android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદિપ મંત્રને વરેલી બોડેલી PMશ્રી કન્યા શાળા
calendar_today May 4, 2026

Bodeli: પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદિપ મંત્રને વરેલી બોડેલી PMશ્રી કન્યા શાળા

છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક એવા બોડેલીની 'બોડેલી કન્યા શાળા' છેલ્લા પાંચ દાયકાથી પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રિદપ મંત્રને ચરિતાર્થ કરે છે.વર્ષ 1957થી આજ સુધી આ શાળાનો ઈતિહાસ અત્યંત ગૌરવશાળી છે. 18 ફેબ્રુઆરી 1957ના રોજ જ્યારે બોડેલી વડોદરા જિલ્લાનો ભાગ હતું, ત્યારે તાલુકા પ્રાથમિક શાળાની સ્થાપના કરાઇ હતી. શરૂઆતમાં આ મિશ્ર શાળા હતી. પરંતુ વિદ્યાર્થિનીઓની સંખ્યામાં સતત વધારો થતા 1 ઓક્ટોબર 1975ના રોજ 'બોડેલી કન્યા શાળા'ની સ્થાપના કરવામાં આવી . આજે આ સંસ્થા 'PM SHRI ગુજરાત' અંતર્ગત પસંદગી પામીને આધુનિક શિક્ષણનું કેન્દ્ર બનીછે. આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક કાર્યની માહિતી આપતા શાળાના આચાર્ય સંદિપ જયસવાલ જણાવે છે કે, SSA અંતર્ગત શાળાને નવા 9 સુસજ્જ ઓરડાઓ પ્રાપ્ત થયા છે. આસપાસના ગામડાઓમાંથી આવતી દીકરીઓ માટે ખાસ ટ્રાન્સપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, જેથી કોઈ પણ કન્યા શિક્ષણથી વંચિત ન રહે. શાળામાં બાલવાટિકા થી ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. નાના બાળકો માટે પ્રવૃત્તિમય શિક્ષણ અને ધોરણ 6 થી 8 માટે વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા તપાસ પદ્ધતિથી ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે છે. વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે શાળામાં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ કલા અને કૌશલ્યનો પણ સમન્વય જોવા મળે છે. ગણિત-વિજ્ઞાનની પ્રયોગશાળા, કોમ્પ્યુટર શિક્ષણ, ડાન્સ અને સ્પોર્ટ્સ માટે ખાસ રિસોર્સ પર્સનની નિમણૂક કરાઇ છે. વોકેશનલ એજ્યુકેશન દ્વારા કન્યાઓને વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપી આત્મનિર્ભર બનાવાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇમાં ગુલશને મદીના ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કરાયું
calendar_today May 4, 2026

Dabhoi: ડભોઇમાં ગુલશને મદીના ટ્રસ્ટ દ્વારા ઇનામ વિતરણ કરાયું

ડભોઈના કાજીવાડ વિસ્તારની ગુલશને મદીના ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મદ્રસાની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 100થી વધુ બાળકોને પરિણામ (રીઝલ્ટ) અને પ્રોત્સાહક ઈનામોનું વિતરણ કરાયું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ આ ઈનામ વિતરણ પ્રસંગે સંસ્થાના મુતવલ્લી જનાબ શબ્બીરભાઈ શેખ અને નાઝીમે આલા મૌલાના ગુલામ યાસીન અશરફી અન્ય મોલીસ આપો અને બાળકો અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મૌલાના યાસીન અસરફી અલહમ્દુલિલ્લાહ, બે વર્ષના ટૂંકા ગાળામાં અમે બાળકોને દીની શિક્ષણની સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરીને તમામ સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: બોડેલી ન. પા. માટે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવાયા
calendar_today May 4, 2026

Bodeli: બોડેલી ન. પા. માટે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવાયા

બોડેલી નગરપાલિકા સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ તથા અન્ય મુખ્ય હોદ્દેદારોની પસંદગી માટે બોડેલી APMCખાતે અગત્યના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયાયોજાઈ હતી. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા અને લક્ષ્મણસિંહ સોલંકીનું નામ જિલ્લા પ્રમુખ પદ માટે ચર્ચામાં છે.ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપ દ્વારા આયોજિત આ પ્રક્રિયામાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના નિરીક્ષકોની હાજરીમાં ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સાથે વ્યક્તિગત ચર્ચા કરાઇ હતી.  જેમાં વહીવટી સુકાન કોને સોંપવું તે મુદ્દે વિગતવાર અભિપ્રાય લેવાયા હતા. આ બેઠક દરમિયાન સંગઠનની મજબૂતી અને વિકાસલક્ષી કાર્યોને પ્રાથમિકતા આપનાર સક્ષમ ઉમેદવારની પસંદગી પર ખાસ ભાર મુકાયો હતો. પ્રક્રિયામાં મોટી સંખ્યામાં હાજર રહેલા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકશાહી પદ્ધતિથી થતી પસંદગી પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો. કલાકો સુધી ચાલેલી આ પ્રક્રિયા બાદ તૈયાર થયેલો અહેવાલ પક્ષના હાઈકમાન્ડને મોકલાશે. જેના આધારે આગામી દિવસોમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward