android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar News: નિષ્ઠુર માતાના પાપનો ભાંડો ફૂટ્યો, અન્ય પુરુષ સાથે સંબંધ બાદ જન્મેલા બાળકને દાટી દીધું હતું
calendar_today May 5, 2026

Porbandar News: નિષ્ઠુર માતાના પાપનો ભાંડો ફૂટ્યો, અન્ય પુરુષ સાથે સંબંધ બાદ જન્મેલા બાળકને દાટી દીધું હતું

પોરબંદરમાં એક પરીણિતાની પ્રેમલીલામાં એક નવજાત બાળકનો ભોગ લેવાયો હોવાની આશંકાએ ભારે ઉત્તેજના જગાવી છે.પોતાના અનૈતિક સંબંધો પર પડદો પાડવા માટે કઠોર હૃદયની નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને ઓડદર ગામના છેવાડે દાટી દીધું હોવાની વિગતો બહાર આવી છે. આ બાબતની મહિલાના પતિને જાણ થતાં જ તેણે માધવપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં મહિલા સહિત 3 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવજાત શિશુની હત્યાનો ભેદ ઉકેલાયો પોરબંદરના માધવપુર વિસ્તારની આ પરણીતા છેલ્લા ઘણા સમયથી તેના પતિ સાથે અણબનાવ હોવાથી રિસામણે બેઠી હતી.આ સમય દરમિયાન તેણે પોતાના પ્રેમી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.જેના કારણે તે ગર્ભવતી બની હતી.ગત સપ્તાહે તેણે પોરબંદરની એક હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.જોકે આ પાપ દુનિયા સામે ન આવે તે માટે તેણે બાળકનો નિકાલ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો પોલીસે મહિલાના પતિની ફરિયાદ બાદ આ ઘટનામાં બાળકની માતા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે વિપુલ કાનાભાઈ વાસણની ફરિયાદના આધારે આરોપી પત્ની જાગૃતિ વિપુલ વાસણ તેની માતા દૂધીબેન મુળુભાઈ વાજા અને દોલતગઢના હિતેશ ખીમા ડાકી સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર

Read Full Story arrow_forward
Rajkot News: મનપાએ શહેરમાં વરસાદી પાણી ભરાય છે તેવા 2 ડઝન વિસ્તારોને રેડ સ્પોટ જાહેર કર્યા
calendar_today May 5, 2026

Rajkot News: મનપાએ શહેરમાં વરસાદી પાણી ભરાય છે તેવા 2 ડઝન વિસ્તારોને રેડ સ્પોટ જાહેર કર્યા

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાંની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.આ માટે મળેલી સમીક્ષા બેઠકમાં રાજકોટ જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનો અસરકારક અમલ કરવા અને ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા જિલ્લામાં દરેક તાલુકા માટે એક નાયબ કલેક્ટર મળીને કુલ 12 અધિકારીઓને ખાસ ફરજ સોપવામાં આવી છે.વાવાઝોડા કે ભારે વરસાદની ચેતવણીના સંજોગોમાં તમામ સ્ટાફને ફરજના સ્થળે જ હાજર રહેવા તેમજ આગામી 1 જુનથી કલેક્ટરે સૂચના આપી હતી. બીજી તરફ રાજકોટ મનપાએ પણ પ્રિમોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરી છે. 30 મિનીટમાં વરસાદી પાણીના નિકાલનો દાવો રાજકોટ મનપા દ્વારા પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટિની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા પ્રિ મોન્સૂનનો પ્લાન તૈયાર કર્યો છે. આગામી 30 દિવસમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શહેરના 63 વોકળામાંથી પાણી નિકાલનું આયોજન કરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના રેડ સ્પોટ નક્કી કરાયા છે. શહેરમાં 30 મિનીટમાં વરસાદી પાણીના નિકાલનો દાવો કરવામાં આવ્યો છે. પાણી ભરાવાના સ્પોટનું મોનિટરીંગ CCTV દ્વારા કરાશે. 800માંથી 200 જર્જરીત આવાસનું રિપેરીંગ કરવામાં આવ્યું છે.અત્યાર સુધી 250 જેટલા જર્જરીત મકાન દૂર કરાયા છે. દર વખતે તંત્રના દાવા પર દર વર્ષે વરસાદી પાણી ફરી વળે છે. શહેરમાં ત્રણ દાયકાથી બદલાયેલી વરસાદી પેટર્નના કારણે શહેરમાં માત્ર એક ઈંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. અસરકારક વ્યવસ્થા કરવા પર ભાર મુકાયો રાજકોટ જિલ્લામાં ચોમાસું શરૂ થાય તે પહેલાંથી જ વોટર સ્પોર્ટસની પ્રવૃત્તિ જો ક્યાંય થતી હોય તો તે બંધ કરવા પર ભાર મુક્યો હતો.નિવાસી અધિક કલેક્ટરે જર્જરિત થાંભલાઓ, ઊંચા બિલ્ડિંગ પર લાગેલા જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ વગેરેને સમયસર દૂર કરવા સૂચના આપી હતી.ચોમાસામાં જાનહાનિ ટાળવા આગોતરી અસરકારક વ્યવસ્થા કરવા પર ભાર મુકાયો હતો.પશુમૃત્યુ કે માનવમૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સહાયની રકમ અસરગ્રસ્તોને વહેલાસર ચુકવવા જણાવાયું હતું. આ પણ વાંચોઃ Surat News: 41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો, લગ્ન મંડપથી દાગીના લઇ ફરાર

Read Full Story arrow_forward
Ahmedabad: કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ, બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આક્ષેપ
calendar_today May 5, 2026

Ahmedabad: કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ, બનાવટી LC રજૂ કરી ચૂંટણી જીત્યાનો આક્ષેપ

શહેરના કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર (કોડેકર) મુશ્કેલીમાં મુકાયા છે. તેમની વિરુદ્ધ બનાવટી દસ્તાવેજો ઉભા કરી સત્તાધિકારીઓ અને જનતા સાથે છેતરપિંડી કરવા બદલ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.શાળાના ટ્રસ્ટીએ જ નોંધાવી ફરિયાદઆ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કૃષ્ણનગર વિદ્યાવિહાર શાળાના મેનેજિંગ ટ્રસ્ટીએ પોલીસનો સંપર્ક કર્યો. ફરિયાદ મુજબ, કલ્પનાબેને જે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે કર્યો હતો, તે બનાવટી છે. શાળાના રેકોર્ડમાં આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ચૂંટણી જીત્યા બાદ વિવાદ વકર્યોકલ્પનાબેન કુબેરનગર વોર્ડમાંથી ચૂંટણી જીતીને કોર્પોરેટર બન્યા છે. જોકે, હવે આક્ષેપ થઈ રહ્યો છે કે તેમણે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા શૈક્ષણિક દસ્તાવેજો ખોટા હતા. જો આ આક્ષેપો સાબિત થાય, તો તેમનું કોર્પોરેટર પદ પણ જોખમમાં મુકાઈ શકે છે. વિરોધ પક્ષો દ્વારા પણ આ મુદ્દે તપાસની માંગ તેજ કરવામાં આવી છે.પોલીસ કાર્યવાહી શરૂકૃષ્ણનગર પોલીસે મેનેજિંગ ટ્રસ્ટીની ફરિયાદના આધારે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ સર્ટિફિકેટ ક્યાંથી અને કોની મદદથી બનાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં આ મામલે કોર્પોરેટરની પૂછપરછ પણ થઈ શકે છે.આ પણ વાંચો: Amreli: પુત્રની નજર સામે માતાની હત્યા કરી અપહરણકારો ફરાર, LCB એ યુવકનો જીવ બચાવ્યો

Read Full Story arrow_forward