android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: ધોરણ 10ની બોર્ડની પરિક્ષાનું 83.86 ટકા પરિણામ જાહેર, A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં વધારો થયો
calendar_today May 6, 2026

Gujarat News: ધોરણ 10ની બોર્ડની પરિક્ષાનું 83.86 ટકા પરિણામ જાહેર, A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં વધારો થયો

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષે 83.08 ટકા હતું. આ વર્ષે ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100% પરિણામ સાથે મોખરે છે. જ્યારે દાહોદના મૂન ખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ જાહેર થયું છે. નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ વર્ષ 2026નું ધોરણ 10નું બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં આ વખતના પરિણામની ટકાવારીમાં વધારો થયો છે. 2025માં 83.08 ટકા પરિણામ આવ્યું હતું જે વર્ષ 2026માં 83.86 ટકા પરિણામ જાહેર થયું છે. ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યું છે. નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ છે. વિધાર્થીઓનું પરિણામ 80.12 ટકા આવ્યું પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42 ટકા પરિણામ જાહેર થયું છે. આ વખતે દીકરીઓએ પરિણામમાં બાજી મારી છે. કન્યાઓનું પરિણામ 88.28 ટકા રહ્યું છે. દાહોદના મૂન ખેસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74 ટકા પરિણામ આવ્યું છે. વિધાર્થીનીઓએ ફરી એકવાર બાજી મારી છે. વિધાર્થિનીઓનું પરિણામ 88.28 ટકા જ્યારે વિધાર્થીઓનું પરિણામ 80.12 ટકા આવ્યું છે.A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં વધારો થયો છે.વિદ્યાર્થીઓની સફળતા દરમાં સુધારો થયો છે. આ પણ વાંચોઃ Ahmedabad: પાંચ ફુટના અંતરે તાપમાનમાં તફાવત : શહેરના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે ત્યારે વૃક્ષોની નીચે 15 ડિગ્રીની રાહત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં મોટાભાગના શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું. અમદાવાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે
calendar_today May 6, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં મોટાભાગના શહેરોમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટ્યું. અમદાવાદમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 06 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: પાંચ ફુટના અંતરે તાપમાનમાં તફાવત : શહેરના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે ત્યારે વૃક્ષોની નીચે 15 ડિગ્રીની રાહત
calendar_today May 6, 2026

Ahmedabad: પાંચ ફુટના અંતરે તાપમાનમાં તફાવત : શહેરના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે ત્યારે વૃક્ષોની નીચે 15 ડિગ્રીની રાહત

બપોરે શહેરના ડામર અને કોંક્રિટ રસ્તાઓ પર તાપમાન 50-51 ડિગ્રી સે.સુધી નોંધાતું હોય ત્યારે નજીકની ઘટાદાર વૃક્ષના છાંયામાં તે 10 થી 15 ડિગ્રી સે. ઓછું જોવા મળ્યું છે. શહેરના વિવિધ માર્ગો પર કરવામાં આવેલા તાપમાન માપન મુજબ મુખ્ય રસ્તા અને તેનાથી માત્ર 5 થી 10 ફૂટ દૂર આવેલી વૃક્ષછાંય વચ્ચે નોંધપાત્ર તફવત સામે આવ્યો છે. બપોરે 1 વાગ્યે રસ્તા પર તાપમાન 50 થી 51 ડિગ્રી સે. સુધી પહોંચતું હોય છે, જ્યારે નજીકની ઘટાદાર વૃક્ષછાંયે તે આશરે 36 થી 38 ડિગ્રી સે. વચ્ચે નોંધાય છે. આ નિરીક્ષણ દરમિયાન આઈઆઈએમ રોડ પર વસ્ત્ર્રાપુરથી અંધજન ચાર રસ્તા વચ્ચેના આરસીસી માર્ગ પર 51 ડિગ્રી સે. રોડનું તાપમાન નોંધાયું,જ્યારે નજીકની વૃક્ષછાંયે 37.2 ડિગ્રી સે.નોંધાયું હતું. અંધજન ચાર રસ્તાથી કેશવબાગ સુધીના ડામરના રસ્તા પર પણ 51 ડિગ્રી સે. તાપમાન સામે આવ્યું,જ્યારે સર્વિસ રોડ પર વૃક્ષછાંયે તે 38.1 ડિગ્રી સે. સુધી મર્યાદિત રહ્યું છે. એટલું જ નહીં રોડની વચ્ચે રહેલા ઘટાદાર વૃક્ષ નીચે પણ 36.1 ડિગ્રી સે.તાપમાન જોવા મળ્યું છે. કોંક્રિટ અને ડામર ગરમી ઝડપથી શોષી લઈને લાંબા સમય સુધી જાળવી રાખે છે, જેના કારણે શહેરોમાં અર્બન હીટ આઈલેન્ડ જેવી પરિસ્થિતિ સર્જાય છે. બીજી તરફ્,વૃક્ષો છાંયો અને બાષ્પીભવન પ્રક્રિયા દ્વારા આસપાસનું તાપમાન ઘટાડવામાં સહાય કરે છે. શહેરમાં ઘટતી હરિયાળી અને વધતા કોંક્રિટ માળખાને કારણે ગરમીની અસર વધુ તીવ્ર બનતી હોવાનું નિરીક્ષણ સૂચવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward