android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Padra: પાદરા પાલિકાની ચૂંટણી બાદ વૉર્ડ 4ની સામાન્ય બેઠકને લઇ ગરમાવો
calendar_today May 4, 2026

Padra: પાદરા પાલિકાની ચૂંટણી બાદ વૉર્ડ 4ની સામાન્ય બેઠકને લઇ ગરમાવો

પાદરા : પાદરા નગર પાલિકાની ચૂંટણી બાદ વોર્ડ નં. 4ની સામાન્ય બેઠકને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળે છે. વોર્ડ નં. 4માંથી ચૂંટાયેલા ઉમેદવારે જિલ્લા ભાજપ મહામંત્રી સામે આક્ષેપો ઉઠાવ્યા છે. સાથે હોદ્દા પરથી દુર કરવા માંગ કરી છે.પાદરામાં રાણા સમાજના આગેવાન રાજુ ઝુમરી રાણાએ વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારુ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે વોર્ડ નં. 4માં ટિકિટ વહેંચણી દરમિયાન સંગઠનમાં પક્ષપાત થયો હતો. તેમના જણાવ્યા મુજબ, મહામંત્રીએ પોતાના પરિવારજનોને પ્રાધાન્ય આપતા તેઓના ભાભી હીનાબેનને ટિકિટ અપાવવાનો પ્રયાસ કરી ટીકીટ અપાવી હતી, જેના કારણે સ્થાનિક કાર્યકરો અને સમાજમાં અસંતોષ ફેલાયો હતો. તેઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે અગાઉ સતત 7 ટર્મથી સક્રિય રહેલા અને સ્થાનિક સ્તરે ઓળખ ધરાવતા રાણા સમાજના ઉમેદવારની ટિકિટ મહામંત્રી દ્વારા કાપી હતી. તેમણે સંગઠનમાં રજૂઆત કરીને અન્ય ઉમેદવારને ટિકિટ અપાઇ હતી, જ્યારે હીનાબેન ભાજપના સક્રિય કાર્યકર પણ નહોતા અને સંગઠનના કાર્યક્રમોમાં ખાસ હાજરી આપતા નહોતા.આક્ષેપ મુજબ, વોર્ડ નં. 4માં રાણા સમાજના આશરે 800 જેટલા મતદારો છે, બ્રાહ્મણ સમાજના મતદારો ઓછા હોવા છતાં ટિકિટ વહેંચણીમાં સ્થાનિક સામાજિક સમીકરણોને અવગણ્યા હતા. જેના કારણે ભાજપની વોર્ડ નંબર 4 ની ભાજપા ની પેનલ તૂટતા તે બેઠક ખુબ વધુ મતોના માર્જીનથી ગુમાવી હોવાનો દાવો કરાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: શિનોરમાં આરોગ્યક્ષેત્રે ચાવીરૂપ જગ્યા ખાલી
calendar_today May 4, 2026

Vadodara: શિનોરમાં આરોગ્યક્ષેત્રે ચાવીરૂપ જગ્યા ખાલી

શિનોર તાલુકામાં આરોગ્ય માટે સરકારી દવાખાનાની ચાવીરૂપ જગ્યાઓ ખાલી હોવાને કારણે આરોગ્યની સેવાઓમાં દર્દીઓને ભારે હેરાનગતિ થાય છે.શિનોર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ચાવીરૂપ મહત્વની જગ્યા ઘણા સમયથી ખાલી હોવાને કારણે સરકારની આ વાતો માત્ર રણમાં મૃગજળ સમાન છે. ઘણા વર્ષથી શિનોર તાલુકા હેલ્થ ઓફ્સિર સહિત સીમળી તથા સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ.બી.બી.એસ. ડોકટર નથી. તાલુકાના મોટા કરાડા, બીથલી અને કુકસ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં CHO(કોમ્યુનિટી હેલ્થ ઓફ્સિર)ની જગ્યા ખાલી છે. તથા સાધલી, શિનોર અને સીમળી દવાખાનામાં હેલ્થ સુપરવાઇઝર નિયુક્ત કરાતા નથી. જેથી પ્રસુતા બહેનો, સગર્ભા બહેનો, નવજાત બાળકો, નાના બાળકો સહિત સિનિયર સિટીઝનો અને દર્દીઓને રિબાવાનો વારો આવે છે. જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા મહિલા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણ પણ મહિલા છે. ઘણા સમયથી જિલ્લામાં સેવા આપે છે. છતાં પણ મહિલાઓની સેવાઓ માટે શિનોર તાલુકાની આ ચાવીરૂપ જગ્યાઓ ભરવામાં કેમ રસ દાખવતાં નથી ? તે સમજાતું નથી. અને અપૂરતો સ્ટાફ હોવા છતાં આરોગ્યના અનેક કાર્યક્રમો લક્ષ્યાંક મુજબ પુરા કરવા હયાત કર્મચારીઓ ઉપર પ્રેશર કરાય છે. શિનોર તાલુકામાં આશાવર્કરોની સેવાઓ નિયમિત મળતી ના હોય તો આરોગ્ય ક્ષેત્રે શિનોર તાલુકો શૂન્ય બરાબર છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વેની આસપાસ દીપડાના આટાફેરાં વધ્યાં
calendar_today May 4, 2026

Panchmahal: યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વેની આસપાસ દીપડાના આટાફેરાં વધ્યાં

પંચમહાલ જિલ્લામાં આવેલ પ્રસિધ્ધ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ઉપર રોપ વે અપર સ્ટેશનની બાજુમાં આવેલી જંગલની ખીણમાં શનિવારની સવારના સમયે દીપડો નજરે પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.પાવાગઢ ડુંગર પર તેમજ ડુંગરની આસપાસ ઘનઘોર જંગલ હોવાના કારણે આ વિસ્તારમાં દીપડા દેખાવા એ સ્વાભાવિક બાબત છે. સામાન્ય સંજોગોમાં ડુંગર પર હજારોની સંખ્યામાં માઇ ભક્તો આવતા હોય માનવ વસ્તીની ચહલ પહલને કારણે દીપડાઓ સામાન્ય રીતે ડુંગર પર આવતા નથી એટલે સ્થાનિકો તેમજ ભક્તોને અત્યાર સુધી કોઇ ખતરો નહતો,. જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા થોડા સમયથી રાત્રિના સમયે જ્યારે ભક્તોની ચહલના હોય ત્યારે દિપડો રોપ વે અપર સ્ટેશનની બાજુમાં આવેલા બજારોમાં મારણ માટે આવતો હોવાનું જોવા મળ્યુ છે. અને આ દ્રશ્યો જે જે તે સમયે સ્થાનિક દુકાનદારોના સીસીટીવીમાં કેદ થયા છે. જેના પગલે ડુંગર પર રહેતા સ્થાનિક લોકો રાત્રિના સમયે ઘરોની બહાર નીકળવાનું ટાળતા હોવાનું જણાવી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં રાત્રિના સમયે ડુંગર પર દિપડો દેખાતો હતો પરંતુ હવે દીપડો સવારમાં ખીણમાં ટહેલતો જોવા મળતા વન વિભાગ આ અંગે યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward