ડ પછીનો 16 વર્ષનો સમય તેમને ધાર્મિક સંસ્થામાં આપ્યો છે. છે તેમના કુળદેવી બાકરથળી સતીમા મંદિરે પણ તેઓ ટ્રસ્ટના પ્રમુખપદે સેવા આપી રહ્યાં છે. માંડલ ખંભલાય માતાજી ટ્રસ્ટ મંડળ આમ તો 2010 પછી વધારે પ્રકાશમાં આવ્યું અનેક પ્રસંગો, ઉજવણીઓમાં વહીવટી અધિકારી સહભાગી રહ્યાં છે જેથી ટ્રસ્ટની સાથે તેઓ પણ આ સંસ્થામાં પાયાની ઈંટ સમાન છે. 16 વર્ષનો લાંબો સમયગાળો અને લગભગ નગરમાં પણ તમામ લોકો સાથે તેમનો વ્યવહાર અને સંબંધી તરીકેનો નાતો હતો. તેઓ હાલ 80 વર્ષના છે મહિના પછી તેઓ 81માં વર્ષમાં પ્રવેશ કરશે. તેમને મંદિર ટ્રસ્ટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં ખંભલાય માતાજી ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું સન્માન કરી, મોમેન્ટો આપીને આ પળને યાદગાર બનાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: કડીના નંદાસણ રોડ પર સ્ટાફ્ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, પાંચ કર્મીને ઈજા
calendar_today May 6, 2026

Mehsana: કડીના નંદાસણ રોડ પર સ્ટાફ્ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, પાંચ કર્મીને ઈજા

કડીના નંદાસણ રોડ ઉપર સોમવારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. દેત્રોજની ખાનગી ફૂડ કંપનીના કર્મચારીઓને ઘરે મૂકવા જઈ રહેલી મિની બસ અને સામેથી આવી રહેલા ડમ્પર વચ્ચે નંદાસણ રોડ સ્થિત વેલકમ હોટેલ નજીક જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસના ડ્રાઇવર સાઈડનો ભાગ સંપૂર્ણ રીતે કચડાઈ જતા ડ્રાઇવર અંદર જ ફ્સાઈ ગયા હતા. અકસ્માત બાદ બસમાં સવાર કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દોડી આવી મદદરૂપ બન્યા હતા. ડ્રાઇવર કેબિનનો ભાગ દબાઈ જતા સ્થાનિકોએ પીકઅપ ડાલાની મદદથી પતરું ખેંચીને ડ્રાઇવરનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને કડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત કુલ 5 લોકો ઘાયલ થયા છે. ચાર કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગંભીર ઈજા પામતા ડ્રાઇવર સહિત તમામને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નંદાસણ રોડ પર માર્ગનું કામ ચાલી રહેલું હોવાથી એકતરફી વાહન વ્યવહાર ચાલુ છે. રસ્તો સંકડો અને રાત્રિનો સમય હોવાથી આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફ્કિજામ લાગી ગયો હતો, જેને પોલીસે તાત્કાલિક હળવો કરાવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: નર્મદાની મુખ્ય કચ્છ કેનાલમાં બે મહિના માટે પાણી પુરવઠો બંધ કરાયો
calendar_today May 6, 2026

Patan: નર્મદાની મુખ્ય કચ્છ કેનાલમાં બે મહિના માટે પાણી પુરવઠો બંધ કરાયો

પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા વિભાગની મુખ્ય કચ્છ કેનાલમાં પહેલી મેથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. નર્મદા કચ્છ કેનાલમાં તાત્કાલિક અસરથી પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય કેનાલની સફાઈ અને જરૂરી રીપેરીંગ કામગીરીને લઈને લેવામાં આવ્યો છે. નર્મદા વિભાગ દ્વારા ગત તા. 1લી મેથી જ કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવતા આગામી દિવસોમાં ખેડૂતોને કેનાલ મારફ્તે કેનાલનું મળતું પાણી બે માસ માટે મળશે નહીં આગામી પહેલી જુલાઈના પાણી નર્મદા કેનાલમાં રાબેતા મુજબ મળવાનું નર્મદા વિભાગના અંગત સૂત્રો દ્વારા જાણવા મળવા પામ્યું હતું.નર્મદાની મુખ્ય કચ્છ કેનાલ બંધ દરમિયાન કેનાલ મારફ્તે થતી સિંચાઈ અને કેટલાક વિસ્તારોના પીવાના પાણી પુરવઠા પર અસર પડી શકે છે. ખેડૂતો અને સ્થાનિક લોકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા નર્મદા વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કામગીરી ઝડપથી પૂર્ણ કરીને વહેલી તકે પાણી પુરવઠો ફરી શરૂ કરવા પ્રયાસો હાથ આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે એક તરફ્ નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે બીજી તરફ્ હાલમાં કાળઝાળ ઉનાળામાં કેનાલ બંધ થતાં પીવાના પાણીની વિકટ સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પ્રબળ જોવા મળી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward