android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: કલેકટર કચેરી પાલનપુરમાં યથાવત રાખવા હવે પથિકાશ્રામ તોડી પડાશે
calendar_today May 5, 2026

Palanpur: કલેકટર કચેરી પાલનપુરમાં યથાવત રાખવા હવે પથિકાશ્રામ તોડી પડાશે

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરમાં જિલ્લા પંચાયત બિલ્ડિંગ બન્યા બાદ જિલ્લા પંચાયતના આરએન્ડબી વિભાગ દ્વારા પથિકાશ્રામ બનાવવામાં આવ્યું હતું. અને વર્ષ 2021 માં તેનું નવીનીકરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હવે લાખો રૂપિયાના ખર્ચ બાદ આ પથિકાશ્રામને તોડવામાં આવી રહ્યું છે. આથી હવે પાલનપુરનું આ પથિકાશ્રામ હવે ઈતિહાસ બની જશે.પાલનપુર શહેરમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે તેમાં જિલ્લા કલેકટર કચેરી જગાણા ખાતે ખસેડવા સામે લોકોનો વિરોધ હતો અને તેમાં જે તે સમયે જિલ્લા પંચાયતમાં સત્તા પર બેઠેલ સત્તાધીશોએ કલેકટર કચેરી બહાર ન જાય તે માટે વધારાની જમીન આપવા માટે સંમતિ દર્શાવી અને પથિકાશ્રામની જગ્યા મહેસુલ વિભાગને ફાળવવા માટેનો ઠરાવ કર્યો હતો. આમ પથિકાશ્રામના ભોગે નવી કલેકટર કચેરી જોરાવર પેલેસ કમ્પાઉન્ડમાં બને તે માટેના પ્રયાસ સફળ રહ્યા અને હાલમાં કલેકટર કચેરી જોરાવર પેલેસ કમ્પાઉન્ડમાં જ બનાવવાનો નિર્ણય લેવાયો છે. પથિકાશ્રામને હવે તોડી પાડી અને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. આમ નવિન કલેકટર કચેરી માટે બગીચા ઉપરાંત વધારાની જમીન પણ સર્વે કરાઈ છે. ત્યારે પથિકાશ્રામ હજુ તો પાંચ વર્ષ પહેલા જ નવીનીકરણ કરી અને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યાં હવે આ બિલ્ડિંગ તોડવાની શરૂઆત કરાઈ છે.જો કે આ જમીન ખુલ્લી થવાથી રસ્તા પહોળા બનશે અને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવશે તેમજ નવું પથિકાશ્રામ બાયપાસ રોડ પર બનાવવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: યુવકના ખિસ્સામાંથી મળી આવેલ સુસાઈડ નોટમાં પત્ની,પુત્રીની હત્યાનું રાજ ખુલ્યું
calendar_today May 5, 2026

Mehsana: યુવકના ખિસ્સામાંથી મળી આવેલ સુસાઈડ નોટમાં પત્ની,પુત્રીની હત્યાનું રાજ ખુલ્યું

મહેસાણા જિલ્લાના વડનગર પંથકમાં આવેલ શાહપુર વડ ગામે રહેતા ગિરીશ પરમાર નામના યુવકે છ માસ થી ગુમ તેની પત્ની અને પુત્રી અંગેની પોલીસ તપાસ દરમિયાન વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળે થી પડતું મૂકી આપઘાત કર્યો હતો. જોકે આ આપઘાત કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ કરતા જ મૃતકના ખિસ્સા માંથી મળી આવેલ એક સુસાઇડ નોટે એક નવો જ વળાંક આપ્યો હતો.જેમાં યુવકે પોતાની પત્ની અને પુત્રીની હત્યા કરી ઘર પાસેના મકાનમાં લાશ દાટી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. વડનગર પોલીસ ગિરીશ પરમારના આપઘાત કેસની તપાસ કરતા મળી આવેલ સુસાઇડ નોટ આધારે તાલુકાના શાહપુર (વડ) ગામે તેના ઘરે પહોંચી હતી. જ્યાં મૃતકે કરેલ ખુલાસા મુજબ તેના કુટુંબીઓના ઘરની અંદર તપાસ કરતા જમીનમાં શંકાસ્પદ સ્થિતિ જોતા સ્થાનિક મામલતદાર સહિતના સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિઆ ખોદકામ શરૂ કર્યું હતું. ખોદકામ દરમિયાન 2થી 3 ફૂટ અંદર જમીન માંથી એક બાળકી અને મહિલાનો ડિકમ્પોઝ થયેલ હાલતમાં કંકાલ મળી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તબક્કે આ કંકાલ મૃતક ગિરીશની પત્ની પ્રિયંકા અને પુત્રી પરીનો હોવાનું માની તેની હકીકત જાણવા માટે બન્ને કંકાલને ફેરેન્સિક ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે બનાવ વાળી જગ્યાને કોર્ડન કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે સમગ્ર મામલે મૃતક ગિરીશ તેની પત્ની અને પુત્રી સાથે જોડાયેલા લોકોના નિવેદનો લેવા પણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો પ્રિયંકાના દાદા રમણભાઈ દ્વારા હત્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: સફાઈકર્મીએ રસ્તા પરથી મળેલો iPhone મૂળ માલિકને પરત કર્યો
calendar_today May 5, 2026

Gandhinagar: સફાઈકર્મીએ રસ્તા પરથી મળેલો iPhone મૂળ માલિકને પરત કર્યો

મહાપાલિકાના મહિલા સફાઈ કર્મચારીને સરગાસણ વિસ્તારમાં રસ્તા પરથી કિંમતી આઈફોન મળી આવ્યો હતો. જે તેમણે મૂળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પુરું પાડયું છે. આઈ-ફોન જોઈને કોઈનું પણ મન અને લાલચ બગડે પરંતુ અહીં આ મહિલા સફાઈ કામદારે કંઈપણ વિચાર કર્યા વિના આઈફોન પરત કરી દઈ પોતે પ્રામાણિકતાની મિશાલ બન્યા છે.તગડો પગાર હોવાછતાં અધિકારી-કર્મચારીઓ કૌભાંડ આચરતા ખચકાતા નથી. ત્યારે મહાપાલિકાના સરગાસણ વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાહીબેનને આઈ-ફોન જોઈને પણ લાલચ ના જાગી. સરગાસણ વિસ્તારમાં ડાહીબેન રોજની જેમ જ સફાઈ કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન રસ્તા પર બિનવારસી હાલતમાં એક મોંઘો સ્માર્ટફોન(iPhone)પડેલો હતો તેની પર તેમની નજરપડી. ડાહીબેને તરત જ મોબાઈલને લઈ લીધો અને પોતાની પાસે સુરક્ષિત રાખ્યો હતો. બીજી તરફ એક વ્યક્તિ પોતાનો કિંમતી ફોન ખોવાઈ જવાથી તે વિસ્તારમાં શોધખોળ કરતા જઈ ચડયા. ડાહીબેનને ખબર પડી કે વ્યક્તિ પોતાનો મોબાઈલ શોધી રહી છે. તેમણે પુરતી ખાતરી કર્યા બાદ તે કિંમતી મોબાઈલ તેના અસલી માલિકને પરત કર્યો હતો. પોતાનો ગુમ થયેલો આઈ-ફોન પરત મળતા વ્યક્તિને હાંશકારો થયો હતો અને ડાહીબેનનો આભાર માન્યો હતો અને તેમની પ્રમાણિકતાના વખાણ કર્યા હતા. મહાપાલિકાને જ્યારે આ બાબતની જાણ થઈ ત્યારે તંત્રએ પણ ડાહીબેનની ફરજનિષ્ઠા અને ઈમાનદારીની નોંધ લીધી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward