Banaskantha: ભાજપ પ્રદેશ પ્રમુખના નિવેદન મુદ્દે થરાદમાં કોંગ્રેસે રેલી સાથે સૂત્રોચાર કર્યા
થરાદ : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં આજે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરાટ રેલી અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસે આ નિવેદનને સમગ્ર નારી શક્તિનું અપમાન ગણાવી જગદીશ વિશ્વકર્માના રાજીનામાની માંગ કરી છે. થરાદ ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. રેફ્રલ ત્રણ રસ્તા પાસે કાર્યકરોએ રસ્તા પર બેસીને ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પૂતળાના દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસે સતર્કતા દાખવી પૂતળું ઝૂંટવી લેતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને રકજક થઈ હતી. રેલીના અંતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો વિવાદાસ્પદ નિવેદન બદલ ભાજપ પ્રદેશ પ્રમુખ રાજીનામું નહીં આપે, તો આગામી દિવસોમાં આ આંદોલન સમગ્ર રાજ્યમાં વધુ ઉગ્ર બનાવવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward