android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Assembly Election Results 2026: બંગાળમાં ભાજપની આગેકૂચ, ભાજપ કાર્યાલય પર તળાઇ રહી છે પુરી અને જલેબી
calendar_today May 4, 2026

Assembly Election Results 2026: બંગાળમાં ભાજપની આગેકૂચ, ભાજપ કાર્યાલય પર તળાઇ રહી છે પુરી અને જલેબી

ભારતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોના પ્રારંભિક વલણોએ દેશના રાજકીય તાપમાનમાં જોરદાર વધારો કર્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, આસામ અને કેરળના વલણોમાં ભાજપના શાનદાર પ્રદર્શનને પગલે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે વહેલી સવારથી જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને મુખ્યાલયના રસોડામાં ગરમાગરમ જલેબીઓ અને પુરીઓ તળાઈ રહી છે, જે જીતના આત્મવિશ્વાસને દર્શાવે છે. પશ્ચિમ બંગાળ: મમતા વિરુદ્ધ ભાજપની જોરદાર લડાઈ પશ્ચિમ બંગાળમાં સત્તાની ખુરશી માટે રસાકસી પરાકાષ્ઠાએ પહોંચી છે. પ્રારંભિક વલણો મુજબ, ભાજપ ૧૧૬ બેઠકો પર આગળ છે, જ્યારે સત્તાધારી ટીએમસી ૧૦૯ બેઠકો પર લીડ જાળવી રહી છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી શરૂઆતના રાઉન્ડમાં પાછળ ચાલી રહ્યા છે. નંદીગ્રામની હાઈ-પ્રોફાઈલ બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારીએ પ્રથમ રાઉન્ડમાં જ અંદાજે ૩,૦૦૦ મતોની લીડ મેળવીને રાજકીય પંડિતોને ચોંકાવી દીધા છે. આસામ અને કેરળના સમીકરણો આસામમાં ભાજપે ફરી એકવાર પોતાની પકડ મજબૂત કરી હોય તેવું જણાય છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પોતાની પરંપરાગત જલુકબારી બેઠક પરથી મોટા અંતરથી આગળ ચાલી રહ્યા છે. રાજ્યમાં ભાજપ ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ માત્ર 19 બેઠકો પર સમેટાઈ રહી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. બીજી તરફ, કેરળમાં પરંપરાગત હરીફો વચ્ચે ભાજપે આઠ બેઠકો પર લીડ મેળવીને પોતાની હાજરી મજબૂત બનાવી છે. અહીં યુડીએફ (UDF) 50 બેઠકો સાથે એલડીએફ (LDF) કરતા આગળ છે. બજારમાં હરિયાળી અને રાજકીય ગતિવિધિઓ ચૂંટણીના આ સકારાત્મક વલણોની અસર શેરબજાર પર પણ જોવા મળી છે. પરિણામોના વલણો સાથે જ બજારે લીલી ઝંડી બતાવી છે, જે રોકાણકારોના આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તમિલનાડુમાં પણ પરિસ્થિતિ રસપ્રદ છે, જ્યાં સીએમ સ્ટાલિનના ગઢમાં ડીએમકે અને ટીવીકે (વિજયની પાર્ટી) વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. હાલમાં મતગણતરી ચાલુ છે અને જેમ જેમ રાઉન્ડ પૂરા થશે તેમ તેમ આ આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ અત્યારના સંજોગોમાં ભાજપ કેમ્પમાં જીતનો સ્વાદ માણવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પણ વાંચોઃ Tamil Nadu election Results 2026 : TVK ના મેનિફેસ્ટોએ મચાવી ધૂમ, થલાપતિ વિજયના આ 7 વચનોએ લોકોના જીત્યા દિલ

Read Full Story arrow_forward
BJP જીત તરફ આગળ વધતા જોઇ મમતા દીદીનું મોઢું લટક્યું!  હસી હસીને પેટ દુખી જશે, જુઓ Video
calendar_today May 4, 2026

BJP જીત તરફ આગળ વધતા જોઇ મમતા દીદીનું મોઢું લટક્યું! હસી હસીને પેટ દુખી જશે, જુઓ Video

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોએ માત્ર રાજકીય ગલીઓમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ભારે હલચલ મચાવી દીધી છે. જેમ જેમ મતગણતરીના આંકડાઓ ઉપર-નીચે થઈ રહ્યા છે, તેમ તેમ ફેસબુક, એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ (Memes)નો જાણે પૂર આવ્યો છે. ભારતીય ચૂંટણીઓમાં હવે મીમ્સ એ જનતાની લાગણીઓ વ્યક્ત કરવાનું એક સશક્ત અને રમુજી માધ્યમ બની ગયું છે. રસાકસી અને જલેબીના મીમ્સ સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ મીમ્સ ભાજપ અને ટીએમસી વચ્ચેની કાંટાની ટક્કર પર બની રહ્યા છે. ભાજપ મુખ્યાલયમાં જલેબી તળાઈ રહી હોવાના સમાચાર આવતા જ નેટીઝન્સે 'જલેબી'ને લઈને અનેક ફની મીમ્સ બનાવ્યા છે. કોઈ મીમમાં હરિયાણાની ચૂંટણીના જૂના રેફરન્સ સાથે જલેબીને જોડવામાં આવી છે, તો કોઈમાં "વહેલી ઉતાવળ ભારે પડશે કે શું?" તેવી મજાક કરવામાં આવી રહી છે. નેતાઓના હાવભાવ પર નિશાનખાસ કરીને મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચેની નંદીગ્રામ જેવી બેઠકો પરની રસાકસી પર મીમ્સનો મારો ચાલી રહ્યો છે. જ્યારે મમતા બેનર્જી પાછળ હોય ત્યારે વિરોધ પક્ષના સમર્થકો "ખેલા હોબે" સ્લોગનનો ઉપયોગ કરીને તેમની મજાક ઉડાવતા મીમ્સ શેર કરી રહ્યા છે, તો બીજી તરફ જ્યારે ભાજપની લીડ વધે છે ત્યારે કેસરીયા સમર્થકો "બંગાળમાં કમળ ખીલ્યું" તેવા બોલિવૂડ મૂવીના સીન્સ વાપરીને રમુજ ફેલાવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો એવો પણ વાયરલ થયો છે જેમાં દીદી મોઢું લટકાવીને બીજેપીની જીત તરફ આગળ વધતા જોતા આમ તેમ ફરી રહ્યા છે. ==તટસ્થ મતદારો અને એક્ઝિટ પોલ એક્ઝિટ પોલના અંદાજો અને વાસ્તવિક પરિણામો વચ્ચેના તફાવતને લઈને પણ મીમર્સ પાછળ રહ્યા નથી. 'પંચાયત' વેબ સિરીઝના 'દેખ રહા હે વિનોદ' જેવા ફેમસ ડાયલોગ્સનો ઉપયોગ કરીને એક્ઝિટ પોલના એનાલિસ્ટ્સની મજાક ઉડાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ લખી રહ્યા છે કે, "બંગાળની જનતાએ બધાના ગણિત બગાડી નાખ્યા છે." આ પણ વાંચોઃ Tamil Nadu election Results 2026 : TVK ના મેનિફેસ્ટોએ મચાવી ધૂમ, થલાપતિ વિજયના આ 7 વચનોએ લોકોના જીત્યા દિલ

Read Full Story arrow_forward
West Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળમાં બીજેપીની લહેર... પીએમ મોદી 6.30 કલાકે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર જશે
calendar_today May 4, 2026

West Bengal Election Result 2026: પશ્ચિમ બંગાળમાં બીજેપીની લહેર... પીએમ મોદી 6.30 કલાકે દિલ્હી બીજેપી હેડક્વાર્ટર જશે

પશ્ચિમ બંગાળમાં આ વખતે સત્તા પલટાશે તેમ લાગી રહ્યું છે. કારણ કે શરૂઆતી વલણોમાં ભાજપ આગળ ચાલી રહી છે.  ત્યારે આ બધા વચ્ચે એક મહત્વના સમાચાર મળ્યા છે કે પીએમ મોદી આજે બીજેપી હેડક્વાર્ટર સાંજે 6.30 કલાકે જશે. ભવાની પુરથી બીજેપીના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ પણ બીજેપી સરકારની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.  પશ્ચિમ બંગાળ વિધાનસભામાં કુલ 294 બેઠકો છે, જેના માટે મતદાન થયું હતું. 152 બેઠકોને આવરી લેતા પ્રથમ તબક્કા માટે મતદાન 23 એપ્રિલે થયું હતું. ત્યારબાદ, બીજા તબક્કા માટે - 142 બેઠકોને આવરી લેતા - 29 એપ્રિલે મતદાન થયું હતું. એક બેઠક માટે ફરીથી મતદાન થવાનું છે; પરિણામે, આજે 293 બેઠકોના પરિણામો જાહેર થઈ રહ્યા છે. શરૂઆતના વલણો ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની લડાઈ સૂચવે છે.

Read Full Story arrow_forward