android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himanta Biswa Sarma Networth: કેટલા અમીર છે હિમંતા? કરોડોની સંપત્તિ પણ પોતાના નામે કાર નહીં
calendar_today May 5, 2026

Himanta Biswa Sarma Networth: કેટલા અમીર છે હિમંતા? કરોડોની સંપત્તિ પણ પોતાના નામે કાર નહીં

આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના નેતૃત્વ હેઠળ ભાજપે શાનદાર જીત નોંધાવી છે. NDA એ 101 બેઠકો જીતી છે. આ ગઠબંધનમાં આસામ ગણ પરિષદ અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે દરેકે 10 બેઠકો મેળવી છે. એક મહત્વપૂર્ણ બાબત એ છે કે ભાજપે પોતાની તાકાત પર 64 બેઠકોના બહુમતી આંકડાને વટાવી દીધો છે. આ વખતે, તેણે 82 બેઠકો મેળવી છે. હિમંતા સરમા શેરબજારથી રહે છે દૂર હિમંત બિસ્વા શર્મા જેઓ ફરી એકવાર સત્તા સંભાળવા માટે તૈયાર છે.  તેમની સંપત્તિ કરોડોમાં છે. ચૂંટણી નામાંકન સમયે ચૂંટણી પંચને સુપરત કરેલા સોગંદનામામાં, તેમણે ખુલાસો કર્યો હતો કે તેમની અને તેમની પત્નીની સંયુક્ત સંપત્તિ ₹35 કરોડ છે. જોકે હિમંત શર્મા શેરબજારથી દૂર રહે છે, તેમની પત્નીએ શેરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. હિમંતા પાસે કાર નથીચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા પર નજીકથી નજર નાખવાથી જાણવા મળે છે કે હિમંત બિસ્વા શર્માએ તેમની કુલ સંપત્તિ ₹35.16 કરોડ જાહેર કરી હતી, જ્યારે તેમણે ₹16.86 કરોડની જવાબદારીઓ પણ જાહેર કરી હતી. ગુવાહાટી યુનિવર્સિટીમાંથી પીએચડી ડિગ્રી ધરાવતા હિમંત પાસે ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં ₹2 લાખ રોકડા હતા, જ્યારે તેમના અને તેમની પત્નીના બેંક ખાતાઓમાં કુલ ₹1.42 કરોડ જમા હતા. કરોડોની સંપત્તિ હોવા છતાં, હિમંત શર્મા પાસે કાર નથી. જોકે, તેમની પત્નીના નામે એક કાર નોંધાયેલી છે, જેની કિંમત ₹21 લાખ છે. હિમંત બિસ્વા શર્માની પત્ની એક મીડિયા કંપની પણ ધરાવે છે, જેમાં તે અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આ કંપનીનું નામ પ્રાઇડ ઇસ્ટ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ છે.પત્નીનું શેરમાં નોંધપાત્ર રોકાણહિમંત બિસ્વા શર્માને શેરબજારમાં કોઈ રસ નથી. તેમના સોગંદનામા મુજબ તેમણે શેર, બોન્ડ કે ડિબેન્ચરમાં કોઈ રોકાણ કર્યું નથી. જોકે તેમની પત્ની પાસે નોંધપાત્ર શેર પોર્ટફોલિયો છે. હા, આ અંગેની વિગતો સોગંદનામામાં ખરેખર શેર કરવામાં આવી હતી. દસ્તાવેજનું અવલોકન કરવાથી જાણવા મળે છે કે તેમની પત્ની અનલિસ્ટેડ કંપનીઓમાં ₹2.74 કરોડના શેર ધરાવે છે, જ્યારે તેમણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ₹2 કરોડનું રોકાણ કર્યું છે. વધુમાં, અન્ય બજાર શેરમાં ₹2.63 લાખના રોકાણ અંગે માહિતી આપવામાં આવી હતી. હિમંતા બિસ્વા શર્માના નામે કોઈ જીવન વીમા પૉલિસી નોંધાયેલી નથી; જોકે, તેમની પત્ની ₹1 કરોડથી વધુ મૂલ્યની HDFC લાઇફ પૉલિસી ધરાવે છે. આ દંપતી પાસે હાલમાં આશરે ₹5 કરોડની બાકી લોન છે.કેટલા છે દાગીના ? હિમંતા બિસ્વા શર્મા  પાસે આશરે 180 ગ્રામ વજનના સોનાના દાગીના છે, જેની કિંમત ₹25 લાખ છે. તેનાથી વિપરીત ચૂંટણી સોગંદનામામાં આપવામાં આવેલી વિગતો અનુસાર તેમની પત્ની ₹2.03 કરોડના સોનાના દાગીના ધરાવે છે. દંપતીની વ્યક્તિગત સંપત્તિની તપાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે હિમંત શર્માની પત્ની તેમના કરતા વધુ ધનિક છે. જ્યારે હિમંત બિસ્વા શર્માની કુલ સંપત્તિ ₹2.36 કરોડ છે, તેમની પત્નીની જંગમ સંપત્તિનું મૂલ્ય ₹13.56 કરોડ છે. પોતાના નામે નથી કોઈ ઘર કે જમીન ? તેમની કારની જેમ, હિમંત બિસ્વા શર્મા પાસે પોતાના નામે કોઈ ઘર કે જમીન નોંધાયેલ નથી; જોકે, તેમની પત્નીના નામે કરોડોની મિલકતો નોંધાયેલ છે. ચૂંટણી સોગંદનામામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમની પાસે ₹7.25 કરોડના મૂલ્યના પ્લોટ અથવા બિન-ખેતી જમીન છે. તેમની પાસે ₹12 કરોડના સંયુક્ત મૂલ્યના બે ઘર પણ છે.

Read Full Story arrow_forward
Rajkot: 20 બાળકો કેન્સર અને 20 બાળકો થેલેસેમિયાથી ગ્રસ્ત, 783 બાળકોમાં એનીમિયાના લક્ષણો જોવા મળ્યા
calendar_today May 5, 2026

Rajkot: 20 બાળકો કેન્સર અને 20 બાળકો થેલેસેમિયાથી ગ્રસ્ત, 783 બાળકોમાં એનીમિયાના લક્ષણો જોવા મળ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ આંગણવાડીઓ, સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં હાથ ધરાયેલી આરોગ્ય ચકાસણીમાં હચમચાવી દેતી વિગતો સામે આવી છે. બાળકોના સ્વાસ્થ્યને લઈ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ, હજારો માસૂમ બાળકો વિવિધ બીમારીઓ અને કુપોષણ સામે ઝઝૂમી રહ્યા છે.કુપોષણ અને સ્થૂળતાનો બેવડો મારઆરોગ્ય ચકાસણીમાં કુલ 29,286 બાળકો કુપોષણને લગતી કોઈને કોઈ બીમારીથી પીડાતા હોવાનું નોંધાયું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે બદલાતી જીવનશૈલીને કારણે 15,060 બાળકો 'સ્થૂળતા' (Obesity) નો શિકાર બન્યા છે. માત્ર નાના બાળકોમાં જ ૨૧૮ બાળકો એવા છે જેમાં ડાયાબિટીસના લક્ષણો જોવા મળ્યા છે, જે ભવિષ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે.કેન્સર અને થેલેસેમિયા જેવા ગંભીર રોગોઆરોગ્ય તપાસ દરમિયાન માસૂમ બાળકોમાં કેન્સર અને થેલેસેમિયા જેવી જીવલેણ બીમારીઓ પણ જોવા મળી છે. રિપોર્ટ અનુસાર, ૨૦ બાળકો કેન્સર ના દર્દી છે, જ્યારે અન્ય 20 બાળકો થેલેસેમિયા મેજરની બીમારી ધરાવે છે. આ ઉપરાંત, લોહીની ઉણપ એટલે કે એનીમિયાના લક્ષણો ધરાવતા ૭૮૩ બાળકો પણ મળી આવ્યા છે.તંત્ર દ્વારા સારવારની ખાતરીઆરોગ્ય ચકાસણીમાં જે બાળકો બીમાર મળ્યા છે, તેમને તાત્કાલિક સારવાર અને જરૂરી પોષણ મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ આ બાળકોને સિવિલ હોસ્પિટલ અથવા અન્ય આરોગ્ય કેન્દ્રો પર રીફર કરવામાં આવશે. આ આંકડાઓએ વાલીઓ માટે પણ જાગૃત થવાની અને બાળકોના આહાર-વિહાર પર ધ્યાન આપવાની જરૂરિયાત સ્પષ્ટ કરી છે.આ પણ વાંચો: Surat: બોગસ આધારકાર્ડ દ્વારા 10 કરોડની સાડીઓ પડાવનાર તામિલનાડુનો ઠગ જેલભેગો

Read Full Story arrow_forward
Panchmahal: સુરતથી વતન પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો, અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત
calendar_today May 5, 2026

Panchmahal: સુરતથી વતન પરત ફરતા પરિવારને કાળ ભેટ્યો, અકસ્માતમાં માતા-પિતા અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક કાળજું ધ્રુજાવી દેતો અકસ્માત સર્જાયો હતો. સુરતથી પોતાના વતન મહીસાગર પરત ફરી રહેલા બ્રાહ્મણ પરિવારની કાર આગળ જતી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતમળતી માહિતી મુજબ, મહીસાગર જિલ્લાના મૂડાવડેખ ગામના વતની અને સુરતમાં રહેતા બ્રાહ્મણ પરિવારને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં માતા, પિતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું છે. પરિવારમાં હવે માત્ર 8 વર્ષની દીકરી બચી છે, જેની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.હાઈવે પર સુરક્ષા સામે સવાલોનોંધનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેને હજુ થોડા સમય પહેલા જ ટ્રાયલ રન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે, ટૂંકા ગાળામાં જ આ હાઈવે પર અનેક જીવલેણ અકસ્માતો નોંધાયા છે. હજુ થોડા દિવસો પહેલા જ આ જ હાઈવે પર અન્ય એક અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યા હતા. સતત સર્જાતા અકસ્માતોને પગલે હાઈવેની સુરક્ષા અને વાહનોની ગતિ મર્યાદાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસઘટનાની જાણ થતા જ હાઈવે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વતનમાં ખુશીના પ્રસંગે કે મુલાકાતે આવી રહેલા પરિવાર પર કાળ ત્રાટકતા મૂડાવડેખ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો: Rajkot: 20 બાળકો કેન્સર અને 20 બાળકો થેલેસેમિયાથી ગ્રસ્ત, 783 બાળકોમાં એનીમિયાના લક્ષણો જોવા મળ્યા

Read Full Story arrow_forward