android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: વડનગર ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ માટે દાહોદના બે વિદ્યાર્થીની પસંદગી
calendar_today May 5, 2026

Dahod: વડનગર ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમ માટે દાહોદના બે વિદ્યાર્થીની પસંદગી

પ્રેરણા ઉત્સવમાં દેશના 10 રાજ્યોમાંથી બે તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાંથી દાહોદ જિલ્લાના બે વિદ્યાર્થીઓની દાહોદ ડીઈઓ કચેરી તેમજ નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જે દાહોદ માટે ગૌરવપુર્ણ બાબત છે.દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીની ગામી દિવાણી તથા પીએમ શ્રી કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થી આલોક ભદકોર રાષ્ટ્રિય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. તથા બંન્ને વિદ્યાર્થીઓના માર્ગદર્શન શિક્ષક તરીકે નવજીવન ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય રાંગીણીબેન પટેલ પણ આ ઉત્સવમાં જોડાઈ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તા.19 થી 25 એપ્રિલ દરમ્યાનના આ કાર્યક્રમમાં બંન્ને વિદ્યાર્થીઓએ 3ડી મોડેલ, બાંધણી કલા,માટીકામ જેવી પ્રવૃતિઓમાં લાઈવ પ્રદર્શન કર્યુ હતું. કતેમજ ગામી દિવાણીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉઘ્દોષક, નૃત્ય દ્વારા બધાને પ્રભાવિત કર્યા હતા. બંન્ને વિદ્યાર્થીઓ તથા આચાર્ય બહેન દ્વારા દાહોદ જિલ્લાની સંસ્કૃતિને સુંદર રીતે રજુ કરાઈ હતી.જેમાં રાગિણીબેન પટેલે દાહોદનું ગ્રામીણ ટ્રેડીશનલ ભોજન દાળ-પાનીયા લાઈવ બનાવી સૌને પિરસ્યા હતાં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gadhinagar: જનતા PM મોદીની સકારાત્મક વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહી છેઃ મુખ્યમંત્રી
calendar_today May 5, 2026

Gadhinagar: જનતા PM મોદીની સકારાત્મક વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહી છેઃ મુખ્યમંત્રી

 પિૃમ બંગાળ, આસામ અને પૂડુચેરી તેમજ ગુજરાતમાં ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના વિજયને વધાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ''જનતા સકારાત્મક રાજનીતિની સાથે જોડાઈ રહી છે'' એમ કહીને હારમાંથી પણ શીખીને સતત આગળ વધતા રહેવુ, વધવુ એ જ ભાજપના કાર્યકર્તાઓની વિશેષતા હોવાનનું જણાવ્યુ હતુ. ભારતમાં ભાજપના ઐતિહાસિક વિજયની આગેકૂચને સોમવારે કોબા સ્થિત પ્રદેશ કાર્યલાય- શ્રી કમલમે ઢોલ- નગરા વગાડી, ફટાકડા ફોડીને કાર્યકરોએ ઉજવી હતી. વંદે માતરમ અને જય શ્રી રામના નાદ સાથે થયેલી ઉજવણી વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોને પિૃમ બંગાળની ઝાલમૂરી અને રસગુલ્લાને ખવડાવીને મોઢુ મીઠુ કરાવ્યુ હતુ. આ વિજય માત્ર એક ચૂંટણીમાં મળેલી જીત નથી પરંતુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસવાદ ઉપર જનતાએ મુકેલો અતૂટ વિશ્વાસ છે. કહેતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચૂંટણી પરિણામોને વડાપ્રધાન મોદીની વિકાસની રાજનીતિ અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પનો વિજય ગણાવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી ઘટી પણ ઉકળાટ વધ્યો, રાજકોટમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું
calendar_today May 5, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં ગરમી ઘટી પણ ઉકળાટ વધ્યો, રાજકોટમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 05 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward