android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamil Nadu election Results 2026 : તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ, અભિનેતા વિજય થલાપતિની પાર્ટી TVK 74 બેઠકો પર આગળ
calendar_today May 4, 2026

Tamil Nadu election Results 2026 : તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલના એંધાણ, અભિનેતા વિજય થલાપતિની પાર્ટી TVK 74 બેઠકો પર આગળ

ભારતમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર આજે સૌની નજર છે. 4 મેના રોજ અસમ,  અસમ, કેરલમ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની તમામ વિધાનસભા બેઠકોની મતગણતરિ શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર રાજકીય વિશ્લેષકો નજર રાખી રહ્યા છે. દરમિયાન અત્યાર 10. વાગ્યા સુધી ચાલતી મતગણતરિના પરિણામોમાં તમિલનાડુમાં મોટો ઉથલપાથલ જોવા મળ્યો છે. સાઉથના ફેમસ અભિનેતા વિજયની પાર્ટી, TVK, 74 બેઠકો પર આગળ છે, જ્યારે ડીએમકે 51 બેઠકો પર આગળ છે. એડીએમકે 44 બેઠકો પર આગળ છે. તમિલનાડુના રાજકારણમાં અભિનેતા વિજય થલાપતિ શાનદાર પદાર્પણ કરી રહ્યા છે.વિજયની પાર્ટીનું તમિલનાડુમાં અદ્ભુત પ્રદર્શન અભિનેતા વિજયની પાર્ટી, TVK, તમિલનાડુમાં અદ્ભુત પ્રદર્શન કરી રહી હોય તેવું લાગે છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે સ્ટાલિનની DMK 59 બેઠકો પર આગળ છે, જ્યારે TVK 81 બેઠકો પર આગળ છે. મત ગણતરી માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 23 એપ્રિલે યોજાયેલી તમિલનાડુ વિધાનસભાની એક તબક્કાની ચૂંટણીમાં, બધી 234 બેઠકો પર કુલ 84.93 ટકા મતદાન થયું હતું. તમિલનાડુમાં, શરૂઆતના વલણોમાં DMK 24 બેઠકો પર, ADMK 3 બેઠકો પર અને TVK 4 બેઠકો પર આગળ હતી. પરંતુ જેમ જેમ મતગણતરી થવા લાગી તેમ વિજયની પાર્ટી આગળ નીકળતી દેખાય છે. તમિલનાડુમાં TVK ની આ એન્ટ્રીએ વર્ષોથી ચાલતા DMK-AIADMK ના સમીકરણોને ચોક્કસપણે હચમચાવી દીધા છે.તમિલનાડુના રાજકારણમાં જોવા મળશે મોટો ઉલટફેરવિધાનસભા ચૂંટણી 2026માં અભિનેતા વિજયની પાર્ટી  ટ્રેન્ડ્સમાં છે.  વિજયની પાર્ટી સ્થિર લીડ જાળવી રાખતા TVK ની બેઠકોની સંખ્યા 80 પર પહોંચી ગઈ છે. દરમિયાન, DMK 59 બેઠકો પર સરકી ગયું છે. ADMK 44 બેઠકો પર આગળ હોવાનું કહેવાય છે. સવારના 9.00 વાગ્યા સુધીના સામે આવેલા પરિણામોમાં તમિલનાડુમાં CM સ્ટાલિનના DMK ની લીડ હવે 75 બેઠકો પર પહોંચી ગઈ છે. TVK 44 બેઠકો પર આગળ છે. ADMK ગઠબંધન 21 બેઠકો પર આગળ છે. અહીં, 234 બેઠકોમાંથી 139 બેઠકો માટે વલણો બહાર આવ્યા છે. અભિનેતા વિજયની પાર્ટી TVK તમિલનાડુમાં અજાયબીઓ કરી રહી હોય તેવું લાગે છે. ટ્રેન્ડ્સમાં, TVK 26 બેઠકો પર આગળ છે. તે જ સમયે, DMK 61 બેઠકો પર આગળ છે.વિજયની પાર્ટીની ચૂંટણીમાં આગેકૂચતમિલનાડુમાં, શરૂઆતના વલણો આવવા લાગ્યા છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં શરૂઆતના વલણોમાં CM સ્ટાલિનની DMK પાંચ બેઠકો પર અને વિજયની TVK ત્રણ બેઠકો પર આગળ હતા. પરંતુ ધીરે ધીરે ચિત્ર બદલાયું. 10.00 વાગ્યા સુધીમાં વિજયની પાર્ટી તમિલનાડુમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી છે.  સીએમ સ્ટાલિન સહિત 31 મંત્રીઓ હાલના વલણોમાં પાછળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં 234 વિધાનસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થયું હતું. અભિનેતા વિજય થલાપતિની રાજકારણમાં એન્ટ્રીથી સમગ્ર ચિત્ર બદલાયું.આ પણ વાંચો : Election Results 2026: બંગાળથી આસામ કેરળથી તમિલનાડુ કોની થશે જીત, ફલોદી સટ્ટા બજાર ચર્ચામાં

Read Full Story arrow_forward
Gondal: લાકડાના છોલના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, વિકરાળ લપેટોને કાબૂમાં લેવા જેસીબીથી દીવાલો તોડવામાં આવી
calendar_today May 4, 2026

Gondal: લાકડાના છોલના કારખાનામાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, વિકરાળ લપેટોને કાબૂમાં લેવા જેસીબીથી દીવાલો તોડવામાં આવી

ગોંડલના ભોજરાજપરા ગંજીવાળા રોડ પર આવેલ 'જે ભગવાન એન્ટરપ્રાઈઝ' નામના લાકડાના છોલના કારખાનામાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે. લાકડાનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.વિકરાળ આગ અને ફાયર ફાઈટરોનો મારોઆગની ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, આગ એટલી ભયાનક હતી કે ગોંડલની ટીમ પહોંચી ન વળતા તાત્કાલિક રાજકોટ અને શાપર-વેરાવળથી વધારાના ફાયર ફાઈટરો તેડાવવાની ફરજ પડી હતી. 4 ફાયર ફાઈટરો અને ખાનગી પાણીના ટેન્કરો દ્વારા સતત 5 કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.જેસીબીથી દીવાલો તોડી આગ બુઝાવવા પ્રયાસકારખાનાની અંદર જવામાં મુશ્કેલી પડતા અંતે બે જેસીબી મશીનોની મદદ લેવામાં આવી હતી. જેસીબી દ્વારા કારખાનાની દીવાલો તોડીને અંદર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગના કારણે કારખાનામાં રહેલા લાકડા, લાકડાનો છોલ, ૨ મોટા મશીનો અને ઇલેક્ટ્રિક મોટર સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.5 કલાકની જહેમત બાદ પણ કામગીરી જારીઆગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે લાગેલી આગ પર હજુ પણ કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાકડાના જથ્થાને કારણે અંદર હજુ પણ ધગધગતી આગ હોવાથી તેને સંપૂર્ણપણે ઠારતા હજુ ૧ થી ૨ કલાક જેટલો સમય લાગી શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.આ પણ વાંચો: Surat: પોલીસ ચોકીમાં PSI પર હુમલો, ચૌહાણ બંધુઓએ વર્ધી ફાડી પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

Read Full Story arrow_forward
Assembly Elections 2026 Result Live : તામિલનાડુમાં શરૂઆતી વલણમાં DMK અને TVK વચ્ચે ટક્કર, અભિનેતા વિજયની પાર્ટી 62 બેઠકો પર આગળ
calendar_today May 4, 2026

Assembly Elections 2026 Result Live : તામિલનાડુમાં શરૂઆતી વલણમાં DMK અને TVK વચ્ચે ટક્કર, અભિનેતા વિજયની પાર્ટી 62 બેઠકો પર આગળ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward