Bharuch: ભરૂચ જિલ્લા ભાજપે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરી
પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શનને પગલે ભરૂચમાં ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચુંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યુ છે. ખાસ કરીને બંગાળમાં ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંચબત્તી ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ભાજપ કાર્યકરોમા ઉત્સાહનો માહોલ વચ્ચે વંદે માતરમ, ભારત માતા કી જય, ખેલા હો ગયા સહિતના નારાઓથી વાતાવરણ ગજવી દીધુ હતુ. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ દીદીના એક હથ્થું શાસનનો અંત અને પ્રજાના ભાજપ પર વિશ્વાસનો વિજય ગણાવ્યો હતો.આ ઐતિહાસિક વિજયને જનસમર્થનથી જીત લેખાવી હતી. ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સાથે મહામંત્રી પરેશ પટેલ,નરેન્દ્રસિંહ પરમાર, યુવા પ્રમુખ શક્તિસિંહ પરમાર,શહેર પ્રમુખ જતીન પટેલ, પરેશ લાડ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward