android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamil Nadu Elections Results 2026 : કોલેજ ડ્રોપઆઉટથી કિંગમેકર સુધી, તમિલનાડુમાં વિજયનો મિજાજ, દિગ્ગજ પક્ષોના સુપડા સાફ
calendar_today May 4, 2026

Tamil Nadu Elections Results 2026 : કોલેજ ડ્રોપઆઉટથી કિંગમેકર સુધી, તમિલનાડુમાં વિજયનો મિજાજ, દિગ્ગજ પક્ષોના સુપડા સાફ

તમિલનાડુના રાજકારણમાં આ વખતે એક નવો જ ઈતિહાસ લખાતો જોવા મળી રહ્યો છે. પ્રારંભિક મતગણતરીના વલણોમાં અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) એ જોરદાર લીડ મેળવીને સૌને ચોંકાવી દીધા છે. અનેક બેઠકો પર TVK આગળ ચાલી રહી છે, જ્યારે સત્તારૂઢ DMK પાછળ દેખાઈ રહી છે.કોલેજ ડ્રોપઆઉટ કરી સંપૂર્ણ સમય ફિલ્મોને આપ્યો થલાપતિ વિજય, જેનું અસલ નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે, તે હવે માત્ર સિનેમાનું નામ નથી પણ રાજકારણની નવી શક્તિ બનીને ઉભરી રહ્યા છે. વિજયના જીવનનો એક રસપ્રદ કિસ્સો એ છે કે તેમણે અભિનય પાછળ પોતાનો અભ્યાસ અધૂરો છોડ્યો હતો. ચેન્નાઈની પ્રખ્યાત લોયોલા કોલેજમાં 'વિઝ્યુઅલ કોમ્યુનિકેશન'નો અભ્યાસ કરતા વિજયનું મન પુસ્તકો કરતા કેમેરા અને સ્ટેજમાં વધુ પરોવાયેલું હતું. તેમના પિતા એસ.એ. ચંદ્રશેખર દિગ્દર્શક હોવાથી અભિનય તેમના લોહીમાં હતો. પરિણામે, તેમણે કોલેજ ડ્રોપઆઉટ કરી સંપૂર્ણ સમય ફિલ્મોને આપ્યો.  દક્ષિણ ભારતના સૌથી વધુ ફી લેતા અભિનેતા આજે તે દક્ષિણ ભારતના સૌથી વધુ ફી લેતા અભિનેતા છે, પરંતુ તેમની લોકપ્રિયતા માત્ર પડદા સુધી સીમિત નથી. સામાજિક મુદ્દાઓ પરની તેમની પકડ અને યુવાઓમાં ક્રેઝ હવે મતમાં પરિવર્તિત થતો દેખાય છે. 2007માં માનદ ડોક્ટરેટથી સન્માનિત વિજય હવે તમિલનાડુના રાજકીય મેદાનમાં 'ગેમ ચેન્જર' સાબિત થઈ રહ્યા છે. TVKની આ લીડ સૂચવે છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છી રહી છે.આ પણ વાંચો----    West Bengal Election Result 2026: પીએમ મોદીએ જ્યાં લીધો હતો ઝાલમુડીનો સ્વાદ, તે ઝાડગ્રામમાં ખિલશે કમળ!

Read Full Story arrow_forward
Gujarat News: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ગુજકેટનું શું રિઝલ્ટ આવ્યું
calendar_today May 4, 2026

Gujarat News: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, જાણો ગુજકેટનું શું રિઝલ્ટ આવ્યું

ગુજરાતમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. શિક્ષણ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આ પરિણામમાં વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા અને સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું છે. બીજી તરફ ગુજકેટનું પણ પરિણામ જાહેર કરાયું છે. મોરબી જિલ્લાનું 94.85 ટકા પરિણામ આવ્યું શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ કહ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 156 કેન્દ્રો હતાં. જેમાં 111090 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 93078 વિદ્યાર્થીઓ પાસ થયાં છે.આ બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લાનું 94.85 ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. 1576 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવ્યો ધોરણ 12ની સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈએ તો 92.71 ટકા પરિણામ આ વખતે જાહેર થયું છે. અમદાવાદ શહેર 87.10 ટકાએ છેલ્લા ક્રમે છે. વિજ્ઞાન પ્રવાહમાં 100 ટકા પરિણામ ધરાવતી 209 શાળાઓ છે. 1576 વિદ્યાર્થીઓએ A ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપનું 90.79 ટકા ,B ગ્રુપનુ 79.87 ટકા પરિણામ આવ્યું છે. ગુજકેટનું પરિણામ જાહેર કરાયું ગુજકેટના પરિણામની વાત કરીએ તો A ગ્રુપમાં 695 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.B ગ્રુપમાં 764 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. 98 પર્સેન્ટાઈલ સાથે A ગ્રુપના 1233 ઉત્તીર્ણ થયાં છે.B ગ્રુપમાં 1563 ઉત્તીર્ણ થયાં છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: સોમવારે બદલાયો પેટ્રોલ ડીઝલનો ભાવ, જાણો રાહતના સમાચાર

Read Full Story arrow_forward
Gandhinagar: નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જૂન માસમાં યોજાશે ધોરણ-12ની પૂરક પરીક્ષા
calendar_today May 4, 2026

Gandhinagar: નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જૂન માસમાં યોજાશે ધોરણ-12ની પૂરક પરીક્ષા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ નથી થઈ શક્યા અથવા જેઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી, તેમના માટે બોર્ડે 'બેસ્ટ ઓફ ટુ' ની તક આપવાનો નિર્ણય કર્યો છે.જૂન માસમાં પુનઃ પરીક્ષાશિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, નાપાસ થયેલા ઉમેદવારોનું વર્ષ ન બગડે તે હેતુથી આગામી જૂન માસમાં પૂરક (પુનઃ) પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 'બેસ્ટ ઓફ ટુ' ના નિયમો હેઠળ લેવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારી શકે. બોર્ડ દ્વારા આજથી જ આ પરીક્ષાના આયોજન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.આગામી સપ્તાહે જાહેર થશે ટાઈમ ટેબલગાંધીનગરથી મળતી વિગતો મુજબ, શિક્ષણ બોર્ડ આગામી દિવસોમાં પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. પૂરક પરીક્ષાનું વિગતવાર ટાઈમ ટેબલ આવતા અઠવાડિયે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગેની માહિતી માટે બોર્ડની વેબસાઈટ અને પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે.આ પણ વાંચો: Morbi: હળવદ રોડ પર ટ્રકના 'ચોર ખાના' માંથી 20.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Read Full Story arrow_forward