android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: ખોરજ પાસે 4.66 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ : ડ્રાઇવર ફરાર
calendar_today May 6, 2026

Gandhinagar: ખોરજ પાસે 4.66 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ : ડ્રાઇવર ફરાર

એલસીબી-2ની ટીમ પ્રોહિબીશનના કેસો શોધવા માટે અંતરિયાળ વિસ્તારો ખુંદી રહી હતી ત્યારે પોલીસ સબ ઇન્સપેક્ટર એન.બી.રાઠોડની ટીમના હે.કો. વિપુલભાઇ તથા પો.કો. જયસ્મીતરાજસિંહને બાતમી મળી હતીકે, એક દારૂ ભરેલી સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નંબર જીજે-18-બીજી- 8092 મહેસાણાથી અમદાવાદ તરફ આવી રહી છે. આથી પોલીસે પુર્વ બાતમીના આધારે વિશ્વ ઉમિયાધામ પાસે રોડ પર કારના રોકવા નાકાબંધી કરી હતી. બાતમી મુજબની કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઇને કાર ચાલકે ગાડી ઉભી રાખી નહતી. આથી પોલીસે લાઠીના ઉપયોગથી કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.આ બનાવમાં કારનો ડ્રાઇવર સાઇડ અને આગળનો કાચ તુટી ગયો હતો.પોલીસે કારનો પીછો કર્યો હતો. દરમિયાન ચાલક કારને અદાણી શાંતિગ્રામ ઓવરબ્રીજથી વૈષ્ણોદેવી સર્કલ રોડ પર કારને ચાલુ રાખીને સ્થળ પર મુકી ભાગી ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તલાસી લેતા તેમાંથી દારૂની 54 નંગ પેટી મળી આવી હતી. જેમાં વિવિધ બ્રાંડની રૂા. 4.66 લાખની કિંમતની 2592 નંગ બોટલો હતો. પોલીસે કાર સહિત રૂા.14.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: વાવોલ પાસે ગેસ એજન્સીની બહાર સિલિન્ડર માટે લાઈનો લાગી ગઈ
calendar_today May 6, 2026

Gandhinagar: વાવોલ પાસે ગેસ એજન્સીની બહાર સિલિન્ડર માટે લાઈનો લાગી ગઈ

યુદ્ધને પગલે સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત વચ્ચે સામાન્ય લોકો પરેશાન થઈ ગયા છે. ગાંધીનગરમાં વાવોલ પાસે આવેલી ગેસ એજન્સી પાસે આજે સવારથી જ લોકોની લાઈન લાગી ગઈ હતી. જેમાં મોડી સાંજ સુધી લોકોને સિલિન્ડર માટે બેસી રહેવાનો વારો આવ્યો હતો.ગાંધીનગરમાં ગેસ સિલિન્ડરની અછતની બૂમો ફરી ઉઠી છે. જિલ્લામાં ગેસ સિલિન્ડરના 2.05 લાખથી વધુ ઘરેલું ગ્રાહકો છે. જ્યારે કોમર્શિયલમાં અંદાજે 3500થી વધુ કનેક્શન છે.કોમર્શિયલ ગેસના કનેક્શન ધારકો બાદ હવે ઘરેલુ ગેસ કનેક્શન ધરાવતા લોકો પરેશાન થઈ ગયા છે. નાગરિકોમાં ઉઠેલી ફરિયાદ મુજબ બુકિંગ છતાં ગેસ સિલિન્ડર સમયસર મળતાં નથી. આવી સ્થિતિમાં સિલિન્ડર પુરા થતાં ના છૂટકે નાગરિકોને લાકડા સળગાવીને ખાવાનું બનાવવાની ફરજ પડે છે. ગાંધીનગરમાં વાવોલ પાસે આવેલી ગેસ એજન્સી પાસે દૈનિક અનેક લોકો સિલિન્ડર માટે લાઈન લગાવીને ઉભા રહે છે. ત્યારે આજે પણ ઘણા નાગરિકો વહેલી સવારથી લાઈન લગાવીને ઉભા હતા. જોકે છેકે મોડી સાંજે સિલિન્ડરની ગાડી આવી હતી. જેને પગલે આખો દિવસ સુધી નાગરિકોને નોકરી-ધંધો મુકીને બેસી રહેવાની ફરજ પડી હતી. જેને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. સવારના અજવાળે સિલિન્ડર માટે પહોંચેલા નાગરિકોને અધારું થવા આવ્યું ત્યારે સિલિન્ડર મળ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ઉત્તર ગુજરાતમાં કેટલાંક વિસ્તારમાં વરસાદી માવઠું
calendar_today May 5, 2026

Gandhinagar: ઉત્તર ગુજરાતમાં કેટલાંક વિસ્તારમાં વરસાદી માવઠું

મોડાસા : મે મહિનામાં ઉનાળો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. આકાશમાંથી અગનગોળા છૂટતા હોય તેવી કાળઝાળ ગરમી પડી રહી છે. આવા સમયે મંગળવારે સવારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના અડધા વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પવન ફૂંકાવા સાથે માવઠુ થતાં જ ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી હતી. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડયા હતા અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડયો હતો.જે વિસ્તારોમાં માવઠુ થયુ હતુ ત્યાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જ્યારે બાકીના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મંગળવારે સવારે જિલ્લાના માલપુર, મેઘરજ, શામળાજી અને મોડાસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ પડયો હતો. મેઘરજ તાલુકાના ઈસરી, રેલ્લાવાડા, જીતપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.મોડાસા તાલુકાના નાંદીસણ, દધાલિયા અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે માવઠુ થયુ હતું. જ્યારે યાત્રાધામ શામળાજી,વાંસેરા કંપા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને રાત્રે પણ લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ગામડાઓમાં લોકો ઘરની બહાર અને અગાશીઓમાં મીઠી નિંદર માણી રહ્યા હતા. આવા સમયે અચાનક કમોસમી વરસાદ તૂટી પડતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લામાં મકાઈ, બાજરી, ઘાસચારો સહિત ઉનાળુ વાવેતર કરવામાં આવ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward