android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: બાવળા શહેરમાં જ્વેલર્સના શોરૂમમાં ચોરી થતા ફરિયાદ
calendar_today May 5, 2026

Ahmedabad: બાવળા શહેરમાં જ્વેલર્સના શોરૂમમાં ચોરી થતા ફરિયાદ

બાવળા શહેરમાં આર.એ પટેલ માર્કેટમાં આવેલા ઝવેરાત જ્વેલર્સના શોરૂમમાં એક મહિલા ગ્રાહક બની આવી હતી શોરૂમમાં નોકરી કરતા કર્મચારીને પોતે સોનાની વીંટી લેવાનું જણાવતા કર્મચારી સેલ્સમેન તેજસભાઇ અને હેલ્પર કાજલબેન દ્વારા તેને અલગઅલગ સોનાની વીંટીઓ ટ્રે માં મૂકી બતાવા લાગ્યા હતા ચાલાક મહિલા દ્વારા સોનાની વીંટીઓ જોતાજોતા સેલ્સમેનની નજર ચૂકવી ટ્રે માં રહેલી એક સોનાની વીંટી રૂમાલમાં દબાવી દઈ પોતાની પાસે રહેલી ખોટી વીંટી ટ્રે માં મૂકી દીધી હતી ત્યારબાદ મહિલા ત્યાંથી નીકળી ગઈ હતી સેલ્સમેન દ્વારા ટ્રે માં રહેલી વીંટીઓ પરત મૂકવા જતા ખોટી વીંટી ટ્રે માં હોવાની જાણ થતા શોરૂમના વીંટીઓના સ્ટોક ચેક કર્યા હતા એથી ખબર પડી હતી કે એક 9.40 ગ્રામની વીંટી જેની કિંમત રૂપિયા 140000 છે તે સ્ટોકમાંઓછી છે ત્યારબાદ શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલાની હાથની સફઈ નજરે જોવા મળી હતી બનાવ અંગે શોરૂમના માલિક પિયુષભાઈ નવીનચંદ્ર શાહ દ્વારા અજાણી મહિલા વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાવી પોલીસને સીસીટીવી ફૂટેજ આપ્યા હતા પોલીસ દ્વારા ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: સાણંદ ખાતે ભાજપનો વિજયોત્સવ
calendar_today May 5, 2026

Ahmedabad: સાણંદ ખાતે ભાજપનો વિજયોત્સવ

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભાજપ ની મોટી સરસાઈ થી થયેલ જીત ને લઈ અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા શનિવારે સાણંદ ખાતેનાં કે.ડી.ફામ ખાતે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભાજપનાં વરિષ્ઠ ને તા ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા અને તેમણે જીતેલા તમામ સદસ્યો ને કહ્યું હતું કે હવે તમે જીત્યા એટલે તમારી જવાબદારી વધી ગઈ છે અને તમારે તમારા વિસ્તારનાં પ્રક્ષ્નો નું નિરાકરણ થાય તેના માટે પ્રયત્નો કરી વિકાસ નાં કામો ને વેગ આપવાનો છે.અમે તેઓએ જીતેલા સદસ્યો કરતાં તેમને જીતાડવા લોહી-પરસેવો એક કરનાર કાર્યકરોનો આભાર માન્યો હતો.અને જીતની સમીક્ષા કરી વધુ મજબુતાઈ થી આગળ વધવાની પ્રેરણા આપી હતી.આ પ્રસંગે ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે ભાજ માટે હંમેસા દેસ પ્રથમ રહ્યો છે માટે હવે પ્રજાનાં કામો માં કોઈ કસર છોડવાની નથી. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ધારાસભ્ય કનુભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી, હાર્દિકભાઈ પટેલ, કુશળસિંહ પઢેરીયા, પ્રગજીભાઈ પટેલ, પ્રદેશ ભાજપ સહપ્રવક્તા ઘનશ્યામભાઈ ગઢવી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા માં ચૂંટાયેલા સભ્યો તથા ખૂબજ મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: મોરૈયામાં નવી કારનાં મુહૂર્ત સમયે ચાલકે કાબુ ગુમાવતા મહિલાનું મોત
calendar_today May 5, 2026

Ahmedabad: મોરૈયામાં નવી કારનાં મુહૂર્ત સમયે ચાલકે કાબુ ગુમાવતા મહિલાનું મોત

સાણંદ તાલુકાનાં ચાંગોદર માં રૂદ્ર આરંભ ખાતે રહેતા સુરજ કુમાર રામચરણ વર્મા (ઉં.વર્ષ-32) એ તા.27 એપ્રિલ નાં રોજ નવી કાર ખરીદી હતી જેઓ પોતાની કાર લઈને મોરૈયા ખાતે આવેલ એસ.આર.એસ. એવન્યુ માં રહેતા પોતાનાં મિત્રને ત્યાં શુક્રવારે કાર લઈને ગયા હતાં ત્યાં શુકન માટે શ્રીફળ કારનાં ટાયર નીચે મુકી કારનું મુહુર્ત કરવા જતાં હતા જ્યાં આસપાસ લોકો ઉભા હતા ત્યારે અચાનક શ્રીફળ સ્લિપ મારી જતાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા જમણી બાજુ દીવાલ સાથે કાર અથડાઈ હતી જેમાં એક બાળક સાઈકલ લઈને જતો હતો તેનો આબાદ બચાવ થયો હતો અને આ અકસ્માત માં 56 વર્ષિય મધુબેન કાર નીચે આવી ગયા હતા જેમાં કાર નીચે થી બહાર કાઢતાં તેમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી ઈજાગ્રસ્ત મધુબહેનને તાત્કાલિક હોસ્પીટલાઈઝ કરાયા હતા જ્યાં તા.1 નાં રોજ તબીબો એ તેઓને મૃત જાહેર કર્યા હતા.બનાવની જાણ ચાંગોદર પોલીસને થતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward