android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath News: PM મોદી 11 મેએ સોમનાથના પ્રવાસે, રોડ શૉના રૂટ પર સ્વચ્છતા સહિતની તૈયારી
calendar_today May 5, 2026

Gir Somnath News: PM મોદી 11 મેએ સોમનાથના પ્રવાસે, રોડ શૉના રૂટ પર સ્વચ્છતા સહિતની તૈયારી

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય પ્રદર્શન બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો કચ્ચરઘાણ કાઢ્યા બાદ વડાપ્રધાન મોદી આગામી 11મી મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપનાના 85 વર્ષની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને વડાપ્રધાનની મુલાકાતને લઈને તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ વડાપ્રધાન મોદી આગામી તા.11 મેના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનની આ મુલાકાતને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજાઈ હતી.સોમનાથ મંદિરના દર્શન સહિતની તૈયારીઓને અનુલક્ષી કલેક્ટરે સંલગ્ન વિભાગના શીર્ષ અધિકારીઓને જરુરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતુ. વડાપ્રધાનની મુલાકાતને લઈને સોમનાથનું તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ વડાપ્રધાનની સંભવિત મુલાકાત સંદર્ભે હેલિપેડની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો જાળવવા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, રોડ-શૉના સમગ્ર રૂટ પર સ્વચ્છતા-બેરિકેટિંગ સહિત આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવાશે. તમામ વિભાગોને સમયમર્યાદામાં કામગીરી કરવા સૂચનાઓ આપી દેવાઈ છે. આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા

Read Full Story arrow_forward
Surat: બોગસ આધારકાર્ડ દ્વારા 10 કરોડની સાડીઓ પડાવનાર તામિલનાડુનો ઠગ જેલભેગો
calendar_today May 5, 2026

Surat: બોગસ આધારકાર્ડ દ્વારા 10 કરોડની સાડીઓ પડાવનાર તામિલનાડુનો ઠગ જેલભેગો

સુરતનું ટેક્સટાઇલ માર્કેટ ફરી એકવાર છેતરપિંડીની ઘટનાને લઈ ચર્ચામાં આવ્યું છે. જોકે, આ વખતે સુરત પોલીસની ઇકો સેલ શાખાએ પ્રોમ્પ્ટ કાર્યવાહી કરીને એક એવા ઠગને ઝડપી પાડ્યો છે જેણે દસ્તાવેજોમાં ચેડાં કરી વેપારીઓનો વિશ્વાસ જીત્યો અને કરોડોનો ચૂનો લગાવ્યો હતો.નકલી કંપની બનાવી વેપારીઓને લૂંટ્યાઆરોપી ગણેશ થનગાવેલ, જે મૂળ તામિલનાડુનો વતની છે, તેણે સરકાર દ્વારા આપવામાં આવતા આધારકાર્ડમાં ડિજિટલ છેડછાડ કરી હતી. આ નકલી આધારકાર્ડના આધારે તેણે કર્ણાટકના મૈસૂરમાં 'શિવમ ટ્રેડર્સ' નામની એક બોગસ પેઢી ઉભી કરી હતી. આ પેઢીના નામે તેણે સુરતના કાપડના વેપારીઓનો સંપર્ક કર્યો અને મોટા પાયે ઓર્ડર આપી કુલ 10 કરોડ રૂપિયાની સાડીઓ મેળવી લીધી હતી.ચૂકવણું કર્યા વગર થયો ફરારસાડીઓનો મોટો જથ્થો મૈસૂર મંગાવ્યા બાદ જ્યારે પેમેન્ટનો સમય આવ્યો ત્યારે આરોપીએ પોતાની ઓફિસ બંધ કરી દીધી અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સુરતના વેપારીઓએ જ્યારે તપાસ કરી ત્યારે માલૂમ પડ્યું કે જે આધારકાર્ડ અને દસ્તાવેજો આપવામાં આવ્યા હતા તે તમામ બોગસ હતા.પોલીસ તપાસ અને રિમાન્ડવેપારીઓની ફરિયાદના આધારે ઇકો સેલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી ગણેશને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે ૪ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે આ છેતરપિંડીમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોઈ શકે છે અને તેણે અગાઉ અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Ahmedabad: સબ રજીસ્ટ્રાર કચેરીનું મોટું લાંચકાંડ ઝડપાયું, ACBએ 2.50 લાખના મુદ્દામાલ સાથે ચારને દબોચ્યા

Read Full Story arrow_forward
Gujarat News: અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટી અને ટાઈફોઈડના કેસ વધ્યા
calendar_today May 5, 2026

Gujarat News: અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટી અને ટાઈફોઈડના કેસ વધ્યા

અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં ભારે ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ છે. મોટા શહેરોમાં ગરમીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું આંકાડાઓ બતાવી રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને તાવની ફરિયાદો સહિત પાણી જન્ય રોગચાળો પણ વધી ગયો છે. આરોગ્ય નિષ્ણાંતો પ્રમાણે તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની ભીડ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ AMCના આરોગ્ય વિભાગ મુજબ એપ્રિલ 2026માં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે.આંકડાકીય વિગતો મુજબ,શહેરમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તપાસ દરમિયાન પાણીના 21 નમૂના અનફ્ટિ જાહેર થયા છે અને 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ શૂન્ય જણાયું છે.વધતા તાપમાનમાં બેક્ટેરિયાની ઝડપી વૃદ્ધિ થતી હોવાથી પ્રદૂષિત પાણી કોલેરા અને ટાઈફોઈડનું જોખમ વધારે છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા પણ પ્રદૂષિત પાણીના ઉદ્દભવસ્થાનો શોધવા તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં વાયરલ રોગચાળો વકર્યો રાજકોટ શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી ગયા બાદ વાયરલ રોગચાળો વકર્યો છે.છેલ્લા એક સપ્તાહ દરમિયાન તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટીના કુલ 1886 કેસ સરકારી ચોપડે નોંધાયા છે.જ્યારે કમળાના બે અને ટાઈફોઈડ તાવનો એક કેસ મળી આવ્યો છે.પાણીજન્ય રોગને અટકાવવા માટે કુલ 1085 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ કર્યો છે. શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી હોવા છતા મચ્છરનો ત્રાસ વધ્યો છે તેના કારણે છેલ્લા એક સપ્તાહમાં શરદી-ઉધરસના 747, સામાન્ય તાવના 711 અને ઝાડા-ઉલ્ટીના 423 કેસ નોંધાયા છે. આ પણ વાંચોઃ Surat News: વરાછાની SBI બેંકમાં 50 લાખની લૂંટ કરનાર બે આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયા

Read Full Story arrow_forward