Ahmedabad: સાણંદ GIDCમાં IPD કંપનીમાં આગ ભભુકી
સાણંદ જી.આઈ.ડી.સી. માં વન્ડરપાર્ક નાં ગેટ પાસે આવેલ કંપની માં બપોરે 1 વાગ્યાનાં સુમારે આગ ભભુકતાં અફરા તફરી મચી જવા પામી હતી.આસપાસ માણસો નાં ટોળે-ટોળા એકત્રિત થઈ ગયા હતા જોત-જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ફાયર વિભાગને જાણ કરતાં તુરંત જ ફાયર ફાઈટરો ઘટનાં સથળે દોડી આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે રવિવારે બપોરે 1-15 નાં સુમારે સાણંદ જી.આઈ.ડી.સી ખાતે વંડરપાર્ક નાં ગેટ પાસે આવેલ આઈ.ડી.પી. કંપની નાં સ્ટોર વિભાગમાં અચાનક જ આગ ભભુકી હતી અને જોત-જોતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ફાયર વિભાગને જાણ કરતાં સાણંદ નગર પાલિકા, સાણંદ જી.આઈ.ડી.સી., ટાટા કંપની, એ.એમ.સી. વિગેરે નાં 10 ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.સદનસીબે આગથી કોઈ જાનહાની થવા પામી નથી.આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward