Vadodara: ધોરણ 12 પછી શું ? વિદ્યાર્થી અને માતા-પિતાને ભવિષ્ય અંગે માર્ગદર્શન
ધોરણ 12નું પરિણામ એ જીવનનો અંત નથી. પણ એક નવા અધ્યાયનો પ્રારંભ છે. આ તબક્કે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને નાપાસ થયેલામાં નિરાશા હોવી સ્વાભાવિક છે. પરંતુ સાચો નિર્ણય એ જ છે જે 'રુચિ, ક્ષમતા અને તક'ના સમન્વયથી લેવામાં આવે.દરેક પ્રવાહ પોતાની રીતે અજોડ છે. વિજ્ઞાન પ્રવાહમાં એન્જિનિયરિંગ, મેડિકલ ઉપરાંત આઇટી, ડેટા સાયન્સ અને રિસર્ચ ક્ષેત્રે ઉજ્જવળ તકો છે. તો, કોમર્સ પ્રવાહમાં સીએ, સીએસ, એમબીએ અને બેંકિંગ ક્ષેત્રમાં કરિયર બનાવી શકાય છે. જ્યારે આર્ટ્સ પ્રવાહમાં કાયદો, પત્રકારત્વ, મનોવિજ્ઞાન અને સિવિલ સર્વિસીસ (IAS/GPSC) માટે શ્રોષ્ઠ પ્લેટફેર્મ પૂરું પાડે છે. જે માટે માતાપિતાએ પોતાની ઈચ્છાઓ લાદવાને બદલે સંતાનોની ક્ષમતાને સમજી તેમને ટેકો આપવો જોઈએ. યાદ રાખો, દરેક બાળકની ગતિ અલગ હોય છે. માતા-પિતાએ હંમેશા યાદ રાખવું જોઇએ કે, નિષ્ફ્ળતા એ અંત નથી. જે વિદ્યાર્થીઓ સફળ નથી થયા, તેમણે નિરાશ થવાની જરૂર નથી. નિષ્ફ્ળતા એ નબળાઈ નથી પણ સુધારણાની તક છે. ઇતિહાસ ગવાહ છે કે, અનેક મહાન વ્યક્તિઓ શરૂઆતમાં નિષ્ફ્ળ રહ્યાં હતા. હાર સ્વીકારવાને બદલે ભૂલોમાંથી શીખી બમણા વેગથી મહેનત કરવી એ જ સાચી જીત છે. બીજાનું અનુકરણ કરવાને બદલે પોતાની જાતને ઓળખો. સફળતા કે નિષ્ફ્ળતા માત્ર પરિણામ છે. અંતિમ લક્ષ્ય નથી. જ્યાં સુધી જીવન છે. ત્યાં સુધી નવી તકો છે. પૂરા આત્મવિશ્વાસ સાથે સાચી દિશામાં ડગ માંડો, સફળતા ચોક્કસ મળશે. તેમ સાવલીની બી કે પટેલ આર્ટ્સ અને શ્રીમતી એલ એમ પટેલ કોમર્સ કૉલેજના આચાર્ય ડો. વશિષ્ઠધર જયપ્રકાશ દ્વિવેદીએ જણાવ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward