Surendranagar: ચોટીલાના ઘાંચીવાડમાંથી 3 શખ્સો 330 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા
રાજકોટ સીઆઈડી ક્રાઈમની ટીમે પ્રતીબંધીત ગાંજાની માહીતીને આધારે ચોટીલાના ઘાંચીવાડમાં રેડ કરી હતી. જેમાં ચોટીલાના ર અને થાનના 1 શખ્સ સહિત 3 આરોપીઓ 330 ગ્રામ ગાંજો, 3 બાઈક અને મોબાઈલ સહિત રૂપીયા 1,31,700ની મત્તા સાથે પકડાયા હતા. રાજકોટ ઝોનની સીઆઈડી ક્રાઈમ ટીમના પીઆઈ જે.જે.ચૌહાણ સહિતનાઓને ચોટીલાના ઘાંચીવાડમાં ચોટીલાનો સલમાન સોલંકી, મુબીન હમીરકા અને થાનનો આમીન મુલતાની બાઈક પર પ્રતીબંધીત ગાંજા સાથે હાજર હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ત્રણેય શખ્સો સલમાન રફીકભાઈ સોલંકી, મુબીન યુનુસભાઈ હમીરકા અને આમીન ઉર્ફે ભોલો રમેશભાઈ મુલતાની ઝડપાયા હતા. આ ત્રણેયની તપાસ કરતા તેમની પાસેથી પ્રતીબંધીત ગાંજો 330 ગ્રામ મળી આવ્યો હતો. જયારે મુબીન અને આમીન પાસેથી છરી મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને ગાંજો, 3 બાઈક, 3 મોબાઈલ સહિત રૂપીયા 1,31,700ની મત્તા સાથે ધરપકડ કરી ચોટીલા પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ એમ.ટી.ગઢવી ચલાવી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward