android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: દીકરાના લગ્નના ઓરતા અધૂરા રહ્યા, થરા-રાધનપુર હાઈવે પર રિક્ષા પલટી જતાં પિતાનું મોત
calendar_today May 4, 2026

Banaskantha: દીકરાના લગ્નના ઓરતા અધૂરા રહ્યા, થરા-રાધનપુર હાઈવે પર રિક્ષા પલટી જતાં પિતાનું મોત

બનાસકાંઠા જિલ્લાના થરા-રાધનપુર હાઈવે પર આજે એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સાંતલપુર તાલુકાના ઉદરગઢા ગામના વિરમભાઈ ઠાકોર પોતાના દીકરાના લગ્નની ખરીદી કરવા માટે પાટણ ગયા હતા. પાટણથી ખરીદી કરી રિક્ષામાં પરત ફરી રહ્યા હતા ત્યારે ઓગડ ગામ પાસે અચાનક રિક્ષા પલટી ગઈ હતી.શ્વાનને બચાવવાના પ્રયાસમાં કાળ ભેટી ગયોપ્રાથમિક જાણકારી મુજબ, હાઈવે પર રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક શ્વાન (કૂતરું) રસ્તામાં આડું ઉતર્યું હતું. ચાલકે શ્વાનને બચાવવા માટે રિક્ષા વાળી હતી, જેના કારણે રિક્ષા પરનો કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં વિરમભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.8 મે એ હતા દીકરાના લગ્નમૃતક વિરમભાઈના દીકરાના લગ્ન આગામી ૮ મે ના રોજ નિર્ધારિત હતા. ઘરમાં લગ્નની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી અને પિતા હોંશે-હોંશે પાટણથી ખરીદી કરીને પરત ફરી રહ્યા હતા. જે ઘરમાં શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં પિતાના મોતના સમાચાર પહોંચતા જ પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. આખા ગામમાં આ ઘટનાને લઈને ઘેરો શોક વ્યાપી ગયો છે.આ પણ વાંચો: Gandhinagar: નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જૂન માસમાં યોજાશે ધોરણ-12ની પૂરક પરીક્ષા

Read Full Story arrow_forward
Assembly Elections 2026 Result Live : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ભવાનીપુર બેઠક પરથી માત્ર 898 મતથી આગળ
calendar_today May 4, 2026

Assembly Elections 2026 Result Live : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ભવાનીપુર બેઠક પરથી માત્ર 898 મતથી આગળ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Tamilnadu Election Result 2026: તમિલનાડુમાં NEETની પરીક્ષાનો સૌથી મોટો મુદ્દો રહ્યો,શું નવી સરકાર આપશે સાથ!
calendar_today May 4, 2026

Tamilnadu Election Result 2026: તમિલનાડુમાં NEETની પરીક્ષાનો સૌથી મોટો મુદ્દો રહ્યો,શું નવી સરકાર આપશે સાથ!

તમિલનાડુમાં સત્તાની ચાવી આજે નક્કી થઈ રહી છે.જોકે,આ ચૂંટણીમાં સૌથી મોટું ભાવનાત્મક કાર્ડ NEET પરીક્ષા રહ્યું છે.રાજ્યના પ્રાદેશિક પક્ષોએ તેમના મેનિફેસ્ટોમાં NEETનાબૂદ કરવાનું વચન આપ્યું છે.પરંતુ પ્રશ્ન એ છે કે, શું ફક્ત ચૂંટણી જીતથી નીટની પરીક્ષા નાબૂદ થઈ જશે? વિવાદ શું છે? NEET સખત રીતે CBSE પેટર્ન પર આધારિત છે, જે તમિલનાડુ રાજ્ય બોર્ડ (TNSBSE)ના વિદ્યાર્થીઓને પાછળ છોડી દે છે. બેઠક ગણિત પણ એક મુખ્ય મુદ્દો છે. નીટ લાગુ થયા પહેલા, રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓ 70% બેઠકો ધરાવતા હતા, જે હવે ઘટીને 47% થી ઓછા થઈ ગયા છે. વધુમાં, તે કોચિંગ વ્યવસાયના વિકાસને વેગ આપી રહ્યું છે. નીટની તૈયારી માટે 1 થી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક કોચિંગ ફી, ગરીબ અને ગ્રામીણ વિદ્યાર્થીઓના સપનામાં અવરોધ બની ગઈ છે. કાનૂની લડાઈ ક્યાં સુધી પહોંચી છે? આ મામલો હાલમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ સમક્ષ છે.તમિલનાડુ સરકારે 15 નવેમ્બર,2025ના રોજ રાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે,જેમાં તેમણે રાજ્યના NEET વિરોધી બિલને સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો.રાજ્ય સરકારનો દલીલ છે કે રાષ્ટ્રપતિ દ્વારા માન્ય કારણ વિના બિલને નકારવાથી "બંધારણીય મડાગાંઠ સર્જાય છે.હાલમાં,રાજ્યમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે 7.5% આડી અનામત છે,જે ગ્રામીણ બાળકોને તબીબી બેઠકો સુધી પહોંચવાની ખાતરી આપે છે. NEET શું નવી સરકાર નાબૂદ કરી શકશે? ચૂંટણીના પરિણામો પછી, નવી સરકાર પાસે બે વિકલ્પો હશે. પહેલો વિકલ્પ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ (મૂળ દાવો 2025) ને આક્રમક રીતે આગળ ધપાવવાનો છે. બીજો વિકલ્પ સમવર્તી સૂચિ નિયમો હેઠળ વિશેષ મુક્તિઓ માટે રાજકીય દબાણ બનાવવા માટે કેન્દ્ર સરકાર સાથે કામ કરવાનો છે. આ મુદ્દો હાલમાં દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ સમક્ષ છે. તમિલનાડુ સરકારે 15 નવેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિના નિર્ણયને પડકાર્યો હતો, જેમાં NEET વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી નહોતી. રાજ્ય સરકારનું કહેવું છે કે આ નિર્ણય બંધારણીય સમસ્યા ઊભી કરે છે. આ પણ વાંચો - Tamil Nadu election Results 2026 : TVK ના મેનિફેસ્ટોએ મચાવી ધૂમ, થલાપતિ વિજયના આ 7 વચનોએ લોકોના જીત્યા દિલ

Read Full Story arrow_forward