Panchmahal: શહેરાના પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે હેન્ડ પંપ બંધ હાલતમાં
શહેરા : શહેરાના પાલીખંડા સ્થિત પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. આ મંદિરે આવતા શિવભક્તોની એક પરંપરા રહી છે કે તેઓ મંદિર ખાતે આવેલા હેન્ડપંપમાંથી તાજુ અને શુદ્ધ જળ ભરીને શિવલિંગ પર જળાભિષેક કરે છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ હેન્ડપંપમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ભક્તોની આ ભક્તિમય દિનચર્યામાં વિઘ્ન આવી રહ્યું છે.શહેરા તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ અને પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અહીં માત્ર શહેરા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. મરડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલો હેન્ડપંપ હાલમાં બિમાર હાલતમાં છે. હેન્ડપંપમાંથી તાજું અને શુદ્ધ જળ ભરીને સ્વયંભૂ શિવલિંગ પર જળાભિષેક કરે છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ હેન્ડપંપમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે ભક્તોની આ ભક્તિમય દિનચર્યામાં વિઘ્ન આવી રહ્યું છે. હેન્ડપંપમાં થોડીવાર પાણી આવ્યા બાદ તે એકાએક બંધ થઈ જાય છે. જેના કારણે મહાદેવને જળ ચડાવવા આવતા ભક્તોને પાણી ભરવા માટે રાહ જોવી પડે છે અથવા તો અડધા ભરેલા કળશ સાથે પરત ફરવું પડે છે. ભક્તોના જણાવ્યા અનુસાર, જ્યારે હેન્ડપંપ ચલાવવામાં આવે છે ત્યારે શરૂઆતમાં માત્ર થોડી જ વાર પાણી આવે છે અને ત્યારબાદ અચાનક પાણી આવતું બંધ થઈ જાય છે. લાંબો સમય મહેનત કરવા છતાં પાણી નીકળતું નથી, જેના કારણે અહીં દર્શનાર્થે આવતા શિવ ભક્તોને ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મરડેશ્વર મહાદેવ મંદિર એવું સ્થળ છે જ્યાં દરરોજ સેંકડોની સંખ્યામાં લોકો દર્શન માટે આવતા હોય ત્યારે તાત્કાલિક હન્ડપંપ રીપેર કરવામાં આવે તેવી માગ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward