Gujarat Weather News: ગરમી અને ઉકળાટ વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો
ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થયો છે પણ બીજી તરફ ઉકળાટ વધ્યો છે. રાજ્યમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગે તાપમાનમાં વધઘટની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. સુરેન્દ્રનગર 41.8,ભુજ 41, અમરેલી 40.5,ભાવનગર 40.7, અમદાવાદ 39.4,ગાંધીનગર 49, કંડલા 39.7,ડીસા 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ત્યારે આજે વહેલી અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસાના નાદિસણ ગામે પણ વરસાદ થયો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે માવઠું થયું હતું. વહેલી સવારે મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. માલપુર તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી પવન અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ઇસરી જીતપુર પંથકમાં ગાજ વીજ તેમજ પવન સાથે વરસાદ થયો છે.વરસાદી માવઠાને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મોડાસાના નાદિસણ ગામે પણ વરસાદ થયો છે. ગરમ પવનને કારણે ઉકળાટની અસર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમ પવનને કારણે ઉકળાટની અસર જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. બીજી તરફ રાજકોટમાં આકરા તાપ સાથે લૂ વરસાવતા ગરમ પવન ફૂંકાયા છે. શહેરમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે.ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમી અને ઉકળાટની અસર જોવા મળી છે.આ પણ વાંચોઃ Dahod: વડનગર ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ માટે દાહોદના બે વિદ્યાર્થીની પસંદગી
Read Full Story arrow_forward