Kheda: ખેડાના નવાગામ-કઠવાડા રસ્તો નહીં બને તો આંદોલનના ભણકારા
ખેડા તાલુકાના નવાગમાથી કઠવાડા તરફ જતો રસ્તો છેલ્લા ચારેક વર્ષથી તુટેલો હોવા છતાં તંત્રના જવાબદારોમાં સંકલનના અભાવે રસ્તો નહી બનતા નાગરીકોમાં તંત્રની કામગીરીથી નારાજગી જોવા મળી રહી છે.આ રસ્તા પર તંત્રના જવાબદાર અધિકારીઓ પણ કેટલીય વખત અવરજવર કરી હોવા છતાં આ રસ્તા અંગે યોગ્ય કાર્યવાહી ન થવાને લઈને નાગરીકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.ઉપરાંત આગામી દસેક દિવસમાં અંગે યોગ્ય નહી કરે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ખેડા તાલુકાના નવાગામથી કઠવાડા તરફ જતો રસ્તો આગળ ઘરોડા, ચિત્રાસર તરફ જાય છે.નવાગામથી કઠવાડાવાળો રસ્તો છેલ્લા ચારેક વર્ષથી તંત્રના જવાબદારોને અનેક વખત રજુઆતો કરવા છતાં તેઓ કંઈ પણ કરતા ન હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે તંત્રના સંકલનના અભાવે નાગરીકોને અનેક રીતે હેરાનગતીનો સામનો કરવો પડી રહયો છે.રસ્તો તુટેલ હોવાને લઈને બસ વ્યહારનો પણ લાભ મળતો ન હોવાનો આક્ષેપ કરાયો છે. કઠવાડા ગ્રામ પંચાયતે ઓએનજીસીને નવાગામ કઠવાડા રસ્તો બનાવવા માટે પણ રજુઆત કરી હોવાનુ નાગરીકોએ જણાવ્યુ છે. નાગરીકોના જણાવ્યા મુજબ ઓએનજીસીના ભારે વાહનનો વાંરવાર અહીથી પસાર થતાં હોવા છતાં રસ્તો બનાવવામાં આવતો ન હોવાનો આક્ષેપ કર્યો છે. જો નવાગમ કઠવાડા રસ્તો નહી બને તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ સ્થાનીક નાગરીકોએ ઉચ્ચારી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward