android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhrangadhra: ધ્રાંગધ્રામાં મંદિર મામલે હિન્દુ સંગઠનના યુવાનો મેદાનમાં
calendar_today May 6, 2026

Dhrangadhra: ધ્રાંગધ્રામાં મંદિર મામલે હિન્દુ સંગઠનના યુવાનો મેદાનમાં

ધ્રાંગધ્રા ભલાહનુમાન મંદિરનું ટ્રસ્ટ બનાવી સતપંથી પ્રમુખ બની મંદિરમાં સનાતનધર્મના વિરૂધ્ધના ફોટા - ધજા લગાવી વિવાદ સર્જાતા હિન્દુ સંગઠનના યુવાનો મેદાનમાં આવી પ્રમુખે મનમાની કરી ટ્રસ્ટ બનાવ્યાના આક્ષેપ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા ભલાહનુમાન મંદિર વર્ષોજુનુ પવિત્ર મંદિર છે. મંદિરના મહંતના નિધન બાદ ટ્રસ્ટના સતપંથી પ્રમુખે મંદિરમાં ફેરફાર કરી સનાતનધર્મની વિરૂધ્ધની કામગીરી થતી હોય એવી રીતે મનમાની ચલાવી સફેદ ધજા, સનાતનધર્મના મંદિરમાં ના હોય એવા ફોટા લગાવી મંદિરનો કબ્જો લઇ લીધો હોય એવું લાગી રહયુ છે. બીજી તરફ વર્ષો પહેલા આ મંદિરની સ્થાપના કરેલ ચંદુલાલ ચૌહાણ સહિતના એક પણનો આ ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઇએ સમાવેશ કર્યા વગર પોતાની પત્નીને પણ ટ્રસ્ટમાં સમાવી લીધી છે. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગદળના ધ્રાંગધ્રા પ્રમુખ હિતેશભાઇ ચૌહાણે ટ્રસ્ટની સ્થાપના માટે સ્વ.મહંતની મંજૂરી લીધી છે કે કેમ આ તમામ બાબતની તપાસ શરૂ કરી છે.સાથે તેઓના પિતાએ મંદિરની સ્થાપના કરી હોવાથી ટ્રસ્ટમાં સમાવેશ કરવાનુ જણાવવા છતાંય હિતેશભાઇનો ટ્રસ્ટમાં સમાવેશ પણ ન કર્યો અને હાલ ભલાહનુમાન મંદિરમાં કાઇ જરૂર જ નથી એવી દેરીઓ બનાવી પીરાણામાં હોય એવી સફેદ ધજા લગાવી, કોઇ સતાતનમંદિરમાં ન હોય એવા ફોટા લગાવી સતપંથીમંદિર બનાવવાનો કારસો ચાલુ કર્યો હોય એવી કામગીરી કરતા હોવાથી લોકોએ વિરોધ કરી મંદિર બચાવવા માટે હિન્દુ સંગઠનો કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: દિકરીના લગ્નની તૈયારી ચાલી રહી હતી અને તસ્કરો ઘરમાં ત્રાટક્યા
calendar_today May 6, 2026

Palanpur: દિકરીના લગ્નની તૈયારી ચાલી રહી હતી અને તસ્કરો ઘરમાં ત્રાટક્યા

પાલનપુરમાં અમદાવાદ હાઈવે પર આવેલ સાંઈવીલા 6 સોસાયટીમાં રહેતા અને ટાઈલ્સ ફિટિંગનું કામ કરતા અને મુળ રાજસ્થાનના ગ્યારસીલાલ માલારામ પ્રજાપતિની દિકરીના લગ્ન હોઈ દર દાગીના ઘરે લાવીને મુકેલ હતા તે દરમ્યાન રાત્રીના સુમારે તસ્કરોએ ઘરની બારીના સળીયા તોડી ઘરમાં ઘુસીને તિજોરીમાંથી 4 લાખ રૂપિયા રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.7.30 લાખની મતાની ચોરી કરી પલાયન થઈ જતા આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.ઉપરોકત ચોરીની ઘટનાની વિગત એવી છે કે મુળ રાજસ્થાનના અને હાલમાં પાલનપુર ખાતે ટાઈલ્સ ફિટિંગનો વ્યવસાય કરતા અને અમદાવાદ હાઈવે પર એસબીપુરા પાસે સાંઈવીલા 6 સોસાયટીમાં રહેતા ગ્યારસીલાલ પ્રજાપતિની દિકરીના લગ્ન હોવાથી ઘરમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી અને લગ્ન માટે દાગીના તેમજ રોકડ રકમ લાવીને તિજોરીમાં મુકી હતી અને તેઓ ઘરમાં લગ્ન હોવાથી તેની તૈયારી કરી રહ્યા હતા. દરમ્યાન ગત રાત્રીના સુમારે પરીવારજનો ઘરના ધાબા પર સુવા ગયા અને તેમની દિકરીઓ ઘરમાં સુતી હતી. દરમ્યાન મોડી રાત્રે તસ્કરોએ ઘરની પાછળની બાજુએ બારીના સળીયા તોડી અને ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં પડેલ દાગીના તેમજ રોકડ રકમ રૂપિયા 4 લાખ મળી કુલ રૂા.7.30 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે સવારે પરીવારજનો જાગ્યા ત્યારે જોયું તો ઘરમાં સર સામાન વેરવિખેર પડેલ હતો અને ઘરની તિજોરી ખુલ્લી પડી હતી. આથી તેઓ ચોંકી ઉઠયા હતા અને આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અને ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કર ગેંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને બનાવ અંગે ગુનો નોંધી સમગ્ર ઘટના બાબતે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: પાલનપુરમાં દબાણ કરાવવા અને હટાવવાની પેંતરાબાજી
calendar_today May 6, 2026

Palanpur: પાલનપુરમાં દબાણ કરાવવા અને હટાવવાની પેંતરાબાજી

પાલનપુર શહેરમાં એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં દબાણ ન હોય જાહેર રસ્તાઓ પર દબાણની સમસ્યા જટિલ છે અને દબાણદારો પર પાલિકાના જ સત્તાધીશોની રહેમ નજર હોય તેમ અહિં તેમને દબાણ કરવાની પૂરતી વ્યવસ્થા કરાતી હોવાનું કહેવાય છે. દબાણ કરવા માટે બ્લોક નાખી આપવા અને વર્ષોથી કરવામાં આવેલા દબાણ દૂર ન કરાતા પાલિકાના સત્તાધીશોની સીધી મીલીભગત હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોજીથી હાઈવે સુધીનો માર્ગ આઠ લેન બનાવવા માટે રૂપિયા 18 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે અને તેના માટે હવે દબાણદારોને સાચવી લઈ અને કોજી વિસ્તારના લારી ગલ્લા હટાવતા લારી ગલ્લાવાળાઓએ આજે કલેકટર કચેરીએ જઈને રજૂઆત કરી છે. પાલનપુર શહેરમાં જાહેર રસ્તાઓ પર દબાણ હવે સામાન્ય બની ગયું છે અને જાણે દબાણ કરવો એ જાણે સૈદ્ધાંતિક હક હોય તેમ નગરપાલિકામાં શાસકોએ પણ માની લીધું છે અને દબાણ કરવા માટે પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. ફુટપાથનો નામો નિશાન મિટાવી દેવાયું છે તો બીજી તરફ પાલનપુર શહેરમાં જયાં 18 લાખ રૂપિયામાં કામ થઈ શકે એમ છે ત્યાં હવે રૂપિયા 18 કરોડ ખર્ચ કરવા માટે સરકારી બાબુએ નિર્ણય લીધો છે.ફુટપાથ ખરેખર ત્રણથી ચાર ફુટનો હોય છે તેના બદલે 20 ફુટના ફુટપાથ બનાવ્યા હતા તે તોડવાની જરૂર છે અને રસ્તા પહોળા બનાવવામાં આવે તો ખુબ જ ઓછા ખર્ચમાં આ કામગીરી થઈ શકે તેમ છે પરંતુ આઈકોનિક રોડના નામે રૂપિયા 18 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.અગાઉ પણ રૂપિયા 7 કરોડના ખર્ચે ટ્રાફિકજામની સમસ્યા હટાવવાના નામે હાઈવે સર્કલ પર ખોટો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યાં હવે ટ્રાફિકજામની સમસ્યા હજુ પણ ઉકેલ આવ્યો નથી ત્યારે બીજી તરફ હવે આઈકોનિક રોડના નામે રૂપિયા 18 કરોડ ખર્ચ કરી અને પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે. ખરેખર જ્યાં જરૂર છે તેવા વિસ્તારમાં વિકાસ કરવાની અને રસ્તાઓ બનાવવાની જરૂર છે ત્યાં રસ્તા બનતા નથી. આમ છતાં રાજ્ય સરકાર દ્વારા આવા ખોટા ખર્ચ શા માટે મંજુર કરવામાં આવતા હશે તે લોકોને સમજાતું નથી ખરેખર જ્યાં જરૂરીયાત છે તેવા વિસ્તારમાં આ કામ કરવામાં આવે તો લોકોને જરૂરી સુવિધા મળી રહે પરંતુ તેમ ન કરવામાં આવતા અને ખોટા ખર્ચ મંજુર કરવામાં આવતા લોકોમાં આ અંગે અનેક સવાલ ઉઠયા છે ત્યારે આ રોડ બનાવવા માટે દબાણ દુર કરવાની જરૂર છે અને તે પણ પાકા દબાણો દુર કરવાની જરૂર છે. અને તેના માટે સીટી સર્વેના નકશા મુજબ જીઆઈડીસી સુધીના રસ્તાની માપણી કરવી જોઈએ જેથી બંને તરફના દબાણો દુર થઈ શકે અને રસ્તો પહોળો બનાવી શકાય તે માટે હજુ કામ તો શરૂ થયું નથી પરંતુ તે પહેલા જ ચલિત દબાણ એટલે કે ફ્રુટ અને શાકભાજીની લારીઓવાળાને દોડાવવામાં આવતા તેમણે આજે કલેકટર કચેરીએ પહોંચી અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે જગ્યા આપવાની માંગ સાથે રજુઆત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward