Patan: પાટણમાં આશાસ્પદ યુવકે સિદ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી
પાટણ શહેરમાં આવેલ સિદ્ધી સરોવરમાંથી એક મૃતદેહ તરતો હોવાની જાણ પસાર થતાં લોકોને થતાં તેમણે પાટણ નગરપાલિકાના નગરસેવકને જાણ કરી હતી. જેથી પાટણ નગરપાલિકાની ફયર બ્રિગેડની ટીમ દોડી આવી પાણીમાંથી મૃતદેહ બહાર કાઢી ઓળખ વિધી કરતા મૃતક પાટણનો જ એક આશાસ્પદ યુવક હોવાનું જાણવા મળતાં પરિવારને જાણ કરતા પરિવાર પણ દોડી આવ્યો હતો અને ભારે રોકકળ કરી મૂકી હતી. આ અંગે પરિવારે કોઈ પોલીસ ફ્રીયાદ કે પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતાં મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવી હતી.શહેરમાં આવેલ સિદ્ધી સરોવરમાંથી પાટણ શહેરમાંથી ગુમ એક 24 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં પાટણમાં રહેતો 24 વર્ષીય અમરત પ્રજાપતિ ત્રણેક દિવસથી ઘરેથી ગુમ થતાં પરિવાર ચિંતિત બન્યો હતો અને શોધખોળ હાથ ધરી હતી. તેવામાં પાટણમાં સિદ્ધી સરોવરમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ સ્થાનિકોને થતાં તેમણે પાલીકાના નગરસેવકનું ધ્યાન દોરતા ભરત ભાટીયાએ તાત્કાલિક પાલીકાની ફયર બ્રિગેડની ટીમ બોલાવી મૃતદેહ પાણીમાંથી બહાર કાઢી પરિવારને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા. અને પોતાના પુત્રના મૃત્યુ અંગે કોઈ પોલીસ ફ્રીયાદ કે પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા મૃતદેહને ઘરે લઈ જઈ અંતિમક્રિયા કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward